Browse Results

Showing 451 through 475 of 581 results

Garvi Gujarati class 8 - Maharashtra Board: ગવરી ગુજરાત ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાં સામાજિક, બોધાત્મક, રમૂજી, ભાવનાપ્રધાન-જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક કૃતિઓ તેમજ કૃતિઓ અંતર્ગત આવતાં જીવનમૂલ્યો તમારે આત્મસાત કરવાના છે. તે સાથે જ નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારા અને જીવનમાં સકારાત્મક વલણ તરફ વળવાની દષ્ટિકોણ તરફ અગ્રેસર થાઓ તેવા કાવ્યો પણ આપેલા છે.

Gavri Gujarati class 10 - Maharashtra Board: ગવરી ગુજરાતી ધોરણ 10 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળદસમાં ધોરણ ના આ પાઠયપુસ્તકમાં પશ્રમપ્રતિષ્ઠા, વિપરિત પરિસ્થિતિનો સામનો, પર્યાવરણનું સંવર્ધન, પ્રકૃતિ તત્ત્વો પ્રત્યે અહોભાવ, સકારાત્મક દષ્ટિકોણ, માતૃપ્રેમ, દેશપ્રેમ, હસ્તકલા, હાસ્યકલા, સંવેદનશીલતા, વાચનપ્રેરણા, ભણતરનું મહત્ત્વ, આધુનિક તંત્રજ્ઞાન જેવા મૂલ્યો સાંકળી લેતા પાઠ/કાવ્યો અહીં સમાવિષ્ટ કરી લીધા છે. જેનાથી તમે સામાજિક જવાબદારી, નૈતિક જવાબદારી સહજ રીતે પાર પાડી શકશો. ભાષિક સમજ અંતર્ગત સરળ પદ્ધતિથી આપેલું વ્યાકરણ તમારા ભાષાભ્યાસને વધુ દૃઢ બનાવશે. શબ્દોના અર્થ, જોડશબ્દ, સહસંબંધ તમને ‘શબ્દકોશ’ તરફ વાળો... વિશેષવાચન દ્વારા તમારી વાચનકળા ખીલશે અને લેખન કૌશલ્ય દ્વારા તમારી લેખનરૂચિ વધશે. પ્રસ્તુત પાઠયપુસ્તક તમારા મૂળભૂત કૌશલ્યો વિકસાવવામાં સહાયભૂત બનશે એટલું જ નહિ, પણ પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવવા માટે પણ ઉપયોગી બની રહેશે

Gavri Gujarati class 9 - Maharashtra Board: ગવરી ગુજરાતી ધોરણ-૯ મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે નવમાં ધોરણના આ પાઠયપુસ્તકમાં સામાજિક-બોધાત્મક-રમૂજી- ભાવનાપ્રધાન- જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક પાઠ આપેલા છે. તે સાથે જ નૈતિક મૂલ્ય વધારનારાં, સ્ત્રી-પુરુષ સમાનતાની ભાવના દૃઢ કરનારાં, નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારાં અને જીવનમાં હંમેશાં પ્રગતિની દિશા તરફ જવા તત્પર કરનારાં કાવ્યો આપેલાં છે. ભાષિક સમજ અંતર્ગત ખૂબ જ સરળ અને સાદી પદ્ધતિથી વ્યાકરણ આપ્યું છે. તમે એ સહજ સમજી જશો. અલગ અલગ પ્રકારના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાથી તમારી સર્જનશક્તિ વિકસશે, કલ્પનાશક્તિ વધશે અને આકલનશક્તિ દૃઢ થશે તેવો વિશ્વાસ છે.

