Browse Results

Showing 251 through 275 of 581 results

Nitya Manan

by M. K. Gandhi

રોજ રોજ મનન કરવા જેવા આ સુવિચારો ગાંધીજી રોજ એક એક કરીને, તા. 2.-11-’44થી શરૂ કરી, લગભગ બે વરસ સુધી નિયમથી લખતા હતા. આમ લખવાની શરૂઆત તેમણે શ્રી હિંગોરાણી કરીને એક ભાઈ ઘરભંગના દુ:ખથી ઘવાયા હતા તેમના મનની શાંતિ નિમિત્તે કરી હતી. આ વિચારોમાંથી (તા. 2.-11-’44 થી 19-4-’45 સુધીનો) પહેલો હપતો શ્રી હિંગોરાણીએ મૂળ હિંદીમાં છપાવ્યો છે. મૂળ હિંદી સાથે તેનો ગુજરાતી અનુવાદ નવજીવને અગાઉ પ્રસિદ્ધ કર્યો હતો અને તેને વાચકો તરફથી સારો આવકાર મળ્યો હતો. આ આવૃત્તિમાં માત્ર ગુજરાતી ભાષામાં જ આ વિચારો આપ્યા છે.

Mangal Prabhat

by M. K. Gandhi

આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી? - આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી?

Nitidharma Athva Dharmaniti

by M. K. Gandhi

આ પુસ્તકમાં ગાંધીજીએ નીતિ અને ધર્મ વિશે વિચારો રજુ કર્યા છે.

Antarpatt

by Mohan Madhikar

1996ના ‘સેવાદિન’ (1લી સપ્ટેમ્બર: જુગતરામભાઈનો જન્મદિન) નિમિત્તે જુગતરામભાઈ દવેનાં વીણેલાં કાવ્યોનું પુસ્તક પ્રગટ કરવાનું ઠરાવેલું. પાંચેક વર્ષ પૂર્વે—એમના જન્મશતાબ્દી વર્ષે એમનાં વેરાયેલાં કાવ્યો સંશોધન કરી મેં એકત્રિત કર્યાં હતાં. તેમાંથી શ્રી ભીખુભાઈ વ્યાસ, શ્રી હર્ષકાન્તભાઈ વોરા તથા શ્રી ગભરુભાઈ ભડિયાદરા સાથે મળી અમે કાળના પ્રવાહમાં વિલીન થતાં બચાવી લેવા યોગ્ય, પોતાના પગ પર ઊભાં રહી શકે તેવાં તથા કવિના નોખા નોખા મિજાજનું દર્શન કરાવતાં કાવ્યો અહીં લીધાં છે. પસંદગીના કાર્યમાં વ્યક્તિગત રસ-રુચિ, ગમા-અણગમા ભાગ ભજવી શકે છે. કંઈક ઉદારતા દાખવી આટલાં કાવ્ય-પુષ્પો ચૂંટ્યાં છે.

Panditji - Potane Vishe

by Ramnarayan Chuadhri

એક મહાપુરુષના કહેવાથી આપણે એક મહાન પ્રયોગ શરૂ કર્યો હતો. એ મહાન યજ્ઞની સફળતામાં ગાંધીજી પછી, મારા ખ્યાલ મુજબ, જે એક પુરુષનો સૌથી વધારે હાથ હતો, તેના આત્મકથન વિશે આ બે બોલ છે. મને છેલ્લાં પાંચ-છ વરસ દરમ્યાન નેહરુજીને સેંકડો વાર મળવાની સંધિ મળી છે. આ મુલાકાતો બે મિનિટથી માંડીને બે કલાક ચાલેલી. તેમાં દરેક જાતની ચર્ચાઓ થઈ. અનેક પ્રકારના સવાલો સામા આવ્યા. મારા પર એક ચીજની ખાસ અસર થઈ. તે એ કે તેમને કોઈને વિશે નીચો મત બાંધતાં વાર લાગતી હશે, પણ તે દૂર કરતાં વાર નથી લાગતી. બીજી વાત મને એ લાગી કે લોકો તેમને બરાબર સમજ્યા નથી. કેટલાક લોકો તેમના અંધભક્ત છે, તો કેટલાક લોકો નર્યા ટીકાકાર છે. મોટા ભાગના લોકો એવા છે જે તેમની આગળ સ્પષ્ટ વાત નથી કરતા, તેમની જલદી નારાજ થઈ જવાની આદતથી ડરી જાય છે. આ કારણને લઈને ઘણાખરા લોકો નેહરુજીને સાચા સ્વરૂપમાં જોઈ શકતા નથી. નેહરુજીને મેં જે રૂપમાં જોયા ને જે રીતે તેમને હું સમજ્યો તે રૂપમાં તેમને દુનિયા આગળ રજૂ કરવાની મને મારી ફરજ લાગી. આશા છે કે આ પુસ્તકથી આ મહાપુરુષને સાચી રીતે સમજવામાં મદદ થશે.

