પ્રથમ અજમાયશ પછી ગુજરાત રાજયની તમામ શાળાઓ માટે તૈયાર થયેલા ધોરણ 6 નાં પાઠ્યપુસ્તકોને ક્ષતિરહિત બનાવવા પ્રયત્ન કર્યો છે, પ્રસ્તુત સંસ્કૃત દ્વિતીય સત્ર માં પહેલા શરીર ના અંગો ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે તે વિષે ચિત્ર દ્વારા સરસ માહિતી આપવામાં આવી છે અને બીજા પાઠ માં ડાબે ,જામણે, ઉપર, નીચે વગેરે ની માહિતી આપવામાં આવી છે. ત્યાર બાદ વાંચવું , બેસવું, રમવું, પૂજા કરવી વગેરે ક્રિયાઓ સમજવા માં આવી છે,ઉખાણા સ્વરૂપે વાક્યો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મારી શાળા વિષે માહિતી અને ત્યાર બાદ ભારત વિષે માહિતી આપવા માં આવી છે. અંત માં પુનરાવર્તન 1 અને 2 પણ આપેલ છે.