Gujarati Sahitya Bharti class 9 - Maharashtra Board: ગુજરાતી સાહિત્ય ભારતી ધોરણ ૯ - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે નવમાં ધોરણના પાઠયપુસ્તકમાં પ્રાણીપ્રેમ, શ્રમપ્રતિષ્ઠા, પ્રકૃતિની સુંદરતા, રમૂજીકથા, મોટાઓ પ્રત્યે માન-સન્માન, પર્યાવરણ, પ્રાચીન કથાઓ અને ગ્રામ્ય સંસ્કૃતિને વ્યક્ત કરતી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના સ્વાધ્યાયો અભ્યાસવાથી તમારી આકલન શક્તિ દૃઢ થશે. ‘વાંચો, વિચારો અને નક્કી કરો', ‘શબ્દરમત', ‘ભેજું કસો', ‘વાક્યોને ક્રમમાં ગોઠવો', ‘જોડણીભેદથી થતા અર્થભેદ’ વગેરે ઉપક્રમો તમારી સર્જનશક્તિને વેગ આપવા સાથે ખીલવશે પણ તેવી ચોક્કર ખાતરી છે. ‘કૃતિમાંથી શબ્દો શોધો', ‘નિરીક્ષણ કરો’ અને ‘ચર્ચા કરો’ જેવી વિચારશીલ પ્રવૃત્તિઓ આકલન શક્તિ વધારશે. વિશેષ વાંચન અને લેખન કૌશલ્ય અંતર્ગત આપેલી માહિતી ચોક્કસ જ્ઞાનવર્ધક ઠરશે.

Sahitya Bharti class 10 - Maharashtra Board: સાહિત્ય ભારતી ધોરણ 10 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ દસમાં ધોરણ ના આ પાઠયપુસ્તકમાં ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા વિચારો વ્યક્ત કરવા માટે શબ્દસંપત્તિ બહોળી હોવી જરૂરી છે. સરળ વ્યાકરણ અને કૃતિયુક્ત સ્વાધ્યાયો આપની ભાષાભિવ્યક્તિ સમૃદ્ધ બનાવશે. સર્વધર્મ સમભાવ, દેશપ્રેમ, કુટુંબપ્રેમ, ભારતનો સાંસ્કૃતિક વારસો, પર્યાવરણ, સકારાત્મક અભિગમ, હળવું હાસ્ય, બચત કરવાની વૃત્તિ, આપત્તિનો સામનો કરવાની શકિત, સંવેદનશીલતા વ્યક્ત કરતી કૃતિઓને અહીં સમાવિષ્ટ કરવામાં આવી છે. પ્રત્યેક પાઠ/કાવ્યના અંતે આપેલા વૈવિધ્યપૂર્ણ સ્વાધ્યાયો તેમજ ઉપક્રમોને લીધે તમારી સર્જનશક્તિને વેગ મળશે. શબ્દોના અર્થ, જોડશબ્દ, સહસંબંધ જેવી કૃતિઓને લીધે ‘શબ્દકોશ' વાપરવાની તમને ટેવ પડશે. વિશેષવાંચન તમને વાંચન તરફ વાળો અને લેખન કૌશલ્ય તમારી લેખન રુચિ વધારશે. આમ મૂળભૂત ભાષિક કૌશલ્યો વિકસાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. પાઠયપુસ્તક અને આધુનિક તંત્રજ્ઞાનનો તમે સમન્વય સાધી શકો છો.

Sahitya Bharti class 8 - Maharashtra Board: સાહિત્યભારતી ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાંના પાઠ, કવિતા, સામાજિક કથા પૌરાણિક કથા, વૈજ્ઞાનિક માહિતી, નૃત્યકલા વાંચીને તમને નવાં-નવાં શબ્દ, રૂઢિપ્રયોગો, પ્રસંગોની જાણ થશે. આ પુસ્તક વાંચીને/અભ્યાસીને માતૃભાષામાં રુચિ વધશે, તેવી અપેક્ષા છે.આ પાઠયપુસ્તક તમને જાતે નવું લખવા અને બોલવાની તક આપશે. પુસ્તકની કૃતિઓ દ્વારા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો રચનાત્મક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન મળશે, એવી ખાતરી છે.આપણી ભાષા શીખતાં-શીખતાં આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું પણ જતન કરતાં શીખવે.

