Browse Results

Showing 26 through 50 of 581 results

Guru Shishya: ગુરુ શિષ્ય

by Dada Bhagwan

જગત માં કેટલાય જુદા જુદા સંબંધો છે, જેમ કે પિતા-પુત્ર, માતા-પુત્ર અથવા પુત્રી, પતિ-પત્ની વગેરે., અને જગત માં ગુરૂ-શિષ્ય જેવા નાજુક સંબંધો પણ હોય છે. આ એવો સંબંધ છે જેમાં ગુરૂ ને સમર્પણ કર્યા પછી શિષ્ય આખી જીન્દગી નિષ્ઠાપૂર્વક તેમને વળગી રહે છે, અને તેમના પ્રત્યે પોતાનો પરમ વિનય વધારતો રહે છે, તે ગુરૂ ની આજ્ઞા માં રહે છે અને વિશેષ પ્રકારની પરમ આધ્યાત્મિક સિદ્ધિ મેળવે છે. આ પુસ્તક માં આદર્શ ગુરૂ અને આદર્શ શિષ્ય કેવા હોવા જોઈએ તેનું સુંદર વર્ણન કરવા માં આવ્યું છે. વર્તમાનમાં ગુરુ વિષે ઘણી જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે તેથી લોકો સાચા ગુરુને કેવી રીતે શોધવા ? તેના ગૂંચવાડામાં પડી જાય છે.આ વિષય પર ગુંચવતા પ્રશ્નો, પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) ને પૂછવામાં આવ્યા છે. અને તેમને પ્રશ્નકર્તાને સંતોષ થાય ત્યાં સુધી આ પ્રશ્નોનાં જવાબ આપ્યા છે. સામાન્ય રીતે લોકો ગુરૂ, સતગુરુ (સંત) અને જ્ઞાની ને સરખા ગણે છે, જયારે આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી ત્રણે વચ્ચે નો સ્પષ્ટ તફાવત બતાવે છે. બન્ને ગુરૂ અને શિષ્ય મુક્તિ ના માર્ગ પર આગળ વધે તે ધ્યેય અને દ્રષ્ટિ થી પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાની પદ માં રહી ગુરૂ શિષ્ય ના સંબંધો ની જુદી જુદી દ્રષ્ટિ થી સમજણ આપે છે.

Aptavani-14 Part-4: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૪

by Dada Bhagwan

આ આપ્તવાણીમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ અનુભવેલા આત્માના ગુણધર્મો અને સ્વભાવનું વર્ણન છે. થિયરેટિકલ અને એટલું જ પ્રેક્ટિકલ રીતે, એ ગુણને ઉપયોગમાં પોતે કેવી રીતે લઈ શક્યા, એમને એ વર્ત્યું છે અને આપણને પણ એને ઉપયોગમાં લઈ આત્મામાં આવી જવાની અદભુત સમજ આપી શક્યા. અને એ ગુણ ઉપયોગમાં લઈ સંસારી પરિસ્થિતિઓમાં વીતરાગતા કેવી રીતે રાખી શકાય, તેવી વાતો સિદ્ધ સ્તુતિના ચેપ્ટરમાં આપણને પ્રાપ્ત થાય છે તથા લૌકિક માન્યતાઓ સામે વાસ્તવિકતા શું છે ? તેમ જ માન્યતાઓની વિવિધ દશાઓમાં આ ગુણ-સ્વભાવ કેવી રીતે ઉપયોગમાં લેવાય ? જ્ઞાની પુરુષને આવા ગુણ-સ્વભાવ કેવી રીતે યથાર્થપણે વર્તે છે ? અને એથી આગળ તીર્થંકર સાહેબોને સર્વોચ્ચ દશામાં કેવું વર્તતું હશે ? એ બધી વાતો દાદા શ્રીમુખે નીકળી છે, તે સર્વ અત્રે સમાવિષ્ટ થઈ છે.

Aptavani-14 Part-3: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૩

by Dada Bhagwan

આપ્તવાણી ૧૪, ભાગ ૩ માં પ્રકાશિત પ્રશ્નોત્તરી સત્સંગમાં પરમ પૂજ્ય દાદાશ્રી આત્મજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન દશા સુધી પહોંચવા માટેની બધી સમજણ ખુલ્લી કરે છે. ખંડ ૧ માં આત્માના સ્વરૂપો રીઅલી, રીલેટીવલી, સંસાર વ્યવહારમાં દરેક રીતે, કર્મ બાંધતી વખતે, કર્મફળ ભોગવતી વખતે અને પોતે મૂળ સ્વરૂપે કોણ છે, એમ અસ્તિત્વના સ્વરૂપો જે જ્ઞાની પુરુષના શ્રીમુખે બોલાયા છે, એના વિગતવાર ફોડ પ્રાપ્ત થાય છે. પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા, પાવર ચેતન, મિશ્રચેતન, નિશ્ચેતન ચેતન અને મિકેનીકલ ચેતનની જ્ઞાનીની દ્રષ્ટિમાં જે યથાર્થ સમજણ છે તે શબ્દોના માધ્યમથી પરમ પૂજ્ય દાદાશ્રીની વાણી દ્વારા પ્રાપ્ત થાય છે. ખંડ ૨ માં જ્ઞાન સ્વરૂપની સમજણ, સ્વરૂપના અજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધીના પ્રકારો તેમજ જ્ઞાન-દર્શનના વિવિધ પ્રકારોની વિસ્તૃત સમજણ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનમાં કુમતિ, કુશ્રુત, કુઅવધિ તથા જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ પાંચ વિભાગ તેમજ દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન વગેરેના આધ્યાત્મિક ફોડ પ્રાપ્ત થાય છે.

Vani Vyavahar (Sanxipt): વાણી વ્યવહાર (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

શબ્દો પૈસા સમાન છે.એક એક ગણીને પૈસાની જેમ તેનો ઉપયોગ કરો. પરમ પૂજ્ય દાદાશ્રી વાણીને લગતા મૂળભૂત અને સુક્ષ્મ સિદ્ધાંતોની ઊંડી સમજ આપે છે. આપણા મિત્રો અને કુટુંબીજનો સાથેની આપણી વાણી કેમ શુદ્ધ કરવી કે જેથી કોઈને દુઃખ ન થાય, તેના વ્યવહારુ ઉકેલો તેઓ આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કુશળતાથી, જુદા જુદા દાખલાઓ સાથે એવી આપે છે જેથી વાચકને એવું લાગે છે મારા જ જીવનની વાતો છે. તેમના ઉકેલો સીધા હ્રદયને સ્પર્શે છે અને મુક્તિ ભણી લઇ જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ વાણીનું ખરું સ્વરૂપ ખુલ્લું કર્યું છે. વાણી જડ છે. તે એક રેકોર્ડ છે. જયારે તમે ટેપ વગાડો છો ત્યારે તે ટેપ પહેલાં રેકોર્ડ કરેલી હોવી જોઈએ, ખરું ને? તેવી જ રીતે, તમારી આખી જિંદગીની વાણીની ટેપ ગયા ભવમાં રેકોર્ડ થયેલી છે અને આ ભવ માં તે ફક્ત વાગી રહી છે. જેમ રેકોર્ડ ઉપર પીન મુકતાં તે વાગવા માંડે છે, તેવી જ રીતે જેવા સંજોગો ભેગા થશે કે તેવી તમારી વાણીની રેકોર્ડ વાગવા માંડશે. વાણીનું વિજ્ઞાન સમજવા માટે આગળ વાંચો....

