આ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને સામુહિક રીતે જૂથમાં અધ્યયન કરે તે જરૂરી છે. એવી અધ્યયન પ્રક્રિયામાં મદદરૂપ થાય તેવાં પાઠયપુસ્તકો તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાઠયપુરત્તક એ એક સહજ ઉપલબ્ધ અધ્યયન સામગ્રી છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.તે દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે. પ્રસ્તુત પાઠ્યપુસ્તક પુસ્તક માં 1 થી 14 પાઠ છે અને સાથે પુનરાવર્તન 1 અને 2 છે.