Manav Dharma: માનવધર્મ
By:
Sign Up Now!
Already a Member? Log In
You must be logged into Bookshare to access this title.
Learn about membership options,
or view our freely available titles.
- Synopsis
- દરેક માનવ, જીવન જીવે છે પરંતુ તેનામાં માનવતા કેટલી છે? જન્મ, ભણતર, નોકરી, લગ્ન, છોકરાઓ, કુટુંબ, અને અંતે મૃત્યુ! શું આ રીતે જીવન ચક્ર ચાલવા નું છે? આવા જીવનનો અંતિમ ધ્યેય શો છે? શા માટે આપણે જન્મ લેવો પડે છે? આપણને શું જોઈએ છે? મનુષ્યનું શરીર આપણને મળ્યું છે... તેણે મનુષ્યની ફરજો બજાવવાની છે. જીવનમાં માનવતા હોવી જોઈએ. પરંતુ માનવતા એટલે શું? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી માનવતાની વ્યાખ્યા આપતા કહે છે કે જયારે કોઈ તમને દુઃખ આપે, તકલીફ આપે છે ત્યારે તમને તે ગમતું નથી, તેથી, તમારે પણ કોઈને દુઃખ આપવું ન જોઈએ. તેમના કહેવા પ્રમાણે એ જ સૌથી મોટી માનવતા છે. જે કોઈ આ સમજશે અને જીવનમાં ઉતારશે એનો અર્થ કે એ માનવતા શું છે તે જાણે છે. મનુષ્યભવ મળ્યો એટલે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જઇ શકે છે. એક મનુષ્ય ગતિ છે અને બીજી ત્રણ - જાનવર ગતિ, દેવ ગતિ અને નરક ગતિ. જેવા કૉઝ હશે તેવા ફળ મળશે. જો આપણે માનવતા બતાવીશું, તો આપણને આવતા જન્મમાં માનવ શરીર મળશે. જો આપણે અમાનવ થઈશું તો આવતો જન્મ પશુના શરીરમાં મળશે, જો આપણે ખુબ જ ખરાબ અને અમાનવીય થઈશું તો આવતો જન્મ નરક ગતિમાં થશે. જો આપણે આપણું જીવન બીજાના ભલા માટે અને કોઈ અપેક્ષા વગર મદદ કરવામાં ગાળીશું તો આપણને દેવગતિ મળશે. જો લોકો માનવતા સમજશે તો માનવ ભવ સાર્થક કરશે એવા ઉમદા હેતુ સાથે પરમ પૂજ્ય દાદાશ્રીએ આ પુસ્તકમાં માનવતાની ચર્ચા કરી છે.
- Copyright:
- 2016
Book Details
- Book Quality:
- Excellent
- Book Size:
- 40 Pages
- ISBN-13:
- 9789385912382
- Publisher:
- Dada Bhagwan Vignan Foundation
- Date of Addition:
- 05/21/21
- Copyrighted By:
- Dada Bhagwan Foundation
- Adult content:
- No
- Language:
- Gujarati
- Has Image Descriptions:
- Yes
- Categories:
- Nonfiction, Self-Help, Religion and Spirituality
- Submitted By:
- Bookshare Staff
- Usage Restrictions:
- This is a copyrighted book.