Visrati Virasat

by James Hilton

જેમ્સ હિલ્ટનની વિખ્યાત નવલકથા લોસ્ટ હોરાઇઝન?ની પાર્શ્વભૂમિ ‘શાંગ્રીલા’ સર્વત્ર આધ્યાત્મિક આનંદના પ્રતીક તરીકે જાણીતી થઈ છે. આ કથાનો પ્રકાર પ્રવાસકથા અને રોમાન્સનો છે, પણ ગૌતમ—બુદ્ધના સુવર્ણમધ્યનું તત્ત્વજ્ઞાન—દર્શન એમાં સર્વત્ર વ્યાપેલું છે. મને આશા છે કે વાચક મિત્રોને આ વાર્તા રુચશે અને સદાને માટે યાદ રહી જશે.

Sardar Patel - Ek Samarpit Jivan

by Raj Mohan Gandhi

વિશાળ સંદર્ભમાં જોઈએ તો ગાંધી, નેહરુ અને પટેલના પ્રયાસોના કારણે આઝાદ ભારત સ્થપાયું અને શક્તિવંત બન્યું. ગાંધીની બાબતમાં ફરજ અદા કરવા પૂરતો અને નેહરુની બાબતમાં પૂરતા પ્રમાણમાં આ હકીકતોનો સ્વીકાર કરી લેવામાં આવે છે, પણ સરદાર પટેલને આ સ્વીકૃતિ અતિશય મર્યાદિત પ્રમાણમાં મળી છે. સંઘપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે સન 1959ના મે માસની 13 તારીખે પોતાની ડાયરીમાં નોંધ્યું છે તેમ “જેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે, તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુનેહને ફાળે જાય છે.” રાજેન્દ્રપ્રસાદે ઉમેર્યું છે “તેમ છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.” આધુનિક ભારતના એક અતિશય નોંધપાત્ર સુપુત્રના જીવન પર પાથરવામાં આવેલો આ ઢાંકપિછોડો ત્યાર પછીના કાળમાં પણ ક્યારેક જ અને અપૂરતા પ્રમાણમાં ઉઠાવાયો છે. આ પડદો સંપૂર્ણત: ઉઠાવી લેવો અને સરદાર પટેલનું જીવન આજની પેઢીની નજરમાં આણવું તે સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. સરદારની કથા પૂર્ણ માનવીની કથા નથી. સરદાર પટેલની મર્યાદાઓ છુપાવી રાખવાની મારી ઇચ્છા નથી અને મેં આવો પ્રયાસ પણ કર્યો નથી. સરદાર પટેલના જીવન અંગે જાણકારી મેળવ્યા પછી થોડાઘણા ખરા લોકોને સમજ પડશે કે સંજોગો સારા હોય ત્યારે, સરદાર પટેલને અહોભાવથી યાદ કરવા જોઈએ અને જમાનો બારીક અને દુ:ખદાયી હોય ત્યારે ભારતની તાકાતના ઉદાહરણરૂપે તેમની યાદ તાજી કરવી પડશે. આઝાદ ભારતના પહેલા વડા પ્રધાનની પસંદગી કરવાની ક્ષણે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને અન્યાય કર્યો હતો કે નહીં તે ચર્ચા અવારનવાર ઉપાડવામાં આવે છે. આ બાબતમાં મારું સંશોધન મેં આ ગ્રંથમાં રજૂ કરેલું છે. મહાત્માજીએ આ બાબતમાં સરદાર જોડે અન્યાય કર્યો છે, તેવું કેટલાક લોકોનું પ્રતિપાદન આ ગ્રંથ લખવા માટે મને પ્રેરણા આપનાર પરિબળોમાંનું એક મહત્ત્વનું તત્ત્વ છે. આવો અન્યાય થયો હોય તો મહાત્માના પૌત્ર તરીકે તેનું થોડું વળતર ચૂકવી દેવાનું વાજબી ગણાય. આ ઉપરાંત પોતાના રાષ્ટ્રના ઘડવૈયા પ્રત્યેનું નાગરિક ઋણ ચૂકવવાનો પણ મેં પ્રયાસ કર્યો છે.