Prem: પ્રેમ

by Dada Bhagwan

પ્રેમથી આખી જિંદગીમાં પત્ની અને સંતાનોની ભૂલ ક્યારેય પણ નહિ દેખાય. પ્રેમમાં કોઈ ભૂલો દેખાતી જ નથી. લોકો એકબીજાની ભૂલો કેમ જુએ છે તે જુઓ, ‘તું આવો છે’ ‘ના, તું આવો છે.’ જગતે પ્રેમનો એક અંશ પણ જોયો નથી. આ બધું મોહ અને આસક્તિ છે. શુદ્ધ પ્રેમ વધતો કે ઘટતો નથી. શુદ્ધ પ્રેમ બિનશરતી હોય છે. પ્રેમમાં કોઈ અપેક્ષા નથી હોતી. પ્રેમ ક્યારેય કોઈ અપેક્ષા રાખતો નથી. જગતના વ્યવહારમાં, ફક્ત પ્રેમ જ બાળકો, કામદારો અને બીજા બધાને જીતી શકે છે. બીજા બધા ઉપાયો અંતે નિરર્થક પુરવાર થશે. તમે છોડ ઉગાડો છો, તેને પણ તમારે પ્રેમથી સિંચન કરવું પડે છે. ફક્ત પાણી નાખીને તેની પર બુમો પાડવાથી નહિ ચાલે. જો પ્રેમથી ઉછેરવામાં આવે, તેની સાથે પ્રેમથી વાતો કરવામાં આવે, તો તે તમને મોટા સુંદર ફૂલો આપશે! તો અનુમાન કરો, મનુષ્યો પર આ પ્રેમ કેટલી મોટી અસર કરી શકે!. જગતે અગાઉ ક્યારેય જોયો, સાંભળ્યો, માન્યો કે અનુભવ્યો નથી તેવો પરમ પ્રેમ આપણે જોઈતો હોય તો પ્રેમની જીવતી મૂર્તિ એવા જ્ઞાની પુરુષની ભક્તિ કરવી જોઈએ. તમારા જીવન ને પ્રેમ અને સુખથી ભરી દેવા વાંચો....

Pratikran (Sanxipt): પ્રતિક્રમણ (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

પોતાની ઈચ્છા ન હોવા છતાં દરેક મનુષ્ય ભૂલો કરે છે. લોકો પોતાની ભૂલોમાં સપડાય છે અને સતત ભોગવટામાં રહે છે. તેમને એનાથી મુક્ત થવાની, આંતરશાંતિ મેળવવાની, અને મુક્તિના રસ્તે આગળ વધવાની અંતરથી ઈચ્છા હોય છે. તીર્થંકરો અને જ્ઞાનીઓએ આ જગતને આવા દુઃખો માંથી છૂટવાનું એકમાત્ર સાધન (શસ્ત્ર) આપ્યું છે, અને તે સાધન (શસ્ત્ર) એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન (આલોચના – પોતાની ભૂલોની કબુલાત કરવી; પ્રતિક્રમણ – ભૂલોની માફી માગવી; અને પ્રત્યાખ્યાન – ભૂલો ફરી નહિ કરવાનો દ્રઢ નિશ્ચય). અસંખ્ય લોકો એ આ સાધન (શસ્ત્ર)થી નફરત અને વેરભાવના વિશાળ વટવૃક્ષના મૂળ નો નાશ કરી મુક્તિરૂપી સંપતિ મેળવી છે. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને પોતાની વાણી વડે પ્રતિક્રમણનું આ વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. તેમના કહેલા શબ્દો આ અને બીજા ઘણા પુસ્તકો માં જોવા મળશે; સત્ય અને મુક્તિના આકાંક્ષી માટે આ શબ્દો અમુલ્ય પુરવાર થશે.

Pati Patnino Divya Vyavahar (Sanxipt): પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

શાંતિ કેમ પ્રવર્તી શકે? શાંતિ માટે, તમારે ધર્મ (પોતાની ફરજો, નૈતિક આચરણના સિદ્ધાંતો ) સમજવો પડશે. તમારે ઘરમાં બધાને કહેવું, “ આપણે કંઈ એકબીજાના દુશ્મન નથી; કોઈના એકબીજા સાથે ઝઘડા ન હોવા જોઈએ. મતભેદની કોઈ જરૂર નથી. આપણી પાસે જે છે તેને એકબીજામાં વહેંચીને આપણે સુખી રહીએ.” આપણે આ રીતે વિચારવું અને કરવું જોઈએ. આપણે ઘરની વ્યક્તિઓ સાથે ક્યારેય પણ ઝઘડવું ન જોઈએ. જેમની સાથે એક જ ઘરમાં રહેવાનું છે તેમની સાથે આપણે શા માટે ઝગડીએ? બીજાને દુઃખી કરી ને કોઈ ક્યારેય સુખી થયું નથી. આપણે સુખ આપી ને સુખી થવા માંગીએ છીએ. ઘરમાં બીજાને સુખી કરીને જ આપણે સુખી થઈ શકીશું. આ સમજણ વડે અથડામણ ટાળશું તો આપણને સ્મિત સાથે સરસ મજાની ચા મળશે. નહિ તો આપણને ચા મળે તેનાથી પહેલાં જ તેઓ તેને બગાડી દેશે. “પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર” આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના સંબંધોની સમસ્યાઓ ઉકલી શકે અને સુખી લગ્ન જીવન જીવી શકાય, તેને લગતા દરેક જાતના સવાલોના જવાબો આપ્યા છે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા છતાં તેમને આખી જિંદગીમાં તેમના પત્ની સાથે એકપણ મતભેદ થયો ન હતો. આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધી પૂછાયેલા સવાલ-જવાબનો સંગ્રહ કરાયો છે. લગ્ન જીવન ને સુખી કરવાની બધી ચાવીઓ ‘અક્રમ વિજ્ઞાન’માં મળશે.

