ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે " નો રીટર્ન ". સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે...એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે " નો રીટર્ન ".
અમિત...એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે...અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા...જેનું અનુસંધાન જોડાય છે એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.