Sitaharan

by Chandrashankar Sukla

રામાયણની કથા ઘણે કહેવાતી સાંભળી છે, રામાયણની કથાના સાર ઘણા જોયા છે, અને મૂળ રામાયણ તથા આધુનિક રામાયણો પણ ઘણાં જોયા છે, પણ તેમાંના એકેમાં ભાઈ ચંદ્રશંકરના રામાયણમાં જે ભૂમિકા રચીને કથા કહેવામાં આવી છે તે નથી. ગ્રહો અને નક્ષત્રો ધોળે દિવસે શોભતાં નથી. તેની ખરી શોભા પ્રગટ કરવા માટે આકાશનો દિનવર્ણો પટ કામ નથી આવતો. તેને માટે તો રજનીવર્ણા પટની આવશ્યકતા છે. આપણી કથાઓમાં રામજન્મથી જ આરંભ કરવામાં આવે છે. વાલ્મીકિમાં પણ રામજન્મથી જ આરંભ થાય છે, ત્યારે રામ, લક્ષ્મણ, ભરત અને સીતાની કથા દિનવર્ણા પટ ઉપર રજૂ થતી હોય એવું ભાસે છે. એ કથાનું શાંત નિર્મળ તેજ ભાઈ ચંદ્રશંકરે ચીતરેલા ત્રણ ભાઈઓના, બ્રાહ્મણ-ક્ષત્રિયોની અવનતિના, પૃથ્વીની પીડાના આછા અને ઘેરા રજનીવર્ણા પટ ઉપર કાંઈક અનેરી છટાથી પ્રગટ થાય છે. અને આ પુસ્તકની મોટામાં મોટી વિશેષતા એ જ છે.

Ravindra Saurabh

by Kaka Kalelkar

સ્વરાજ્યની હિલચાલના છેવટના કટોકટીના દિવસોમાં જેલજીવન દરમ્યાન જે થોડીક સાહિત્યપ્રવૃત્તિ કરી શક્યો તેમાં રવીન્દ્રનાથની કવિતાનું મનન અને लिपिका નામે પ્રસિદ્ધ થયેલાં એમનાં ગદ્યકાવ્યોના અથવા નિબંધોના સંગ્રહનો અનુવાદ ગણાવી શકાય. लिपिकाનું ભાષાંતર મૂળ મેં પોતે મરાઠીમાં લખ્યું અને ગુજરાતી અનુવાદ ચિ. સરોજિનીએ કર્યો. लिपिकाમાં આવેલાં તમામ ગદ્યકાવ્યો નાજુક પીંછીથી ચીતરેલાં છે. એમાં જીવનાનુભૂતિ છે, કાવ્ય છે, અને કાવ્યમય તત્ત્વજ્ઞાન પણ છે. તેથી એ હળવામાં હળવું છતાં ભારેમાં ભારે સાહિત્ય ગણી શકાય. આની અસર આ જમાનાના લેખકો ઉપર અજાણતાં, પણ વધારેમાં વધારે થવાની છે.