Sahitya Parichay class 5 - Maharashtra Board: સાહિત્ય પરિચય ધોરણ ૫ - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાંચમાં ધોરણ ના આ શૃંખલાનું આ પ્રથમ પુસ્તક છે. તેથી આ વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા સમજાય, બોલતાં, વાંચતા અને લખતાં આવડે તેવી અપેક્ષા છે. સાથે જ વિદ્યાર્થીઓની સંભાષણ શક્તિ યોગ્ય રીતે વિકસે, વ્યાકરણનું જ્ઞાન તબક્કાવાર પ્રાપ્ત કરે અને ગુજરાતી ભાષાને સારી રીતે આત્મસાત કરી તેનો આદર કરતાં થાય તેવી પણ અપેક્ષા છે. આ પુસ્તકમાં શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા દ્વારા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા કેળવાશે, અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયા સરળ અને સહજ બની વર્ગનું વાતાવરણ જીવંત બનશે. ‘હું વાંચુ... તમે પણ વાંચો” દ્વારા વિદ્યાર્થીની વાચન રુચિ વધશે. નવું વાંચવાની, જાણવાની પ્રવૃત્તિને ગતિ મળશે. દરેક કૃતિ નીચે આપેલા ઉપક્રમો વિદ્યાર્થીઓને આનંદદાયી શિક્ષણ પ્રદાન કરવામાં ઉપયોગી નિવડશે એવી ખાતરી છે.

Sahitya Parichay class 6 - Maharashtra Board: સાહિત્ય પરિચય ધોરણ 6 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ ધોરણ છઠ્ઠા માટે સંયુક્ત ભાષા ગુજરાતીનું સાહિત્ય પરિચયનું પાઠયપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પાઠ્યપુસ્તક આપના હાથમાં મૂકતા અમને આનંદ થાય છે. અધ્યયન-અધ્યાપન પ્રક્યિા બાલકેંદ્રી તેમજ આનંદદાયી બની રહે, સ્વયંઅધ્યયન ઉપર ભાર આપવામાં આવે, તેવા વ્યાપક દૃષ્ટિકોણથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ ધોરણની આખરે વિદ્યાર્થીઓએ કઈ ક્ષમતા પ્રાપ્ત કરવી તે દર્શાવતા ભાષાવિષયક અપેક્ષિત ક્ષમતા વિધાનોનો પાઠયપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંયુક્ત ભાષા શીખનાર વિદ્યાર્થીઓના ભાવવિશ્વને ધ્યાનમાં રાખીને આ પાઠ્યપુસ્તકમાં ગદ્ય અને પદ્ય કૃતિઓને પસંદ કરવામાં આવી છે. ભાષિક કૌશલ્યોના વિકાસ માટે નવીનતા સભર સ્વાધ્યાયો, પ્રસ્તાવના અંતર્ગત કૃતિઓ, પ્રકલ્પો તેમજ સંભાષણની પ્રવૃત્તિઓ આપેલી છે. શિક્ષકોના માર્ગદર્શન માટે દરેક કૃતિના અધ્યાપન માટે અધ્યાપન સંકેત આપેલા છે.

Melo Semester 2 - Kutch University Guidebook: મેળો સેમિસ્ટર ૨ - કચ્છયુનિવર્સિટી ગાઈડબુક

by Mavji Maheswari

આપુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન : 2016 - 17થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જેનાકોડ CEGJ - 204 & OEGJ – 204 છે.

Leeludi Dharti part 1: લીલુડી ધરતી ભાગ 1

by Chunilal Mandia

લીલુડી ધરતી સામાજિક નવલકથા ભાગ ૧ અને ૨ માં વહેચાયેલી છે અને ભાગ ૧ માં ૨૬ પ્રકરણો માં આપેલ છે.

Leeludi Dharti part 2: લીલુડી ધરતી ભાગ 2

by Chunilal Mandia

લીલુડી ધરતી સામાજિક નવલકથા ભાગ ૧ અને ૨ માં વહેચાયેલી છે અને ભાગ ૨ માં ૩૮ પ્રકરણો આવેલ છે

Gitadhvani

by Kishorlal Mashruvala

સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળાનો ગીતાનો સમશ્લોકી અનુવાદ ‘ગીતાધ્વનિ’ની આજ સુધીમાં સવા બે લાખ કરતાં વધુ નકલો લોકોના હાથમાં પહોંચી ચૂકી છે. ‘ગીતાધ્વનિ’ પહેલી વાર 1934માં પ્રસિદ્ધ થયું. 1946માં અનુવાદકે એટલે કે કિશોરલાલ મશરૂવાળાએ જ તેમાં કેટલાક સુધારા કર્યા. તેની વાત તેમણે ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખી છે તે વાચક જોઈ શકશે. ગીતાનો સમશ્લોકી અનુવાદ, તેના અમુક શબ્દો અને શ્લોકો પરની ટિપ્પણીઓ, વિવિધ નામોને સંલગ્ન પાત્રો ની સ્પષ્ટતા અને કઠણ શબ્દોના અર્થોથી સજ્જ આ પુસ્તક ગીતા વિષે એક અદભૂત સંદર્ભ ગ્રંથ છે.