Paisano Vyavahar (Sanxipt): પૈસાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

તમને ક્યારેય એવું અચરજ થયું છે કે શા માટે કેટલાક લોકો પાસે પૈસા છે અને કેટલાક પાસે નથી?, પૈસા અને આધ્યાત્મિકતા વચ્ચે શું સંબંધ છે? નીતિ એ જગતના વ્યવહારનું મુખ્ય તત્વ છે. તમારી પાસે બહુ પૈસા નથી, પરંતુ તમે નીતિવાન છો તો તમને મનમાં શાંતિ હશે અને તમારી પાસે બહુ પૈસો હોવા છતાં તમે અનીતિવાન છો તો તમે દુઃખી હશો. ‘ વેપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વેપાર ન હોવો જોઈએ’ એ વેપાર અને ધર્મ માં પાયાની નીતિ છે. પૂર્વેના કેટલાય ભવોના અનુભવોના ફળરૂપે થયેલા આત્મજ્ઞાનથી પરમ પૂજ્ય દાદાશ્રીને આ જગત માં થતા બધા પૈસાના વ્યવહારોનું પરમ જ્ઞાન હતું. પૈસો આવવો અને પૈસો જવો, નફો – ખોટ, માણસ મૃત્યુ પામે છે ત્યારે તે પોતાની સાથે શું લઇ જશે અને શું મૂકી જશે તેના ગુપ્ત સિદ્ધાંતો, અને પૈસાના નાનામાં નાના વ્યવહારને લગતા બધા સિદ્ધાંતોનું તેમને જ્ઞાન હતું. વાણીના માધ્યમથી બહાર પડેલા તેમના જીવનના અનુભવોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે. અમારી હાર્દિક આશા છે કે વાચકને તેનું જીવન શુદ્ધિ અને પરમ શાંતિથી જીવવાના પ્રયત્નોમાં આ પુસ્તક મદદરૂપ થાય.

Nijdosh Darshan Thi Nirdosh: નિજદોષ દર્શનથી નિર્દોષ

by Dada Bhagwan

તમે આ જ્ઞાન (આત્મસાક્ષાત્કાર નું જ્ઞાન) મેળવશો પછી, તમારી અંદર જે કંઈપણ થઇ રહ્યું છે તેને તમે જોઈ શકશો અને પૃથ્થકરણ કરી શકશો. આ તમારી અંદર નું પૃથ્થકરણ એ વિશ્વદર્શન ના જ્ઞાન પર પ્રકાશ પાડતું ક્ષેત્ર છે. સંપૂર્ણ વિશ્વદર્શન નું જ્ઞાન નહિ પણ તેનો અંશ કહી શકાય. તમે ગમતા અને અણગમતા બન્ને વિચારો જોઈ શકશો. સારા વિચારો પ્રત્યે રાગ નહીં અને ખરાબ વિચારો પ્રત્યે દ્વેષ નહીં. શું સારું છે અને શું ખરાબ છે એ જોવાની તમારે જરૂર નથી કારણકે એ તમારા વશ માં નથી. જ્ઞાનીઓ (આત્મજ્ઞાન પામેલા) શું જોતાં હશે? તેઓ જગત ને નિર્દોષ જુએ છે. જ્ઞાની જાણે છે કે આ જગત માં જે કંઈપણ થઇ રહ્યું છે તે પહેલાં જે ચાર્જ કરેલું તેનું ડીસ્ચાર્જ છે. તેઓ જાણે છે કે જગત દોષિત છે જ નહિ. તમને અપમાન મળે કે તમારા ઉપરી સાથે ઝગડો થાય તે તમારા પૂર્વ કર્મ (પ્રારબ્ધ,ભાગ્ય) નો ડિસ્ચાર્જ છે, તમારા ઉપરી તો ફક્ત નિમિત્ત છે. આ જગત માં કોઈ નો દોષ કાઢી ન શકાય.તમને જે બધી ભૂલો દેખાય છે તે તમારી પોતાની જ છે. તમારી જ મોટી અને નાની ભૂલો છે. જ્ઞાનીપુરુષ ની કૃપા થી નાની ભૂલો નાશ થાય છે. જે વ્યક્તિ પાસે આત્મજ્ઞાન (આધ્યાત્મિક ઉઘાડ) નથી હોતું, તેને હમેશાં બીજા ના દોષ દેખાય છે પણ પોતાની ભૂલ દેખાતી નથી. આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) ની દોષ રહિત દ્રષ્ટિ મેળવવા ની સમજણ, એની રીત, એનું મહત્વ અને એને ટકાવી રાખવા ની રીત રજુ કરવા માં આવી છે. જયારે તમે આત્મજ્ઞાન મેળવો છો ત્યારે તમે તમારા મન, વચન, કાયા પ્રત્યે પક્ષપાતી નથી રહેતા. આ નિષ્પક્ષપાતીપણા થી તમને તમારા પોતાના દોષો દેખાય છે અને તમે તમારી અંદર શાંતિ નો અનુભવ કરી શકો છો.

Maa Baap Chokarano Vyavahar (Sanxipt): મા બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

જો તમે તમારા સંતાનોના મિત્ર થશો તો, માબાપ – સંતાનોના સંબંધો સુધરશે. પરંતુ જો તમે તમારો માબાપ તરીકેનો અધિકાર વાપરશો તો, તમારે સંતાન ગુમાવવાનો વખત આવશે. તમારી મિત્રતા એવી હોવી જોઈએ કે બાળકને પ્રેમ અને માર્ગદર્શન મેળવવા બહાર ન જવું પડે. સંતાન ભયાનક કાર્યો કરે ત્યારે પણ, જેઓ પોતાના સંતાનોની વર્તણુંક પ્રેમ અને સમજણથી ફેરવી શકે તે જ ખરા માબાપ છે. આ જગત ને ફક્ત પ્રેમથી જ જીતી શકાય. પ્રેમાળ કુટુંબ માટે, માબાપે પોતે નૈતિકતા કેળવવી જોઈએ. માબાપ તરફથી સંતાનો ને એવો પ્રેમ મળવો જોઈએ કે સંતાનોને તેમને છોડવાનું મન ન થાય. જો તમારે તમારા સંતાનને સુધારવું છે તો તેની જવાબદારી તમારા શિરે છે. તમે તમારા સંતાન પ્રત્યેની ફરજથી બંધાયેલા છો. કિશોરાવસ્થામાં સંતાનને ઉછેરવું એ કદાચ માબાપની કુશળતાની સૌથી મુશ્કેલ કસોટી હશે, જેને માટે તેઓ જરાપણ કેળવાયેલા નથી. આજના કિશોરની આંતરિક અવસ્થાની ઊંડી અને સંપૂર્ણ સમજણથી પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને કેમ જીતવા તે આપણને બતાવ્યું છે. આ પુસ્તકથી પરમ પૂજ્ય દાદાશ્રી માબાપને, સંતાનો સાથે વર્તવામાં, તેમનામાં નૈતિકતા, શિસ્ત અને શિષ્ટાચાર લાવવામાં મદદ કરે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ સંતાન માબાપના સંબંધો મજબુત બનાવવા અને માબાપની સેવા કરવી તે સૌથી મોટો ધર્મ છે તે બાબતોનું માર્ગદર્શન બાળકોને પણ આપ્યું છે.

