Browse Results

Showing 401 through 425 of 581 results

Le Miserables Athava Daridra Narayana

by Victor Hugo

વિક્ટર હ્યૂગોની શ્રેષ્ઠ કૃતિ ‘લે. મિઝેરાબ્લ’ની સ્વ. ગોપાળદાસ દ્વારા સંપાદિત પુસ્તકની પહેલી આવૃત્તિ 1964માં મણિભાઈ વાઘજીભાઈ પટેલે પ્રકાશિત કરી હતી. 1986માં આચાર્ય જે. બી. કૃપાલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ તરફથી તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી હતી. વિશ્વસાહિત્યની આ અજોડ નવલકથા પુન:પ્રકાશિત કરતાં નવજીવન આનંદ અનુભવે છે.

F.Y. B.A. BCHEN 107 - Manav Paryavaran - Manvi Par Badlayela Paryavaranni Asaro 4 - BAOU, IGNOU: F.Y. B.Com.BCHEN 107 માનવ પર્યાવરણ – માનવી પર બદલાયેલા પર્યાવરણની અસરો – 4

by Baou Ignou

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ફરજીયાત વિષયનું છે.

F.Y. B.A. BCHEN 107 - Manav Paryavaran - Manvini Pravrutio Ane Prayavaran 2 - 3 - BAOU, IGNOU: F.Y. B.Com.BCHEN 107 માનવ પર્યાવરણ માનવીની પ્રવૃતિઓ અને પર્યાવરણ - II - ૩

by Baou Ignou

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ફરજીયાત વિષયનું છે.

Luchcho Mitra

by Chandrakant Indu

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Sati Savitri

by Shreepad Joshi

Gangotri Semester 2 - Kutch University Guidebook: ગંગોત્રી સેમિસ્ટર ૨ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Umashankar Joshi

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે

Parab - December 2020: પરબ - ડીસેમ્બર ૨૦૨૦

by Yogesh Joshi

પરબ ડીસેમ્બર –૨૦૨૦

Prarab (November 2020): પરબ (નવેમ્બર ૨૦૨૦)

by Yogesh Joshi

પરબ નવેમ્બર–૨૦૨૦

Ba ane Bapu

by Mukul Kalarthi

મારી સ્ત્રી પ્રત્યેનો મારો ભાવ હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ પ્રત્યેનો મારો ભાવ વર્ણવી શકું. મારી સ્ત્રી મારા અંતરને જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની બીજી કોઈ સ્ત્રી હલાવી શકે એમ નથી. એક અતૂટ મમતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. —બાપુ મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું. —બા

Kon Jityu?

by Mukul Kalarthi

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Gujarat na Sirchatra Sardar

by Mukulbhai Kalarthi

“તમે તમારું સાચું અને મજબૂત સંગઠન ખડું કરો. ઉપરાંત મેં જે નબળાઈઓ ચીંધી છે તે દૂર કરો, આળસ છોડી દો, વહેમો ફગાવી દો, કોઈનો ડર ન રાખો, કુસંપનો ત્યાગ કરો, કાયરતા ખંખેરી નાખો, હિંમત રાખો, બહાદુર બનો અને આત્મવિશ્વાસ રાખતાં શીખો.” “આટલું કરશો તો તમે જે ઇચ્છો છો તે એની મેળે આવી મળશે. જગમાં જેને માટે જે લાયક હોય છે તેને મળે જ છે. આપણી ઉમેદ મોટી છે. આપણે ગુલામીની બેડીઓ તોડી, સ્વતંત્રતા મેળવી રાજસત્તાની લગામ આપણા હાથમાં લેવા માગીએ છીએ. આવી મોટી ઉમેદ રાખવાનો આપણો અધિકાર છે. આવો મોટો અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરનારને પ્રભુ મદદ કરે છે. પ્રભુ તમારું ભલું કરો!”