Jivta Tehvaro

by Kaka Kalelkar

આપણા ધર્મજીવનનાં મૂળિયાં આપણે માનીએ છીએ તેના કરતાં વધારે ઊંડાં છે. અને જો આજની ચિકિત્સક દૃષ્ટિની સાથે જૂનું ધામિર્ક વાચન એક સામાજિક રિવાજ કે સંસ્થા તરીકે સમાજમાં રૂઢ હોત તો એમાંથી સમાજને કીમતી લોકકેળવણી મળી હોત. એ ખામીની પૂતિર્ જ્યાં સુધી બીજી રીતે થાય નહીં ત્યાં સુધી આ તહેવારો પરત્વે જુદે જુદે પ્રસંગે શ્રી કાકાસાહેબે જે લેખો અથવા નોંધો લખી છે તેનો પણ સંગ્રહ કરવાથી સમાજને આપણું સામાજિક-ધામિર્ક જીવન ફરી સજીવન કરવાનું કંઈક દિશાદર્શન તો મળશે જ. એમ લાગવાથી એવા લેખોનો સંગ્રહ આ આવૃત્તિમાં કરેલો છે. આજના જમાનામાં કેવળ શ્રદ્ધાથી કામ નહીં ચાલે અને કેવળ તાકિર્ક અશ્રદ્ધાથી પણ સામાજિક આત્મા સંતુષ્ટ ન થાય. બંનેનો જ્યાં સમન્વય હોય એવાં લખાણો જ લોકહૃદયને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકે. અહીં એવી કલ્પના બિલકુલ કરેલી નથી કે છેલ્લાં સોબસો વર્ષમાં જે મુગ્ધ રીતે આપણું ધામિર્ક જીવન નભ્યું તે ઢબ જ હંમેશને માટે ચાલતી રહે. આપણો જમાનો આપણી વ્યાપક હાજતો પ્રમાણે નવસર્જનથી આપણે શણગારવો રહ્યો. એને માટેની દૃષ્ટિ કેળવવામાં આ લેખો મદદગાર થશે અને ધામિર્કતાનું વાતાવરણ પેદા કરશે એવી આશા છે.

Gandhijinu Khovayelu Dhan: Harilal Gandhi

by Nilam Parikh

જેમના વિશે કલાકૃતિઓ તૈયાર થઈ હોય એવી વ્યકિતઓ પ્રત્યે ઊંચા આદર અને સન્માન ધરાવનારી બધી વ્યક્તિઓ અને સંસ્થાઓનો એ ધર્મ બની રહે છે કે તેઓ આદરણીય વ્યક્તિઓ અંગેની જે કાંઈ નાનીમોટી બધી જ હકીકતો કે અન્ય સાહિત્ય ઉપલબ્ધ હોય અને હજી સુધી પ્રકાશમાં ન આવ્યાં હોય તેને લોકો સમક્ષ રજૂ કરે જેથી તે આદરણીય વ્યક્તિઓનાં થતાં ભૂલભરેલાં ચિત્રણ અને તેને કારણે થતા અન્યાય સામે ઢાલ બની રહે. આ ભાવનાથી દોરાઈને આ વિચારને અમલમાં મૂકવા આ પુસ્તક પ્રગટ કરવાનું નક્કી કર્યું.

Gandhijinu Shikshan Darshan

by Mahatma Gandhi

શિક્ષણ દ્વારા પ્રજાનું ચારિત્ર્યઘડતર કર્યા સિવાયની દેશની બધી પ્રગતિ એકડા વગરના મીડા બરાબર સાબિત થવાની છે એની ખાતરી એમને થઈ ચૂકી હતી. તેથી જ આઝાદીના આગમના પૂર્વે કોઈએ એમને પૂછેલું કે સ્વતંત્રતા બાદ શિક્ષણનો તમારો આદર્શ શો હશે? ત્યારે એકક્ષણનાય વિલંબ વિના એમણે કહેલું: ચારિત્રઘડતર. આઝાદી પછી આપણે ત્યાં રાષ્ટ્રીય વિકાસની અનેક યોજનાઓ ઘડાઈ અને અમલમાં મુકાઈ. એ દ્વારા દેશે ઘણો ભૌતિક વિકાસ સાધ્યો છે એ હકીકત છે. પરંતુ લોકોના સર્વાંગીણ ચારિત્ર્યઘડતર માટે જે થવું ઘટે.

Gandhijina Sahsadhko

by Nilam Parikh

આ પુસ્તકનું નામ ‘ગાંધીજીના સહસાધકો’ એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.

Bapuna Ashramman

by Haribhau Upadyay

આ પુસ્તક ઇતિહાસનું કે ચરિત્રનું નથી. સંસ્મરણોનું છે અને એ લખતી વખતે ભગવાન કૃષ્ણ પ્રત્યે ગોપીઓના આ મામિર્ક અને સાર્થક વચને મને સદા પ્રેરણા આપી છે: तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम्| श्रवणमडलं श्रीमदाततं भुवि गृणन्ति ते भूरिदा जना:|| હે વહાલા, તારી કથા તો અમૃતની ધારા છે. એ સંતાપમાં પડેલા જનોને જીવન, શાંતિ અને શીતળતા આપે છે. કવિઓએ એની ઘણી પ્રશંસા કરી છે. એ પાપનો નાશ કરનારી છે. એના શ્રવણથી મનુષ્યનું કલ્યાણ થાય છે. એ સમૃદ્ધ છે, અને નિત્ય છે. એથી જે કવિઓ એનું ગાન કરતા વિચરે છે, તેઓ જગતને એક અતિ કીમતી વસ્તુનું દાન કરે છે.

