આ પાઠ્યપુસ્તકમાં સંસ્કૃતના ભાષાકીય, સાહિત્યિક તેમજસાંસ્કૃતિક વૈવિધ્યને લક્ષ્યમાં લીધેલું છે. જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની વયકક્ષાને અનુરૂપ કેટલાંક સંપાદન તેમજ સ્વતંત્ર પાઠની સંરચના કરવામાં આવી છે. સંસ્કૃત સંભાષણનાં પાસાંને આવરી લેવાયાં છે. સંસ્કૃત ભાષાનો સઘન પરિચય થાય તે માટે સઘળાં પદોની વિસ્તૃત સમજૂતી અપાઈ છે. સંસ્કૃત સાહિત્યનાં વિવિધ સ્વરૂપોને અહીં પ્રતિનિધિત્વ અપાયું છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તક દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વિચારશક્તિ અને તર્કશક્તિ વિકસે અને તે દ્વારા સર્વાગી વિકાસ થાય તેમજ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં મદદરૂપથાય તે રીતે પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.