Sardar Ni Anubhav Vani

by Mukulbhai Kalarthi

સરદારશ્રીના વ્યક્તિત્વનું સાચું દર્શન કરવું હોય તો એમની એ અનુભવપૂત વાણીમાં વ્યક્ત થતા જીવનપ્રેરક સત્યનો પરિચય કરવો જ રહ્યો. આ દૃષ્ટિને લક્ષમાં રાખીને પ્રસ્તુત પુસ્તિકામાં એ અનુભવ-વાણીને તારવીને સમયના ક્રમ અનુસાર ગોઠવીને આપવા નમ્ર પ્રયત્ન કર્યો છે.

Jivta Tehvaro

by Kaka Kalelkar

આપણા ધર્મજીવનનાં મૂળિયાં આપણે માનીએ છીએ તેના કરતાં વધારે ઊંડાં છે. અને જો આજની ચિકિત્સક દૃષ્ટિની સાથે જૂનું ધામિર્ક વાચન એક સામાજિક રિવાજ કે સંસ્થા તરીકે સમાજમાં રૂઢ હોત તો એમાંથી સમાજને કીમતી લોકકેળવણી મળી હોત. એ ખામીની પૂતિર્ જ્યાં સુધી બીજી રીતે થાય નહીં ત્યાં સુધી આ તહેવારો પરત્વે જુદે જુદે પ્રસંગે શ્રી કાકાસાહેબે જે લેખો અથવા નોંધો લખી છે તેનો પણ સંગ્રહ કરવાથી સમાજને આપણું સામાજિક-ધામિર્ક જીવન ફરી સજીવન કરવાનું કંઈક દિશાદર્શન તો મળશે જ. એમ લાગવાથી એવા લેખોનો સંગ્રહ આ આવૃત્તિમાં કરેલો છે. આજના જમાનામાં કેવળ શ્રદ્ધાથી કામ નહીં ચાલે અને કેવળ તાકિર્ક અશ્રદ્ધાથી પણ સામાજિક આત્મા સંતુષ્ટ ન થાય. બંનેનો જ્યાં સમન્વય હોય એવાં લખાણો જ લોકહૃદયને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકે. અહીં એવી કલ્પના બિલકુલ કરેલી નથી કે છેલ્લાં સોબસો વર્ષમાં જે મુગ્ધ રીતે આપણું ધામિર્ક જીવન નભ્યું તે ઢબ જ હંમેશને માટે ચાલતી રહે. આપણો જમાનો આપણી વ્યાપક હાજતો પ્રમાણે નવસર્જનથી આપણે શણગારવો રહ્યો. એને માટેની દૃષ્ટિ કેળવવામાં આ લેખો મદદગાર થશે અને ધામિર્કતાનું વાતાવરણ પેદા કરશે એવી આશા છે.

Ravindra Saurabh

by Kaka Kalelkar

સ્વરાજ્યની હિલચાલના છેવટના કટોકટીના દિવસોમાં જેલજીવન દરમ્યાન જે થોડીક સાહિત્યપ્રવૃત્તિ કરી શક્યો તેમાં રવીન્દ્રનાથની કવિતાનું મનન અને लिपिका નામે પ્રસિદ્ધ થયેલાં એમનાં ગદ્યકાવ્યોના અથવા નિબંધોના સંગ્રહનો અનુવાદ ગણાવી શકાય. लिपिकाનું ભાષાંતર મૂળ મેં પોતે મરાઠીમાં લખ્યું અને ગુજરાતી અનુવાદ ચિ. સરોજિનીએ કર્યો. लिपिकाમાં આવેલાં તમામ ગદ્યકાવ્યો નાજુક પીંછીથી ચીતરેલાં છે. એમાં જીવનાનુભૂતિ છે, કાવ્ય છે, અને કાવ્યમય તત્ત્વજ્ઞાન પણ છે. તેથી એ હળવામાં હળવું છતાં ભારેમાં ભારે સાહિત્ય ગણી શકાય. આની અસર આ જમાનાના લેખકો ઉપર અજાણતાં, પણ વધારેમાં વધારે થવાની છે.

