રાજયશાસ્ત્રને આપણે સામાજિક શાસ્ત્રો પૈકીના એક શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. સમાજનો અભ્યાસ કરનારાં વિવિધ શાસ્ત્રો જેવાં કે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ઇતિહાસ વગેરેની જેમ રાજ્યશાસ્ત્ર પણ આવું જ એક શાસ્ત્ર છે, ઓ બધાં સામાજિક શાસ્ત્રો મનુષ્યના સમાજ જીવનના કોઈ ને કોઈ પાસાને સ્પર્શે છે. તેથી જ તો તે સામાજિક શાસ્ત્રો કહેવાય છે, સમાજજીવનનાં જુદાં-જુદાં પાસાંનો વિશિષ્ટ અને સમગ્રતયા અભ્યાસ કરનારાં આ શાસ્ત્રોમાં રાજ્યશાત્રે આગવું સ્થાન ધરાવે છે, અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને પોલિટિકલ સાયન્સ (Political Science) કહેવામાં આવે છે, પોલિટિકલ શબ્દ ગ્રીક ભાષાના ‘પોલિટી’શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને ‘પોલિટી’કહેતાં. આથી રાજ્યશાસ્ત્ર એટલે નગરજીવનની ચર્ચા કરતું શાસ્ત્ર એમ માનવામાં આવતું હતું. એ વખતે નગરરાજજ્યો હતાં, આજે એવાં નગરરાજ્ય રહ્યાં નથી અને તેનું સ્થાન નાનાં-મોટાં વિશાળ રાજ્યોએ લીધું છે તેમ કહી શકાય.
પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે