Sardar Patel - Ek Samarpit Jivan
By:
Sign Up Now!
Already a Member? Log In
You must be logged into Bookshare to access this title.
Learn about membership options,
or view our freely available titles.
- Synopsis
- વિશાળ સંદર્ભમાં જોઈએ તો ગાંધી, નેહરુ અને પટેલના પ્રયાસોના કારણે આઝાદ ભારત સ્થપાયું અને શક્તિવંત બન્યું. ગાંધીની બાબતમાં ફરજ અદા કરવા પૂરતો અને નેહરુની બાબતમાં પૂરતા પ્રમાણમાં આ હકીકતોનો સ્વીકાર કરી લેવામાં આવે છે, પણ સરદાર પટેલને આ સ્વીકૃતિ અતિશય મર્યાદિત પ્રમાણમાં મળી છે. સંઘપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે સન 1959ના મે માસની 13 તારીખે પોતાની ડાયરીમાં નોંધ્યું છે તેમ “જેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે, તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુનેહને ફાળે જાય છે.” રાજેન્દ્રપ્રસાદે ઉમેર્યું છે “તેમ છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.” આધુનિક ભારતના એક અતિશય નોંધપાત્ર સુપુત્રના જીવન પર પાથરવામાં આવેલો આ ઢાંકપિછોડો ત્યાર પછીના કાળમાં પણ ક્યારેક જ અને અપૂરતા પ્રમાણમાં ઉઠાવાયો છે. આ પડદો સંપૂર્ણત: ઉઠાવી લેવો અને સરદાર પટેલનું જીવન આજની પેઢીની નજરમાં આણવું તે સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. સરદારની કથા પૂર્ણ માનવીની કથા નથી. સરદાર પટેલની મર્યાદાઓ છુપાવી રાખવાની મારી ઇચ્છા નથી અને મેં આવો પ્રયાસ પણ કર્યો નથી. સરદાર પટેલના જીવન અંગે જાણકારી મેળવ્યા પછી થોડાઘણા ખરા લોકોને સમજ પડશે કે સંજોગો સારા હોય ત્યારે, સરદાર પટેલને અહોભાવથી યાદ કરવા જોઈએ અને જમાનો બારીક અને દુ:ખદાયી હોય ત્યારે ભારતની તાકાતના ઉદાહરણરૂપે તેમની યાદ તાજી કરવી પડશે. આઝાદ ભારતના પહેલા વડા પ્રધાનની પસંદગી કરવાની ક્ષણે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને અન્યાય કર્યો હતો કે નહીં તે ચર્ચા અવારનવાર ઉપાડવામાં આવે છે. આ બાબતમાં મારું સંશોધન મેં આ ગ્રંથમાં રજૂ કરેલું છે. મહાત્માજીએ આ બાબતમાં સરદાર જોડે અન્યાય કર્યો છે, તેવું કેટલાક લોકોનું પ્રતિપાદન આ ગ્રંથ લખવા માટે મને પ્રેરણા આપનાર પરિબળોમાંનું એક મહત્ત્વનું તત્ત્વ છે. આવો અન્યાય થયો હોય તો મહાત્માના પૌત્ર તરીકે તેનું થોડું વળતર ચૂકવી દેવાનું વાજબી ગણાય. આ ઉપરાંત પોતાના રાષ્ટ્રના ઘડવૈયા પ્રત્યેનું નાગરિક ઋણ ચૂકવવાનો પણ મેં પ્રયાસ કર્યો છે.
- Copyright:
- 2013
Book Details
- Book Quality:
- Publisher Quality
- ISBN-13:
- 9788172294984
- Publisher:
- Navajivan Trust
- Date of Addition:
- 06/21/17
- Copyrighted By:
- Navajivan Trust
- Adult content:
- No
- Language:
- Gujarati
- Has Image Descriptions:
- Yes
- Categories:
- History
- Submitted By:
- Bookshare Staff
- Usage Restrictions:
- This is a copyrighted book.