Bapuni Jhankhi

by Kakasaheb Kalelkar

પૂ. બાપુજી વિશે જે કાંઈ વાંચવાને મળે તે લોકોને આનંદદાયક હોય જ છે...આ સંસ્મરણોમાં પૂજ્ય બાપુના સંપૂર્ણ દર્શનની આશા વાચકો ન રાખે. પરંતુ એમના સમૃદ્ધ અને તેજસ્વી જીવનનાં કેટલાંક પાસાંઓનું યથાર્થ દર્શન એમને અહીં જરૂર થશે. ..આ પ્રસંગો મૂળે હિંદીમાં લખાયા હતા અને बापूकी झाँकियाँને નામે પ્રસિદ્ધ થયા હતા. એ ચોપડીનો આ ગુજરાતી અનુવાદ છે.

Himalay No Pravas

by Kakasaheb Kalelkar

પ્રવાસી જેમ જેમ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ તે કુનેહ કેળવે છે; ધીરજ અને ઉદારતા કેળવે છે; અને અંતે સારામાં સારો સમાજશાસ્ત્રી બને છે. પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. મુસાફરીમાં અગવડો આવવાથી માણસને એમ નથી થતું કે આપણા દારિદ્રયનું એ એક પ્રતીક છે. એને થાય છે કે સૂઝશક્તિ કેળવવાની આ એક તક આપણને મળી છે. એક રીતે જોતાં પ્રવાસ એ વ્યક્તિત્વના વિકાસનું સાધન છે; જ્યારે બીજી રીતે જોતાં એ દેશભક્તિનો એક અનુભવ-તરબોળ પ્રકાર છે. જેટલો દેશ આપણે જોયો, તપાસ્યો, પોતાનો કર્યો તેટલા દેશ પ્રત્યે આપણી વિશિષ્ટ લાગણી કેળવાય છે, એની સાથે આત્મીયતા બંધાય છે, એને વિશે અભિમાન અથવા ભક્તિ પેદા થાય છે, આપણે એના ભક્ત બની જઈએ છીએ. કોઈ પણ પ્રાંતની મુસાફરી કરી આવ્યા પછી અખબારોમાં વંચાતા ત્યાંના સમાચારો પ્રત્યે આપણી કેટલી બધી આસ્થા બંધાય છે!

Jya Darekne Pahochavu J Che

by Kakasaheb Kalelkar

જન્મમૃત્યુનો અનુભવ દરેક માણસને છે જ. યથાકાળે એ મળે જ છે. મારે પણ કેટલાંય સગાંવહાલાંને અને આદરણીય સત્પુરુષોને સ્મશાન સુધી પહોંચાડવા પડ્યાં છે. મારે મન સ્મશાન એ અત્યંત પવિત્ર જગ્યા છે. જ્યાં આપણે સગાંવહાલાંનાં શરીરની અંતિમ સેવા કરી એ સ્થાન આપણે માટે અત્યંત પવિત્ર જ હોવું જોઈએ. હિંદુ સંસ્કૃતિમાં મરી ગયેલા માણસનું શરીર અપવિત્ર મનાય છે. સ્મશાન વિશે આદર રાખવાને બદલે એ સ્થાનને આપણે અશુભ માનીએ છીએ એ મોટો દોષ છે. આ સ્થિતિ સુધારવા માટે મેં એક લેખમાળા લખી હતી. ‘સ્મશાનયાત્રા’ એવું જ નામ એને આપત. પણ વાચકોને એ ગમશે નહીં એવો વિચાર મનમાં આવવાથી શીર્ષક આપ્યું ‘જ્યાં દરેકને પહોંચવું જ છે.’ મુંબઈના ગુજરાતી સાપ્તાહિક ‘સુધા’માં આ લેખમાળા ક્રમશ: છપાઈ હતી. વાચકોએ એનું રસપૂર્વક સ્વાગત કર્યું હતું. મને એવો ખ્યાલ છે કે આ લેખમાળા માટે આ સુંદર શીર્ષક ‘સુધા’ના તંત્રીએ સુઝાડ્યું છે. મને એ શીર્ષક ખૂબ ગમ્યું. આ શીર્ષકથી સૂચવાય છે કે આપણો પણ ત્યાં હક્ક છે. સગાંવહાલાંને મૂકવા જઈએ ત્યારની ભાવના સામાન્ય રીતે લાગણીપ્રધાન હોય છે. સ્વદેશના રક્ષણને અર્થે જેઓ લડ્યા અને મર્યા એમની સ્મશાનયાત્રાનું દર્શન, ચિંતન અને સ્મરણ અદ્ભુત હોય છે. એ દર્શન દ્વારા માનવી સંસ્કૃતિની અનેક બાજુઓ ચિંતનનો વિષય બને છે. —કાકા કાલેલકર

