આ પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓ એવી રીતે યોજવામાં આવી છે કે, જેથી પ્રવૃત્તિ પછી એ અંગે ચર્ચા અથવા ચિંતન થાય, ઉપયોજન થાય અને શું શીખ્યા એ પણ તારવી શકાય. બાળકોને અવારનવાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે નાના કે મોટા જૂથમાં કામ કરવાનો-અધ્યયનનો અવસર મળે એવી આ શિક્ષણ-સામગ્રી છે. પ્રવૃત્તિલક્ષી શિક્ષણની આ તરાહ કદાચ સૌ પ્રથમવાર પ્રયોજાઈ રહી છે. આશા છે કે આ પાઠ્યપુસ્તકોના ઉપયોગ દ્વારા અધ્યયન-અધ્યાપન-પ્રક્રિયા સરળ તેમજ રોચક બનશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ગુજરાતી માધ્યમનાં બાળકોમાટે ધોરણ 5 ગુજરાતી વિષયની વિદ્યાર્થી-આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ સત્ર માં 1 અને 2 પુનરાવર્તન છે અને 7 એકમ છે એકમ 1 ચિત્રપાઠ છે એકમ 2 પ્રાથના છે,એકમ ૩બોધકથા છે એકમ 4, પ્રકૃતિ ગીત છે, 5મુ એકમ હાસ્યકથા છે. એકમ 6 નર્મદા મૈયા પ્રવાસ વર્ણન છે એકમ 7 ઊર્મિ ગીત છે. દ્વિતીય સત્ર માં 8 મુ એકમ ઊર્મિગીત છે,કદર લોકકથા છે, ભૂલની સજા નાટક છે, હિંડોળો લોક ગીત છે,તેની સાથે પ્રસંગ કથા અને જીવન ચરિત્ર પણ છે પુનરાવર્તન 3 અને 4 પણ છે , પુરક વાંચન માં 4 એકમ આપેલ છે .