Sankshipt Atmakatha Gandhiji

by Mahatma Gandhi

ગાંધીજીની આત્મકથા ‘સત્ય ના પ્રયોગો' એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખ થી વધુ નકલો વેચાઇ ચુકી છે. તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી-વિચાર સમજવામાં પાયાના પત્થર જેવું કામ કરે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઇ-બુક ડિસ્કાઉંટ સાથે ઇ-શબ્દ પર...

Gandhijinu Jivan — Emnaj Shabdoma

by Krishna Kruplani

હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપાસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઇચ્છું છું. પણ પવનની એવી કોઈ લહરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઇનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણાં તરુણ સ્ત્રીપુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઇચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઇચ્છતો નથી. મારો ધર્મ ચોકાપંથી નથી. — ગાંધીજી

Dev ane Danav

by Jitendra Desai

માનવશરીરમાં દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચે ચાલતા સંગ્રામને આત્મનિરીક્ષણ કરી શબ્દસ્થ કરવામાં આવે તો કદાચ એ નોંધ ડૉ. જેકિલની નોંધપોથી જેવી થાય. વાર્તાકારે ખૂબી કરી માનવશરીરમાં ચાલતા દૈવી અને આસુરી વૃત્તિના સંગ્રામને, એક જ વ્યક્તિનાં બે જુદાં સ્વરૂપ કલ્પી, પ્રગટ કરી બતાવ્યો છે, જ્યારે આપણે માનવસ્વરૂપે એ સંગ્રામ સતત અનુભવીએ છીએ. ક્યારેક આપણે દાનવને દબાવી દઈએ છીએ, ક્યારેક તે આપણને દબાવી દે છે. આ દાનવની જેમ દેવ પણ માનવશરીરમાં પડેલો છે. દૈવી વૃત્તિનો વિકાસ મનુષ્યને દેવની નજીક લઈ જાય છે. બધા દેવ ન થઈ શકે, દેવની નજીક પહોંચવાનું પણ કેટલાક માટે અશક્ય થઈ પડે; પણ દાનવને દબાવી રાખી, તેના પર વિજય મેળવવાનો સતત પ્રયત્ન તો સૌ કરી શકે. એ કાજે જ આ જીવન હોવું જોઈએ. અને તેમ પણ ન થાય તો એક કવિએ ગાયું છે તેમ, ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ એ સંકલ્પ તો હોવો જ જોઈએ. અસ્તુ.

Charitra ane Rashtra Nirman

by M K Gandhi

પ્રસ્તુત પુસ્તકમાં આશ્રમનાં વ્રતોનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.

Bapuni Jhankhi

by Kakasaheb Kalelkar

પૂ. બાપુજી વિશે જે કાંઈ વાંચવાને મળે તે લોકોને આનંદદાયક હોય જ છે...આ સંસ્મરણોમાં પૂજ્ય બાપુના સંપૂર્ણ દર્શનની આશા વાચકો ન રાખે. પરંતુ એમના સમૃદ્ધ અને તેજસ્વી જીવનનાં કેટલાંક પાસાંઓનું યથાર્થ દર્શન એમને અહીં જરૂર થશે. ..આ પ્રસંગો મૂળે હિંદીમાં લખાયા હતા અને बापूकी झाँकियाँને નામે પ્રસિદ્ધ થયા હતા. એ ચોપડીનો આ ગુજરાતી અનુવાદ છે.