Param Sakha Mrityu

by Kakasaheb Kalelkar

'પરમ સખા મૃત્યુ' કોણ કહે છે કે દુનિયામાં દુ:ખ નથી ? દુનિયામાં દુ:ખ જ્યાંત્યા ફેલાયેલું છે પણ જીવન આખું દુઃખથી ભરેલું છે.એમ કહેવું તે જીવન પ્રત્યે અન્યાય કરવા જેવું છે. દુનિયામાં સુખ પણ છે અને દુ:ખ પણ છે. ખાસ જાણવા જેવી વાત એ છે કે કેટલાંક સુખ સુખકર હોવા છતાં ઈચ્છવા જેવા હોતા નથી. એ તો ટાળવા જ સારા, કેમ કે અમુક સુખ માણસને ઉતારનારું, પાડનારું અને હીન બનાવનારું હોય છે. જે સુખ પ્રારંભમાં એટલે કે ભોગવતી વખતે અમૃત જેવું લાગે, પણ પરિણામે ઝેર જેવું હોય, તે સુખને ગીતાએ ટાળવા જેવું ગણ્યું છે. મુત્યુંમાંત્રની બીક રાખવી માણસને માટે યોગ્ય નથી. માણસ પોતાના મૃત્યુની કલ્પનાથી ડરે, અકળાય એ તો કાયરતા જ છે. કોક કોક વાર સત્યાગ્રહી તરીકે, દેશરક્ષણના અર્થે અથવા સજ્જનોના બચાવને અર્થ પ્રાણ અર્પણ કરવાનો વારો આવે ત્યારે માણસ પ્રસન્નતાપૂર્વક મુત્યુને ભેટવા તૈયાર થઇ જાય.

Sankshipta Smaran Yatra

by Kakasaheb Kalelkar

આ ચોપડી વાંચીને મારા બાળમિત્રોને આનંદ થાય તો મને પૂરતો સંતોષ છે. પણ મારી અપેક્ષા એ છે કે બાળવાચકો જેમ જેમ આ પ્રકરણો વાંચતાં જાય તેમ તેમ પોતાના જીવનમાંના આવા જ અથવા બીજા રસિક પ્રસંગો યાદ કરીને લખતા જાય અને શિક્ષકોની સહેજસાજ મદદ લઈને માસિકોમાં છાપવા માટે મોકલતા જાય. આપણે ત્યાં બાળકો માટે લખેલું સાહિત્ય વધતું જાય છે, બાળકોએ જાતે લખેલું સાહિત્ય હજી પ્રગટ થતું નથી.

Chamkto Taro

by Abdulla Kamal

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

English Grammar Activity Book Semester 1 class 6 - GSTB

by V. C. Khatri

Textbook for sem 1 for English Grammar Activities.

English Grammar Activity Book Semester 1 class 7 - GSTB

by V. C. Khatri

Textbook for Sem 1 for English grammar activities.

English Grammar Activity Book Semester 2 class 6 - GSTB

by V. C. Khatri

Textbooks for Sem 2 for English grammar activities.

English Grammar Activity Book Semester 2 class 7 - GSTB

by V. C. Khatri

Textbook for Sem 2 for English grammar activities.

Klapina Shrestha Kavyo Semester 1 - Kutch University Guidebook: ક્લાપીનાં શ્રેષ્ઠ કાવ્યો સેમિસ્ટર ૧ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Klapi

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષય ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જેના કોડ CEGJ - 101 & OEGJ – 101 છે.

Refine Search

Showing 401 through 425 of 581 results