આ પ્રસ્તુત રચનામાં લેખક ચંદ્રકાંત મહેતા નવ વાર્તાઓની વાત કરે છે. આ સંગ્રહમાં માં લેખક પુરાણની કથાને,પૌરાણિક ચરિત્રો અને ઘટનાઓને વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં પાછું લાવીને એનું પુનર્ઘટન કરે છે. એની પાછળનો હેતુ ભૂતકાળ અને વર્તમાન જે લોકકથાઓમાં એક અવિચ્છિન્ન ધારામાં પ્રવાહિત છે તે જણાવવાનો છે.આ સંગ્રહમાં કેન્દ્રમાં આદિવાસી લોકો ની વાત છે. નીચી જાતના લોકોની વાત કરવા માં આવી છે આ દેશમાં આર્થિક શોષણ ઘણા સમયથી ધાર્મિક સંસ્કારોની માયાજાળ ફેલાવીને એની આડશમાં રહીને સફળતાથી તીર માર્યા છે. આ વાર્તાઓમાં માં જે આદિવાસી સમાજ કે સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય છે.