Ek Ajanya Gandhi ni Atmakatha
By:
Sign Up Now!
Already a Member? Log In
You must be logged into Bookshare to access this title.
Learn about membership options,
or view our freely available titles.
- Synopsis
- નટવર ગાંધી નો જન્મ 1940માં સાવરકુંડલામાં. મુંબઈમાં બી.કોમ. અને એલએલ.બીનો અભ્યાસ. 1961–1965 સુધી મૂળજી મારકેટમાં, મિલની પેઢીઓમાં અને અન્ય કંપનીઓમાં નોકરી. 1965માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાગમન. ત્યાં એમ.બી.એ. અને પીએચ.ડી. ડીગ્રીઓ મેળવી યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગ, અમેરિકન યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓમાં શિક્ષણકાર્ય કર્યું. 1976–1997 દરમિયાન અમેરિકન કૉંગ્રેસની ‘વૉચ ડૉગ’ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં ટૅક્સ પૉલિસી અને ઍડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું. 1997માં અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના ટૅક્સ કમિશનર તરીકે તેઓ નિમાયા અને ત્યાર બાદ ત્યાં જ ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર તરીકે નાણાંપ્રધાનની જવાબદારી 2000થી 2014 સુધી સંભાળી. એ હોદ્દાની રૂએ વૉશિંગ્ટનના બાર બિલિયન ડૉલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણા એવૉર્ડ્સથી બહુમાન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે 1996માં એમને ‘વિશ્વગુર્જરી’ એવૉર્ડ પણ એનાયત થયો છે. નટવર ગાંધીનું કામ બજેટનું, પણ એમની અભિરુચિ કવિતાની. એમની કવિતામાં એક પરદેશ વસતા ભારતીયની જન્મભૂમિ પ્રત્યેની પ્રીતિ પ્રગટ થાય છે. સાથે સાથે અમેરિકન વસવાટ, વિવિધ ધર્મવિચાર, વિધવિધ રાજકીય વિચારધારાઓ અને મૃત્યુની અનિવાર્યતા વિશે લખાયેલા કાવ્યો દ્વારા કવિ ગુજરાતી સાહિત્યમાં એક અનોખું વિષયવસ્તુ લાવે છે. ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહીં વર્ણન કરવા પ્રયત્ન છે. વધુમાં નટવર ગાંધીની સાવરકુંડલાથી અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન સુધીની જીવનયાત્રા અને વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સી.એફ.ઓ. તરીકે એમણે જે ભાગ ભજવ્યો તેની રસપ્રદ વાત આ આત્મકથામાં થઈ છે.
- Copyright:
- 2017
Book Details
- Book Quality:
- Publisher Quality
- Publisher:
- eShabda for Image Publications
- Date of Addition:
- 06/27/17
- Copyrighted By:
- Natwar Gandhi
- Adult content:
- No
- Language:
- Gujarati
- Has Image Descriptions:
- No
- Categories:
- History, Nonfiction, Biographies and Memoirs, Politics and Government
- Submitted By:
- Bookshare Staff
- Usage Restrictions:
- This is a copyrighted book.
Reviews
Other Books
- by Natwar Gandhi
- in History
- in Nonfiction
- in Biographies and Memoirs
- in Politics and Government