Klesh Vinanu Jivan: ક્લેશ વિનાનું જીવન

by Dada Bhagwan

શું તમે જીવનમાં થતી અથડામણો થી કંટાળી ગયા છો? શું તમને અચરજ થાય છે કે અથડામણો કેમ થતી હશે? પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આત્મજ્ઞાન એ બધી અથડામણો થી મુક્તિ મેળવવાની ચાવી છે” “હવે તમારે બદલો લેવાની ભાવનાથી મુક્ત થવાનું છે, એ માટે તમે પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની ) પાસે આવો અને આત્મજ્ઞાન મેળવો તો તમે મુક્ત થશો. તમારે બધા વેરથી આ જ ભવમાં મુક્ત થવાનું છે અને હું તમને તેનો રસ્તો બતાવીશ. મનુષ્યનું જીવન આજે જંતુ જેવું થઇ ગયું છે. તેઓ સતત માનસિક દુઃખમાં છે. મનુષ્ય તરીકે જન્મ થયા પછી શા માટે માનસિક સંતાપ હોવો જોઈએ? આખું જગત ભઠ્ઠીમાં બફાઈ રહેલા શક્કરિયાની અવસ્થામાં છે, અને જો સંતાપ નથી, તો ત્યાં ભ્રાંતિ (મોહ)ની અવસ્થા વર્તે છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની)નું, અથડામણ વિનાનું જીવન જીવવાની સમજણ, એની રીત, એનું મહત્વ રજુ કરવામાં આવ્યું છે.

Karma Nu Vignan: કર્મનું વિજ્ઞાન

by Dada Bhagwan

કર્મ શું છે? શું સારા કર્મો ખરાબ કર્મોને ધોઈ શકે? શા માટે સારા માણસો દુઃખી થાય છે? કર્મો બંધાતા કેમ રોકી શકાય? શરીર કે આત્મા, કર્મોથી કોણ બંધાયેલું છે? આપણા કર્મો પુરા થાય છે ત્યારે શું આપણું મૃત્યુ થાય છે? આખું જગત કર્મના સિદ્ધાંત સિવાય બીજું કંઈ નથી. બંધનનું અસ્તિત્વ પૂર્ણપણે તમારા ઉપર નિર્ભર છે, તમે પોતે જ તેના માટે જવાબદાર છો. બધું જ તમારું આલેખન છે. તમે તમારા શરીરના બંધારણ માટે પણ જવાબદાર છો. તમારી સામે જે આવે છે એ બધું તમારું જ ચીતરેલું છે; બીજું કોઈ એને માટે જવાબદાર નથી. અનંત જન્મો માટે તમે જ “ સંપૂર્ણપણે અને એકલા “ જવાબદાર છો.- પરમ પૂજ્ય દાદાશ્રી કર્મોના બીજ ગયા ભવમાં નંખાયા હતા તેના ફળો આ ભવમાં મળે છે. આ કર્મોના ફળ કોણ આપે છે? ભગવાન? ના. તે કુદરત અથવા ‘વ્યસ્થિત શક્તિ’ (સાયન્ટીફીક સરકમસ્ટેન્સીયલ એવીડન્સ) કહેવાય છે તે આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ, પોતાના જ્ઞાન વડે કર્મોનું વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. અજ્ઞાનને કારણે, કર્મો ભોગવતી વખતે રાગ – દ્વેષ થાય છે, તેથી નવા કર્મો બંધાય છે જે પછીના ભવમાં પાકે છે અને તે ભોગવવા પડે છે. જ્ઞાનીઓ નવા કર્મો બંધાતા અટકાવે છે. જયારે બધા કર્મો પુરેપુરા ખલાસ થાય છે ત્યારે છેવટનો મોક્ષ થાય છે.

Samaj thi Prapt Brahmacharya-Uttaradh: સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ)

by Dada Bhagwan

દરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ મોક્ષ માર્ગમાં વિષય સૌથી મોટું બાધક બની શકે છે. એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ મોક્ષમાર્ગમાં બ્રહ્મચર્યની અનિવાર્યતા (મહત્વતા).... અને પરિણીતો પણ તે કેવીરીતે પામી શકે (સિદ્ધ કરી શકે) તે દર્શાવ્યું છે. વિષયનું વૈરાગ્યમય સ્વરૂપ, તેનાં આ ભવનાં તેમજ આવતા ભવના જોખમો જ્ઞાની પુરુષે બતાડ્યા છે અને બ્રહ્મચર્યના ફાયદાઓ તેની વૈજ્ઞાનિક ચોકસાઈ (એક્ઝેક્ટનેસ) સાથે દેખાડ્યા છે. બ્રહ્મચર્યની ભૂલ વગરની સમજણ, વિષયબીજને નિર્મૂળ કરી જડમૂળથી ઉખેડવાની રીત મુમુક્ષુને (સુજ્ઞ વાચકને બ્રહ્મચર્યનાં પાલનાર્થે) આપવામાં આવી છે. ખંડ ૧ માં પૂજ્ય દાદાશ્રીએ પરિણીતોને અણહક્કનાં વિષયો સામે ચેતવ્યા છે,(મનથી કે વર્તનથી) તેમજ તેના જોખમો (પરિણામો) અને કેવીરીતે સૂક્ષ્માતિસૂક્ષ્મ આકર્ષણ/દ્રષ્ટિદોષ(અણહક્કનાં વિષયો) પણ આપણને મોક્ષમાર્ગમાંથી ચલિત કરી દેશે તે સમજાવ્યું છે. (ધક્કો મારી દેશે.) પરણેલાઓ માટે પોતાની પરણેલી એટલે કે હક્ક્ની સ્ત્રી સાથે સંપૂર્ણ વફાદારી (એકપત્ની વ્રત) એ બ્રહ્મચર્ય સમાન જ છે. પુસ્તકનાં ખંડ ૨ માં સર્વ સંયોગોથી અપ્રતિબદ્ધપણે વિચરતા, મહામુક્તદશા માણતા જ્ઞાની પુરુષે કેવું વિજ્ઞાન નિહાળ્યું !! તે આપણા માટે ખુલ્લું કર્યું છે. જગતનાં લોકોએ મીઠી માન્યતાથી વિષયમાં સુખ માણ્યું, તેઓની દ્રષ્ટિ કેવી રીતે ખીલવવાથી વિષય સંબંધી સર્વે અવળી માન્યતાઓ મૂકાય ને મહામુક્તદશાનું કારણ સ્વરૂપ એવાં ‘ભાવ બ્રહ્મચર્ય’ નાં વાસ્તવિક સ્વરૂપની સમજણ ઊંડાણે ફીટ થાય, વિષય મુકિત કાજે કરવાપણાની સર્વ ભ્રાંતિ તૂટે તેમજ જ્ઞાની પુરુષે પોતે જે જોયો છે, જાણ્યો છે ને અનુભવ્યો છે, એ ‘વૈજ્ઞાનિક અક્ર્મ માર્ગ’નાં બ્રહ્મચર્ય સંબંધીનાં અદ્ભૂોત રહસ્યો આ ગ્રંથમાં વિસ્ફોટતાને પામ્યા છે ! આવાં દુષમકાળમાં કે જ્યાં સમગ્ર જગતમાં વાતાવરણ જ વિષયાગ્નિનું ફેલાઈ ગયું છે, તેવાં સંજોગોમાં બ્રહ્મચર્ય સંબંધી ‘પ્રગટ વિજ્ઞાન’ ને સ્પર્શીને નીકળેલી ‘જ્ઞાની પુરુષ’ ની અદ્ભૂનત વાણી વિષય–મોહથી છૂટી બ્રહ્મચર્યની સાધનામાં રહી, સુજ્ઞ વાચકને અખંડ શુદ્ધ બ્રહ્મચર્યમાં સમજણ સહિત સ્થિર કરે છે.