Budhdha Ane Mahavir

by Kishorlal Mashruwala

બુદ્ધ અને મહાવીર પુસ્તક માં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર એવા બે મહાપુરુષો વિશે આલેખન કર્યુ છે.

Niranjan: નિરંજન

by Jhaverchand Meghani

આ વાર્તા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક સ્નેહીઓને પણ એ ગમી હતી. ૪૩ પ્રકરણ માં વાર્તા બહુ રસપ્રદ રીતે લખાયેલી છે.

Stories of Rasadhara Part-1: રસાધારાની વાર્તાઓ ભાગ-૧

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે

Stories of Rasadhara Part-2: રસાધારાની વાર્તાઓ ભાગ-૨

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે.

Mahasweta Devini Shreshth Vartao: મહાશ્વેતા દેવીની શ્રેષ્ઠ વાર્તાઓ

by Chandrakant Mehta

આ પ્રસ્તુત રચનામાં લેખક ચંદ્રકાંત મહેતા નવ વાર્તાઓની વાત કરે છે. આ સંગ્રહમાં માં લેખક પુરાણની કથાને,પૌરાણિક ચરિત્રો અને ઘટનાઓને વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં પાછું લાવીને એનું પુનર્ઘટન કરે છે. એની પાછળનો હેતુ ભૂતકાળ અને વર્તમાન જે લોકકથાઓમાં એક અવિચ્છિન્ન ધારામાં પ્રવાહિત છે તે જણાવવાનો છે.આ સંગ્રહમાં કેન્દ્રમાં આદિવાસી લોકો ની વાત છે. નીચી જાતના લોકોની વાત કરવા માં આવી છે આ દેશમાં આર્થિક શોષણ ઘણા સમયથી ધાર્મિક સંસ્કારોની માયાજાળ ફેલાવીને એની આડશમાં રહીને સફળતાથી તીર માર્યા છે. આ વાર્તાઓમાં માં જે આદિવાસી સમાજ કે સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય છે.

Tatvagyan class 11 - GSTB: તત્વજ્ઞાન ધોરણ ૧૧ - જીએસટીબી

by Shri Mehta Mukundbhai Dave Shobhanabhan Shah Raja Dave Shri Rawal

પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે અને 10 સ્વાધ્યાય આપેલ છે સાથે ૪૦ મનોયત્ન પણ આપેલ છે.

Chanakya Niti (Chanakya Sutra Sahit): ચાણક્ય નીતિ (ચાણક્ય સૂત્ર સહિત)

by Acharya Rajeshwar Mishra

જેમણે ભારતની આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થાને સુનિયોજીત બનાવી રાખવાની એક ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો. પોતાની કૂટનીતિઓથી શત્રુઓનું દમન કર્યું, પોતાની પ્રતિભાથી સંસ્કૃત સાહિત્યને મહત્વપૂર્ણ બનાવ્યું. ત્યાગ અને બુદ્ધિમત્તાથી ભારતનું ગૌરવ વધાર્યું, જેમણે આજીવન ચરિત્ર, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને પ્રમુખતા આપી, એ પુરુષશિરોમણીનું નામચાણક્ય છે. તેઓ બુદ્ધિથી તીક્ષ્ણ, ઈરાદાના પાક્કા, પ્રતિભાના ધની, દૂરદર્શી અને યુગ - નિર્માતા હતા, એમના જીવનનો એક ઉદ્દેશ્ય હતો. પ્રસ્તુત સંસ્કરણ વાચકોને સરળતાથી સમજમાં આવી જાય એ માટે સરળ, સુસ્પષ્ટ અને બોધગમ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મારું માનવું છે કે આ અથાગ જ્ઞાનરૂપી ગ્રંથનું અધ્યયન મનુષ્યએ પોતાના જીવનકાળમાં એક વાર અવશ્ય કરવું જોઈએ.

