वेदामृतम् આ બધા વેદમંત્રોમાં રહેલું ભાવતત્ત્વ સમગ્ર માનવસમાજને આવરી લે છે. એમાં લિંગ, વય કે જાતિ દેશનો ભેદ ક્યાંય દષ્ટિગોચર થતો નથી. विना वृक्षं गृहं शून्यम् ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની વિશેષતઃ જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારનાં જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે, તેમ વૃક્ષ પણ કરે છે. આ વાત કહીને ભૃગુએ વૃક્ષમાં ચૈતન્ય-જીવ હોવાની માન્યતાને પ્રસ્થાપિત કરી આપી છે. અહીં જે પદ્ય છે, તે બધાં અનુષ્ટુપ છંદમાં છે. वर्षावर्णनम् આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે. અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે. વળી, ઉપમાન તરીકે પસંદ કરેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે. જેમકે ત્રીજા પદ્યમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આગિયાઓને પાખંડી લોકો સાથે અને નહિ દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવ્યા છે. કલિયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે. તેથી પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે, જ્યારે વેદો સાવ ભૂલાઈ જાય છે. છઠ્ઠા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વીસરાઈ ગયેલા વેદજ્ઞાન સાથે અને સાતમા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયૂરોને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે. પાંચમા શ્લોકમાં નવવારિનિપેવયા અને હરિનિવયા શબ્દોના પ્રયોગમાં યમકની ચમકૃતિ છે. આ બધાં પદ્યો અનુષ્ટુપ છંદમાં છે.दशकं धर्मलक्षणम् . , भस्मावशेषं मदनं चकार , उपनिषद् रससुधा , नाटयमेतन्मया कृतम्, मोहमुदगर: ,काव्यमधुबिन्दव: , अनेकार्थसप्तकम्, पृथुचरितम् , किन्तोः कुटिलता , हनूमद्भीमसेनयोः संवादः,चतस्त्री विधा:,ननु वर्णितोडसि , रजुः भस्म भवत्विति ,शकुन्तलाप्रत्याख्यानम् , किं नाम व्यक्तित्वम्, होलिकोत्सवः,अग्य्राणां शतमुद्दिष्टम् . વગેરે પાઠો સરસ રીતે પ્રસ્તુત કરેલ છે