Samaj thi Prapt Brahmacharya-Purvardh: સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

by Dada Bhagwan

દરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ માર્ગમાં વિષય સૌથી મોટું બાધક કારણ બની શકે છે. એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં સંપૂજ્ય દાદાશ્રીએ વિજાતીય વ્યકિત પ્રત્યે અનુભવાતા આકર્ષણની ઈફેક્ટ અને કોઝીઝનું વર્ણન કર્યુ છે. તેમણે એ વર્ણન કર્યુ છે કે કેવીરીતે અબ્રહ્મચર્યનાં(વિષય-વિકારનાં) પરિણામો જોખમી છે - તે મન અને શરીરને કેવીરીતે અવળી અસર કરે છે અને કર્મ બંધન કરાવે છે. પ્રસ્તુત પુસ્તકનો ખંડ ૧ મૂળભૂત રીતે આકર્ષણ-વિકર્ષણનાં સિદ્ધાંતનું વર્ણન અને તે કેવીરીતે આત્માનુભવને અટકાવે છે અને બ્રહ્મચર્યનાં મહાત્મ્યની સમજણને સમર્પિત થયેલ છે. પ્રસ્તુત પુસ્તકના ખંડ ૨માં બ્રહ્મચર્ય પાળવાનાં નિશ્ચયી માટેનો સત્સંગ સંકલિત થયેલો છે. બ્રહ્મચર્યનાં પરિણામો જ્ઞાની શ્રીમુખે જાણવાથી તેના પ્રતિ આફરીન થયેલો સાધક તે પ્રતિ ડગ માંડવાની સહેજ હિંમત દાખવવા માંડે છે; ને જ્ઞાની પુરુષનો યોગ સાધી, સત્સંગ સાન્નિધ્ય પ્રાપ્ત થતાં, મન-વચન-કાયાથી અખંડ બ્રહ્મચર્યમાં રહેવાનો દ્રઢ નિશ્ચયી બને છે. બ્રહ્મચર્યના પથ પર પ્રયાણ કરવાને કાજે અને વિષયના વટવૃક્ષને જડમૂળથી ઉખાડીને નિર્મૂળ કરવાને કાજે એના માર્ગમાં વચ્ચે પથરાતા પથરાઓથી માંડીને પહાડસમ આવતાં વિઘ્નો સામે, નિશ્ચય ડગુમગુ થતાંથી માંડીને બ્રહ્મચર્યવ્રતમાંથી ચ્યુત થવા છતાં તેને જાગૃતિની સર્વોત્કૃષ્ટ શ્રેણીઓ સર કરાવી નિગ્રઁથતાને પમાડે ત્યાં સુધીની વિજ્ઞાન-દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ખોલાવે છે, ખિલાવે છે !!! તો આ પુસ્તકનું વાંચન કરીએ અને શુદ્ધ બ્રહ્મચર્ય કેવીરીતે ઉપકારી છે (મદદરૂપ છે) તેની સમજણ પ્રાપ્ત કરીએ !

Brahmacharya (Sanxipt): બ્રહ્મચર્ય (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

તમને ચોરી કરવી ગમે? તમને જુઠું બોલવું ગમે? તમને કોઈને મારી નાખવાનું (હિંસા) ગમે? તો પછી વિષયમાં એવું શું છે કે તે પોતાને ગમે છે? તે ફક્ત રોંગ બિલીફના કારણે છે. બીજાઓએ કહ્યું તેથી તમે પણ માનો છો કે વિષયમાં પરમ સુખ છે. પણ તે સત્ય નથી. સ્વાભાવિક રીતે વિચારો, શું તમારી બીજી ઇન્દ્રિયોને તે ગમે છે? શું આંખોને તે ગમે છે? શું કાનો સાંભળે છે ત્યારે તેમને તે ગમે છે? શું જીભ ચાટે તો તે મીઠું લાગે છે? નાકને તે ખરેખર ગમતું હશે, નહિ? કોઈ પણ ઇન્દ્રિયને તે ગમતું નથી. દરેક માણસે વિષયનું પરીણામ શું છે અને બ્રહ્મચર્ય પાળવાના શા ફાયદા છે તે ઓળખવા જોઈએ. પોતાના કાયદેસરના સાથીદાર સાથે પણ ફક્ત એક વખત વિષય ભોગવવાથી, લાખો જીવોની હિંસા થાય છે; અને પોતાના લગ્નના સાથીદાર સિવાય બીજા કોઈ સાથેનો વિષય નરકમાં જવાનું કારણ છે. દરેક જણ સહમત થાય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરંતુ તે પાળવું કેમ? કોઈએ કદી તેનો રસ્તો બતાવ્યો નથી. આ પુસ્તકમાં તમે જોશો કે બ્રહ્મચર્ય પાળવાના સચોટ અને સ્પષ્ટ રસ્તા બતાવ્યા છે. વર્તમાન અને ભવિષ્યના વિષયના ભયંકર જોખમ વાંચીને લોકોને ધક્કો લાગશે અને તેઓ કહેશે “અમને આની જાણ જ ન હતી.”

Aptavani Part 9: આપ્તવાણી શ્રેણી ૯

by Dada Bhagwan

મોક્ષમાર્ગ એટલે મુકિતનો માર્ગ, સંસારી બંધનોથી મુક્ત થવાનો માર્ગ. પરંતુ આ માર્ગમાં આપણને આત્યંતિક મુકિત થવામાં, મોક્ષે જતાં કોણ રોકે છે? મુકિતનાં સાધન માનીને સાધક જે જે કરે છે, એનાથી એને મુક્તિ અનુભવમાં આવતી નથી. કેટ કેટલાં સાધન કર્યા પછી પણ એનું બંધન તૂટતું નથી. એમાં કઈ ભૂલ રહી જાય છે? મોક્ષ માર્ગનાં બાધક-કારણો કયા ક્યા છે? જગતમાં લોકો જે દોષોથી બંધાયેલા છે એવા દોષો, તેમની દ્રષ્ટિમાં આવી શક્તા નથી. તેથી લોકો નિરંતર એવા પ્રકારના દોષોથી બંધાઈને, તે દોષોને પોષણ આપીને મોક્ષમાર્ગથી વિમુખ જ રહ્યા છે. પૂર્વેના જ્ઞાનીઓ કહી ગયા છે કે ક્રોધ-માન-માયા-લોભ, એનાથી બંધન છે. એ દોષો સંપૂર્ણપણે ખલાસ થયે મુકિત થાય. બધા દોષો ક્રોધ-માન-માયા-લોભમાં સમાય છે, પણ વ્યવહારમાં દોષો કેવા સ્વરૂપે ઉધાડા પડતા હોય છે, અને કેવા સ્વરૂપે થયા કરતા હોય છે? એ તો, જ્ઞાની પુરુષ ફોડ પાડે ત્યારે જ સમજાય. પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાનાત્મસ્વરૂપ સંપૂજ્ય દાદાશ્રીની વાણીમાંથી પ્રગટ થયેલા મોક્ષમાર્ગના બાધક કારણોની સુંદર તલસ્પર્શી હૃદયભેદી છણાવટ મોક્ષમાર્ગીઓની સમક્ષ થઈ છે તે અત્રે સંકલિત થાય છે, જે સાધકને પ્રત્યેક પગથિયે પડવામાંથી ઉગારનારું નીવડશે.