Anmol Bhet

by Mustak Momin

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Coffee Stories: Coffee સ્ટોરીઝ: એક સિપ હૂંફાળા સંબંધોને નામ!

by Raam Mori

આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટાયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ ખરેખર કોફીના કપ સાથે પુરી થઇ જાય અને કોફીની જેમ મગજ સતેજ કરી દે એવી વાર્તાઓનો સમુહ!

Mahotu (Short Stories): મહોતું

by Raam Mori

'રામ મોરી'. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે. ‘મહોતું’ સંગ્રહની વાર્તાઓ તમે સમજી શકશો પણ એ કથાઓની અંદર ઘૂંટાયેલા ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે અઘરું થઈ પડશે. આ કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવું વાસ્તવ સમાજની સામે દાંતિયા કરીને ઉભું છે. 21મી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની એવી કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી...એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગૂઠાછાપ, અદ્યતન ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં..... સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી!

Maro Parivaar

by Arshi Naaz Kuldeep Sandhu Sushila

A girl wants to introduce you to her family. Meet her beautiful family in this story.

Kedarnathji ane K. G. Mashruwala vacche no Patra-Samwad

by G. M. Nandurkar

ભારતવર્ષમાં સામાન્ય રીતે ગુરુશિષ્યસંબંધની જે કલ્પના છે, તે કરતાં નાથજી અને અમારી વચ્ચેનો ગુરુશિષ્યસંબંધ કાંઈક જુદા પ્રકારનો રહ્યો છે. એનું શ્રેય અમને છે, તે કરતાં પૂ. નાથજી અને પૂ. ગાંધીજીને વધારે છે. અમારી ઉછેરના સંસ્કારો તો સામાન્ય રીતે આપણા દેશના જિજ્ઞાસુઓમાં હોય છે તેવા જ હતા. અમારી ઉંમર ત્રીસ વર્ષથી ઓછી હતી. બુદ્ધિ પક્વ થયેલી નહોતી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વગેરેના અમારા સંસ્કારો જૂની સાંપ્રદાયિક ઘરેડના જ હતાં. એક બાજુથી જે બે જુદા સંપ્રદાયોમાં અમે ઊછર્યા હતા, તેમાં અમારી જુદી જુદી બુદ્ધિ મુજબ ધર્મ, જ્ઞાન અને મોક્ષની સંપૂર્ણ અથેતિ છે અને તેની તોલે કોઈ બીજા સંપ્રદાય, દર્શન, વગેરે આવી શકે નહીં, એવી દૃઢ શ્રદ્ધા હતી. બીજી બાજુથી ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના મોક્ષ નહીં—એ પણ એમારી ભાવના હતી. આથી સંપ્રદાયના ચોકઠામાં જ અમે ગુરુને શોધતા. ગૃહ, સંસાર, સમાજ, વગેરેને અમે સ્વાર્થના અને મિથ્યા, નાશવંત, સંબંધો માનતા; તેમાંથી નાસી છૂટવાની અમારી વૃત્તિ હતી. આ બધાની મનમાં ઘણી ગડમથલો ચાલતી હતી. તેટલામાં અમને પૂ. નાથની નવા રૂપે ઓળખાણ થઈ. ...અમને અનાયાસે ખબર પડી કે તેમણે હિમાલયમાં અનેક વર્ષો ગાળી, યોગ વગેરે સાધી ‘આત્મસાક્ષાત્કાર’ કર્યો છે. આ એમનો નવી દૃષ્ટિએ પરિચય થયો, અને અમે તેમને એક સિદ્ધ યોગી તથા બ્રહ્મનિષ્ઠ પુરુષ તરીકે વળગ્યા.

Bai

by Capt. Narendra

Memoires in the form of a diary written in 1967 by Vimlabai Edited and translated into Gujarati from original Marathi by Capt. Narendra.

Refine Search

Showing 451 through 475 of 581 results