Samaj thi Prapt Brahmacharya-Uttaradh: સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ)
By:
Sign Up Now!
Already a Member? Log In
You must be logged into Bookshare to access this title.
Learn about membership options,
or view our freely available titles.
- Synopsis
- દરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ મોક્ષ માર્ગમાં વિષય સૌથી મોટું બાધક બની શકે છે. એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ મોક્ષમાર્ગમાં બ્રહ્મચર્યની અનિવાર્યતા (મહત્વતા).... અને પરિણીતો પણ તે કેવીરીતે પામી શકે (સિદ્ધ કરી શકે) તે દર્શાવ્યું છે. વિષયનું વૈરાગ્યમય સ્વરૂપ, તેનાં આ ભવનાં તેમજ આવતા ભવના જોખમો જ્ઞાની પુરુષે બતાડ્યા છે અને બ્રહ્મચર્યના ફાયદાઓ તેની વૈજ્ઞાનિક ચોકસાઈ (એક્ઝેક્ટનેસ) સાથે દેખાડ્યા છે. બ્રહ્મચર્યની ભૂલ વગરની સમજણ, વિષયબીજને નિર્મૂળ કરી જડમૂળથી ઉખેડવાની રીત મુમુક્ષુને (સુજ્ઞ વાચકને બ્રહ્મચર્યનાં પાલનાર્થે) આપવામાં આવી છે. ખંડ ૧ માં પૂજ્ય દાદાશ્રીએ પરિણીતોને અણહક્કનાં વિષયો સામે ચેતવ્યા છે,(મનથી કે વર્તનથી) તેમજ તેના જોખમો (પરિણામો) અને કેવીરીતે સૂક્ષ્માતિસૂક્ષ્મ આકર્ષણ/દ્રષ્ટિદોષ(અણહક્કનાં વિષયો) પણ આપણને મોક્ષમાર્ગમાંથી ચલિત કરી દેશે તે સમજાવ્યું છે. (ધક્કો મારી દેશે.) પરણેલાઓ માટે પોતાની પરણેલી એટલે કે હક્ક્ની સ્ત્રી સાથે સંપૂર્ણ વફાદારી (એકપત્ની વ્રત) એ બ્રહ્મચર્ય સમાન જ છે. પુસ્તકનાં ખંડ ૨ માં સર્વ સંયોગોથી અપ્રતિબદ્ધપણે વિચરતા, મહામુક્તદશા માણતા જ્ઞાની પુરુષે કેવું વિજ્ઞાન નિહાળ્યું !! તે આપણા માટે ખુલ્લું કર્યું છે. જગતનાં લોકોએ મીઠી માન્યતાથી વિષયમાં સુખ માણ્યું, તેઓની દ્રષ્ટિ કેવી રીતે ખીલવવાથી વિષય સંબંધી સર્વે અવળી માન્યતાઓ મૂકાય ને મહામુક્તદશાનું કારણ સ્વરૂપ એવાં ‘ભાવ બ્રહ્મચર્ય’ નાં વાસ્તવિક સ્વરૂપની સમજણ ઊંડાણે ફીટ થાય, વિષય મુકિત કાજે કરવાપણાની સર્વ ભ્રાંતિ તૂટે તેમજ જ્ઞાની પુરુષે પોતે જે જોયો છે, જાણ્યો છે ને અનુભવ્યો છે, એ ‘વૈજ્ઞાનિક અક્ર્મ માર્ગ’નાં બ્રહ્મચર્ય સંબંધીનાં અદ્ભૂોત રહસ્યો આ ગ્રંથમાં વિસ્ફોટતાને પામ્યા છે ! આવાં દુષમકાળમાં કે જ્યાં સમગ્ર જગતમાં વાતાવરણ જ વિષયાગ્નિનું ફેલાઈ ગયું છે, તેવાં સંજોગોમાં બ્રહ્મચર્ય સંબંધી ‘પ્રગટ વિજ્ઞાન’ ને સ્પર્શીને નીકળેલી ‘જ્ઞાની પુરુષ’ ની અદ્ભૂનત વાણી વિષય–મોહથી છૂટી બ્રહ્મચર્યની સાધનામાં રહી, સુજ્ઞ વાચકને અખંડ શુદ્ધ બ્રહ્મચર્યમાં સમજણ સહિત સ્થિર કરે છે.
- Copyright:
- 2016
Book Details
- Book Quality:
- Excellent
- Book Size:
- 312 Pages
- ISBN-13:
- 9789385912658
- Publisher:
- Dada Bhagwan Vignan Foundation
- Date of Addition:
- 09/11/21
- Copyrighted By:
- Dada Bhagwan Foundation
- Adult content:
- No
- Language:
- Gujarati
- Has Image Descriptions:
- Yes
- Categories:
- Nonfiction, Self-Help, Religion and Spirituality
- Submitted By:
- Bookshare Staff
- Usage Restrictions:
- This is a copyrighted book.