Aptavani Part 4: આપ્તવાણી - ૪

by Dada Bhagwan

તમે આત્મા છો, અને આત્મા આખા વિશ્વનો પ્રકાશક છે. આત્મા તરીકે ‘પોતા’નામાં અનંત શક્તિ છે. અને છતાંપણ, બધી નિસહાયતા, દુઃખ, દર્દ, અસલામતી, ‘પોતે’ અનુભવે છે. આ કેટલું વિરોધાભાસી છે! એનું શું કારણ છે? ‘પોતાને’ ‘પોતાના’ સ્વરૂપ, શક્તિ, સત્તાનું ભાન નથી. એકવાર ‘પોતે’ જાગૃત થશ, તો આખા બ્રહ્માંડની માલિકીનું ભાન થશે. સામાન્ય રીતે જગત જેને જાગૃત કહે છે,તેને જ્ઞાનીઓ ઉંધે છે એમ કહે છે. આખું જગત ભાવ નિદ્રામાં પડ્યું છે. આ ભવમાં અને હવે પછીના ભવમાં શું ફાયદાકારક છે અને શું નુકશાનકારક છે તેની અજાગૃતિ; ક્રોધ, અહંકાર, કપટ, લોભ, મતભેદ, ચિંતા આ બધા ભાવ નિદ્રાને કારણે, સતત થયા કરે છે. “ હું જાગૃત છું” એ જાગૃતિ ફક્ત જડની છે. આત્મા તેનાથી સંપૂર્ણ જુદો છે. જે આત્માનું વિજ્ઞાન જાણે છે તે ભવચક્રથી મુક્ત થાય છે (જીવનમુક્ત). આ પ્રકાશનમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મા જાગૃત કેમ કરવો, ધ્યાન, નિયતિ અને મુક્તિ, ધિક્કાર અને તિરસ્કાર, આત્માનો સંસારી ધર્મ, મુક્તિનો ધ્યેય, કર્મનું વિજ્ઞાન વગેરે વિષે પોતાનું જ્ઞાન ખુલ્લું કર્યું છે. જેઓ આત્માનો ખરો અર્થ શોધી રહ્યા છે તેમને આવું વાંચન જાગૃતિ વધારી અને મુક્તિના માર્ગે આગળ લઇ જશે.

Aptavani Part 2: આપ્તવાણી - ૨

by Dada Bhagwan

મોક્ષનો રસ્તો બધા માટે ખુલ્લો છે. તેને શોધવાની જરૂર છે. ‘જેને છૂટવું છે તેને કોઈ બાંધી શકતું નથી અને જેને બંધાવું છે તેને કોઈ છોડાવી શકતું નથી’.—પરમ પૂજ્ય દાદાશ્રી પોતે શેનાથી બંધાયો છે? પોતે અજ્ઞાનથી બંધાયો છે અને જ્ઞાન ( આત્મજ્ઞાન )થી મુક્તિ મેળવી શકે છે. બધા બંધનોનું મૂળ કારણ અજ્ઞાન છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીના આધ્યાત્મિક વિચારો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સાદી અને સરળ રીતે ચર્ચવામાં આવ્યા છે. તેમણે આ જગતની વાસ્તવિકતા, સાંસારિક મોહ અને તેના પરિણામો, ધર્મના પ્રકાર (રીયલ અને રીલેટીવ ધર્મો ), તપના પ્રકાર ( આંતર અને બાહ્ય તપ ), યોગના પ્રકાર (જ્ઞાન અને અજ્ઞાન યોગ ), સંજોગોના પ્રકાર ( સ્થૂળ અને સુક્ષ્મ ), મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના કાર્યોની ચર્ચા કરી છે. પરમ પૂજ્ય દાદાશ્રીનું આવું જ્ઞાન વાચકને અજ્ઞાન દૂર કરી, મુક્તિના પંથે આગળ વધવામાં મદદ કરશે. આ જ્ઞાનનું પુસ્તક એ કોઈ ધર્મનું પુસ્તક નથી; એ વ્યવહારુ આધ્યાત્મ વિજ્ઞાનનું પુસ્તક છે. તે આધ્યાત્મ ઇચ્છુક(મુમુક્ષુઓ), દાર્શનિકો, વિચારકો, અને ખરેખરા શોધકને અત્યંત ઉપયોગી છે.

Aptavani-14 Part-2: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૨

by Dada Bhagwan

પ્રસ્તુત પુસ્તકમાં આત્માનાં ગુણોધર્મોને અગોપિત કરવામાં આવ્યા છે અને એ કારણોની પણ ઓળખાણ પાડવામાં આવી છે કે જેનાં કારણે આપણે આત્માનુભવ કરવામાં અસમર્થ છીએ. પુસ્તક બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ બીજા ભાગમાં છ અવિનાશી તત્વોનું (આત્મા, જડ, ગતિસહાયક, સ્થિતિસહાયક, કાળ અને આકાશ) વિગતવાર વર્ણન અને કઈરીતે આ બ્રહ્માંડ, આ તત્વોની ભાગીદારીથી બનેલું છે અને જડતત્વનો સ્વભાવ, આત્માનાં ગુણધર્મ અને પર્યાયની ઊંડી સમજણ પાડવામાં આવી છે. “હું ચંદુલાલ છું” એ સંસારનું અને “હું શુધ્ધાત્મા છું” એ મુકિતનું કારણ છે.

