પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવી છે. તેના ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે હોંશે તેનો ઉપયોગ કરે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.તેમાં પેલા પાઠ માં નાવડી ચાલી છે વાર્તા ને ચિત્ર દ્વારા સરસ રીતે સમજાવેલ છે. પાઠ 2 ઠંડી કવિતા સ્વરૂપે ફ્રીજ માં મુકેલ વસ્તુઓ પોતાની વાત કહે છે.પાઠ 3 સાચી હજ ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલાં દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. પાઠ 4 લાખા વણજારા વિષે વાત કરેલ છે તેમાં તેને વગર વિચારે કુતરા ને મારી નાખ્યો અને એક વફાદાર કુતરા મિત્ર ને ગુમાવી દિહો તે સરસ રીતે સમજાવેલ છે.
પુનરાવર્તન 1 આપેલ છે ત્યારબાદ પાઠ 5 ઉખાણા તેમાં 8 ઉખાણા સમજુતી અને ચિત્ર સાથે આપેલ છે.
ઝવેરચંદ મેઘાણી ની રાતાફુલ કવિતા આપેલ છે .કલાકાર ની ભૂલ પાઠ માં સરસ વાર્તા દ્વારા સમજુતી આપેલ છે ત્યાર બાદ પુનરાવર્તન 2 આપેલ છે. દ્વિતીય સત્ર માં પત્ર લખવાની મજા ઈશ્વર પરમાર ની વાર્તા છે. હું તો પુછુ સુન્દરમ ની સરસ કવિતા છે . જ્યોતીન્દ્ર દવે દ્વારી લિખી હાસ્ય લેખ જે અકબર બીરબલ ની વાર્તા પર આધારિત છે. ઉટ અને ફકીર વાર્તા દ્વારા સમજુતી આપેલ છે.ત્યારબાદ પુનરાવર્તન 3 આપેલ છે સ્વામી વિવેકાનંદ ના બાળપણ ના જીવન પર આધારિત વાત કહેવામાં આવી છે .પંખી ની જાત ખરેખર દયાળુ છે તે સરસ રીતે સમજવામાં આવ્યું છે. ત્યાર બાદ ચાલો સૈનિક સૈનિક રમીએ અને 2 બહાદુર છોકરા પાઠ આપેલ છે .ત્યારબાદ પુનરાવર્તન 4 અને પુરક વાંચન આપેલ છે. પુરક વાંચનમાં 4 પાઠ આપેલ છે