Aptavani - 14 Part 1: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૧

by Dada Bhagwan

પ્રસ્તુત પુસ્તકમાં આત્માનાં ગુણોધર્મો ને અગોપિત (ખુલ્લાં) કરવામાં આવ્યા છે અને એ કારણોની પણ ઓળખાણ પાડવામાં આવી છે કે જેનાં કારણે આપણે આત્માનુભવ કરવામાં અસમર્થ રહ્યા છીએ. પુસ્તક બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ પહેલાં ભાગ માં બ્રહ્માંડનાં છ અવિનાશી તત્વોનું વર્ણન, વિ`શેષભાવ (“હું”) અને અહંકારની ઉત્પત્તિનાં કારણોનાં ફોડ પાડ્યા છે. આત્મા તેના મૂળ સ્વભાવમાં રહીને, સંયોગોના દબાણ અને અજ્ઞાનતાનાં લીધે એક અલગજ અસ્તિત્વ (“હું”) ઉભું થાય છે. “હું” એ ફર્સ્ટ લેવલનું અને “અહમ” એ સેકન્ડ લેવલનું અલગ અસ્તિત્વ છે. રોંગ બિલિફો જેવી કે, “હું ચંદુલાલ છું”, “હું કર્તા છું” ઊભી થાય છે અને પરિણામે ક્રોધ, માન, માયા અને લોભ આવી રોંગ બિલિફોમાંથી ઊભાં થયા. “હું ચંદુલાલ છું” આ બિલિફ બધાજ દુઃખોનું મૂળ છે. એકવાર આ બિલિફ જતી રહે તો પછી કોઈપણ દુ:ખ રહેતું નથી.

Aptavani Part 1: આપ્તવાણી - ૧

by Dada Bhagwan

જગત કોણે બનાવ્યું? શું આ જગત તમારા માટે એક કોયડો છે? આ બધું કેમ ચાલે છે તેનું તમને આશ્ચર્ય થાય છે? આપણો આત્મા કેમ અનંત કાળથી ભટક્યા કરે છે? કર્તા કોણ છે? ધર્મ શું છે? મુક્તિ શું છે? ધર્મ કરતાં અધ્યાત્મ કઈ રીતે અલગ છે? શુદ્ધાત્મા શું છે? મન, વચન અને કાયાના કાર્યો શા છે? સંસારી સંબંધો કેવીરીતે સાચવવા? પ્રારબ્ધ અને પુરુષાર્થના ફરકને કેવીરીતે ઓળખાવો? અહંકાર શું છે? ક્રોધ, માન, માયા, લોભનું કારણ શું છે? જેને મુક્તિ વિષે જિજ્ઞાસા છે, અથવા જેને મુક્તિ જોઈએ છે તેને જીવનમાં આવા ઘણા બધા સવાલો અને કોયડાઓ હશે. આત્માનું જ્ઞાન એ, બધાનો અંતિમ ધ્યેય છે. આત્માના જ્ઞાન વિના મુક્તિ નથી. આ જ્ઞાન જ્ઞાનીના હ્રદયમાં છે. પરમ પૂજ્ય દાદાશ્રીના હ્રદય માંથી સીધા આવેલા આ જ્ઞાનનું અને જુદા જુદા કોયડાઓના જવાબોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે. જ્ઞાનનું આ પવિત્ર પુસ્તક મુખ્યત્વે જેમનું વૈજ્ઞાનિક મન છે, જેઓ સંસારિક જીવનના ભોગવટાથી મુક્ત આત્માની શાંતિનું શરણું શોધે છે, તેમને માટે છે.

Aptavani Part 5 and 6: આપ્તવાણી - ૫ અને ૬

by Dada Bhagwan

જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોમાં કષાયો સૂક્ષ્મપણે કઈ રીતે કાર્ય કરી જાય છે, તેનો વિસ્ફોટ જો કોઈએ આ કળિકાળમાં કર્યો હોય તો એ એક આ 'અક્રમ વિજ્ઞાની' પરમકૃપાળુશ્રી દાદાશ્રીએ ! એમના થકી પ્રકટ થયેલા 'અક્રમ વિજ્ઞાન'માં આત્મા, અનાત્મા, આત્મા-અનાત્મા સંબંધિત જ્ઞાન તેમજ વિશ્વકર્તા, જગતનિયંતા જેવા જેવા ગુહ્ય વિજ્ઞાનોનું પ્રાકટ્ય તો છે જ, કિંતુ પ્રસ્તુત ગ્રંથમાં સર્વગ્રાહ્ય તેમ જ પ્રત્યક્ષ જીવનમાં અનુભવગમ્ય બની રહે તેવું ગુપ્ત વ્યવહાર-જ્ઞાન પ્રકાશમાન થાય તે લક્ષ લક્ષિત થયું છે. વાત્સલ્યમૂર્તિ પૂ. દાદાશ્રીની વાણી પ્રવચન, વ્યાખ્યાન કે ઉપદેશાત્મકપણે વહેતી નથી. જિજ્ઞાસુ, મુમુક્ષુ કે વિચારકોનાં હ્રદયમાંથી વાસ્તવિક જીવનપ્રશ્નોના સ્ફુરણનું સર્વ રીતે સમાધાનયુક્ત નીકળ તી 'ટેપ'માંનું 'વિજ્ઞાન' છે ! આપણામાંના મોટા ભાગનાં લોકો હમેશાં એક સમસ્યા નો સામનો કરી રહ્યા છે; જેમાં એકબાજુ સાંસારિક વ્યવહારમાં દરેક ક્ષણે બહારના પ્રશ્નો ઉભા હોય છે અને બીજીબાજુ આંતરિક સંઘર્ષો માં સપડાયેલા હોઈએ છીએ અને તે એકલે હાથે હલ કરવાના હોય છે. આપણે જોઈએ છીએ કે ક્યારેક આપણી વાણીએ પ્રશ્નો ઉભા કર્યા હોય છે, અથવા આપણને કોઈએ કશું કહ્યું તેથી આપણે દુઃખી થઈએ છીએ અથવા આપણે બીજાનું બુરું વિચારીએ છીએ અથવા આપણને લાગે છે કે આપણી સાથે અન્યાય થયો છે અથવા આપણે પોતે અંદરથી શાંતિ નથી અનુભવતા. સંસારિક જીવન નો વ્યવહાર એ સમસ્યાઓનું સંગ્રહસ્થાન છે. એક સમસ્યાનો નિવેડો આવે કે પાછળ બીજી ઉભી થાય છે. શા માટે આપણને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? શા માટે આપણે અનંત જન્મો થી ભટક્યા કરીએ છીએ? અટકણના કારણે! હકીકતમાં, પોતાની પાસે આત્મા નો પરમઆનંદ તો હતો જ, પરંતુ પોતે દૈહિક સુખોની અટકણમાં ડૂબી ગયો હતો. આ અટકણ જ્ઞાનીપુરુષની કૃપા થી અને ત્યારબાદ પોતાના પરાક્રમ થી તૂટી શકે. એક વખત તમને આત્મજ્ઞાન થશે, તો જગત શમી જશે. આ જગત બીજા ની વ્યર્થ ચર્ચામાં વેડફી નાખવા માટે નથી. આ જગત જેમ છે તેમ છે. તેમાં તમારે, ‘પોતા’ની, સેફ સાઈડ શોધવાની છે. તો ચાલો આપણે ડૂબકી લગાવીએ અને જાણીએ કે આ અક્રમ વિજ્ઞાન કઈ રીતે બંધન, કર્મો, વાણી, પ્રતિક્રમણ, કુદરત ના કાયદા, વગેરેનું વિજ્ઞાન સમજવામાં ઉપયોગી છે જેનાથી બધા સંસારિક સમસ્યાઓના વાવાઝોડા સામે ટકી રહેવું સરળ બને છે.

Ahinsa: અહિંસા

by Dada Bhagwan

પ્રાણીઓ, જીવજંતુ અને નાના જીવોને મારવા તે દ્રવ્ય હિંસા છે. અને બીજાને માનસિક સંતાપ આપવો, બીજા ઉપર ક્રોધ કરવો તે ભાવ હિંસા છે. માણસ ખૂબ જ પ્રયત્ન કરે છતાંપણ અહિંસક રહેવું અઘરું છે. હકીકત માં ક્રોધ, મિથ્યાભિમાન, આસક્તિ, લોભ એ ખરી હિંસા છે. દ્રવ્ય હિંસા કુદરતના કાયદા પ્રમાણે ચાલ્યા કરે છે અને તે કોઈના વશમાં નથી. કષાય ( ખરાબ ભાવ, વર્તન કે વાણી ) એ સૌથી મોટી હિંસા છે અને તેથી ભગવાને કહ્યું કે સૌથી વધારે મહત્વનું કષાય ન કરવા તે છે. આ પ્રકારની હિંસા એટલે સ્વ હિંસા અથવા ભાવ હિંસા. જો દ્રવ્ય હિંસા થાય, તો તેને થવા દો, પરંતુ કોઈપણ સંજોગો માં ભાવ હિંસા ના થવા દેવી જોઈએ. તેને બદલે લોકો દ્રવ્ય હિંસા રોકવાના પ્રયત્નો કરે છે અને ભાવ હિંસા કર્યે રાખે છે. જો કોઈ વ્યક્તિ પોતાના મનમાં નિશ્ચય કરે કે કોઈપણ સંજોગોમાં તે કોઈ જીવ ને નહિ મારે તો તે કોઈપણ જીવ હિંસામાં નિમિત્ત નહિ બને. એવા લોકો છે જેઓ દ્રવ્ય હિંસા રોકવા મક્કમ છે. તેઓ દેખીતી જીવ હિંસા અટકાવી શકશે. છતાંપણ જો તેઓ વેપારમાં પોતાની બુદ્ધિથી બીજાનો ફાયદો ઉઠાવે છે તો અને પોતાના લોભથી તેઓ ભાવ હિંસા કરવાનું ચાલુ જ રાખે છે. આ બધી હિંસા જ છે. સ્થૂળ કે સૂક્ષ્મ, હિંસા અહિંસા વિષે જ્ઞાની પુરુષે જાતે ખુલ્લું કર્યું છે તે પ્રમાણે આગળ વધારો જાણો. જેઓ અહિંસા પાળી ને મુક્તિના માર્ગે આગળ વધવા માગે છે તેને આ વાંચન નિશંક રીતે મદદગાર સાબિત થશે.

Trimantra: ત્રિમંત્ર

by Dada Bhagwan

લોકો ધર્મ માં ‘મારું’ અને ‘તારું’ માટે ઝઘડે છે. આવા ઝઘડાને દૂર રાખવા માટે આ ત્રિમંત્ર છે. જયારે ત્રિમંત્રનો મૂળ અર્થ સમજાશે ત્યારે, ખ્યાલ આવશે કે આ મંત્ર કોઈ એક ધર્મ અથવા ગચ્છ, અથવા સંપ્રદાય માટે અલાયદો નથી. ત્રિમંત્ર માંના નમસ્કાર જેમણે સર્વોચ્ચ જાગૃતિ મેળવી છે તેમને બધાને છે, જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ત્યાંથી શરુ કરીને જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જેમણે અંતિમ મુક્તિ, મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેમને પણ છે. આવા નમસ્કારથી જીવનના અંતરાય દૂર થાય છે, મુશ્કેલીઓમાં પણ શાંતિ લાગે છે અને મોક્ષના લક્ષ તરફ ડગલાં મંડાય છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ આપણને ત્રિમંત્ર આપ્યો છે. આ મંત્ર સંપૂર્ણપણે નિષ્પક્ષપાતી છે. તેઓ આપણને સંપૂર્ણ જાગૃતિ સાથે સવારે અને રાત્રે એ પાંચ પાંચ વખત બોલવા કહે છે. જો તમને બહુ સમસ્યા હોય તો એક કલાક બોલશો તો તમે જોશો કે તમારી સમસ્યાઓ ઘણી બધી ઓછી થઇ જશે. આ મંત્રમાં બધી મુશ્કેલીઓ ઓછી કરવાની શક્તિ છે. તે પહાડ જેવી મુશ્કેલીને ઢગલી જેવી કરી શકે છે! જેઓ આ મંત્ર પૂરી સમજણ સાથે બોલે છે તેમને તે કઈ રીતે ઉંચે ચડાવે છે તે પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે. તમે જાતે રટણ કરો અને અનુભવોકે કેમ મુશ્કેલીઓ કેવીરીતે ઓછી થાય છે.

Seva Paropakar: સેવા પરોપકાર

by Dada Bhagwan

આની પાછળનું ગહન વિજ્ઞાન એ છે કે જયારે કોઈ પોતાના મન, વચન, અને કાયા બીજાને મદદ કરવા માટે વાપરે છે ત્યારે તેની પાસે બધું જ હશે; તેને કદી ભૌતિક સવલત અને સાંસારિક સુખોની કમી નહિ થાય. પરોપકારી સ્વભાવથી ધર્મની શરૂઆત થાય છે. તમે બીજાને માટે કંઈ પણ કરો તેજ ક્ષણથી સુખની શરૂઆત થાય છે. મનુષ્ય ભવનો હેતુ ભવોભવના બંધનને તોડી અને કર્મોના બંધનથી શાશ્વત મુક્તિ ( મોક્ષ ) મેળવવાનો છે. તેનો હેતુ સંપૂર્ણ થવાનો છે,- પૂર્ણ જ્ઞાની થવાનો છે; આત્મજ્ઞાન મેળવવાનો છે. અને જો આત્મજ્ઞાન મેળવવાની તક ના મળે તો જીવન બીજા માટે જીવવું. પોતાને જે ભેગો થાય તેને સુખ આપવાનું પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમણે પોતાના સુખનો કદી વિચાર જ કર્યો ન હતો. બીજા લોકોના દુઃખો કેમ હળવા થાય તેના ઉપાયો તેઓ કરતાં. તેથી જ કરુણા અને અસામાન્ય દૈવી ગુણોવાળું અધ્યાત્મ જ્ઞાન “અક્રમ વિજ્ઞાન” તેમની અંદર પ્રગટ થયું. બીજાને મદદ કરી સુખી થવાની, યથાર્થ સમજણ મેળવવા વાંચો....

Refine Search

Showing 26 through 50 of 581 results