Bapuna Jivanvrato

by Dashrathlal Shah

ગાંધીજી જે જાતના સમાજની નવરચના કરવા માગતા હતા, એમાં આ એકાદશ વ્રતોના પાલનને સ્થાન હતું. આશ્રમ એની પ્રયોગશાળા કે તાલીમશાળા હતી. આશ્રમના નાનકડા સમુદાયમાં જો વ્રતો મૂતિર્મંત થાય તો વિશાળ જનસમાજ એને અપનાવશે એવી એમની શ્રદ્ધા હતી. આવી શ્રદ્ધા સાથે સત્યાગ્રહાશ્રમ, સાબરમતીમાં પંદર વર્ષ વ્રતપાલનનો એક સામુદાયિક પ્રયોગ એમણે કર્યો. આ અભિનવ પ્રયોગ દ્વારા એમણે બતાવી આપ્યું કે સત્ય અહિંસાદિ વ્રતો એ કંઈ મોક્ષમાર્ગી સાધુસંતોનો ઇજારો નથી; સામાન્ય જનસમાજ પણ એનું આચરણ કરી શકે છે. ગાંધીવિચારના હાર્દ સમા આ એકાદશ વ્રતોની મીમાંસા અનેકોએ અનેક રીતે કરી છે. પ્રસ્તુત પુસ્તિકા ‘મંગળપ્રભાત’નાં બાપુનાં એકાદશ વ્રતો વિશેના શ્રી દશરથલાલ શાહના લેખોનો સંગ્રહ છે. ગાંધીપ્રેમીઓ અને વિશેષ કરીને ગાંધીદર્શનના વિદ્યાર્થીઓને એ ઉપયોગી નીવડશે એવી શ્રદ્ધા છે. —મગનભાઈ જો. પટેલ

Bapune 10 Anjali

by Amrutlal Vegad

બાપુના જીવન સંબંધી વિશાળ સાહિત્ય-મંદિરમાં, કંઈક લજ્જા અને કંઈક સંકોચ સાથે, ભાઈ અમૃતલાલ પણ એમનો લઘુ પૂજાથાળ લાવ્યા છે. એની સાથે ન તો ઘંટા-ઝાલરનો ઘનઘોર ઘટાટોપ છે, ન સ્તવ-સ્તોત્રોનો સીમાહીન સંભાર. બસ નાનોશો — કદાચ માટીનો બનેલો — થાળ છે, થોડીશી દિવેટો, જેમાં પૂજારીની અન્તર્મુખી દૃષ્ટિનો સ્નિગ્ધ પ્રકાશ છે. અમૃતલાલ વ્યવસાયે શિલ્પી છે, એટલે રંગ-રૂપ-રેખાઓના પેલા આંતરિક વિરહ-મિલનનો ભેદ તેઓ જાણે છે, સુરુચિ અને સહૃદયતાના રસથી શિલ્પી જેને ભીંજવે છે. એટલે જ એમને સંતુલન સુલભ છે, અને સુષમા પણ. સ્વભાવથી અમૃતલાલ સાધક છે, એટલે મંગલની કલ્પના એમને અનુપ્રેરિત કરે છે. એમની શૈલી આમ શિલ્પીની સૂઝ અને સાધકની બૂજનાં તત્ત્વોથી આપોઆપ ઘડાઈ ઊઠી છે. બાપુ જો કેવળ સંગ્રહાલયમાં સજાવીને રાખવાની વસ્તુ ન હોય, તો અમૃતલાલની આ રચનાઓ આપને જરૂર ગમશે. — મોહનલાલ બાજપેયી

Aarogyani chavi

by M. K. Gandhi

आरोग्य विषे सामान्य ज्ञान નામના મથાળા હેઠે મેં ઇન્ડિયન ઓપીનિયન વાંચનારાઓને સારુ દક્ષિણ આફ્રિકામાં સન 1906ની इन्डियन ओपीनियन પ્રકરણો લખેલાં. તે છેવટે પુસ્તકાકારે પ્રગટ થયેલાં. એ પુસ્તક હિંદુસ્તાનમાં તો કોઈ જ જગ્યાએ મળતું. હું દેશમાં પાછો ફર્યો ત્યારે એ પુસ્તકની બહુ માગણી થઈ. કૈ. સ્વામી અખંડાનંદજીએ તે છપાવવાની ઇચ્છા બતાવી. તેના તરજુમા હિંદની ઘણી ભાષામાં થયા. આ પુસ્તકને નવું નામ આપ્યું છે: आरोग्यनी चाबी ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હું બંધાવી શકું છું. —મો. ક. ગાંધી

Hind Swaraj

by M. K. Gandhi

હિંસાની વિચારધારાને આપણે સામાન્ય રીતે માનીએ છીએ તેથી વધુ અનુમોદન પ્રાપ્ત છે. હિંસાના હિમાયતીઓના બે વર્ગ છે. અલ્પ અને વધુ અલ્પ થતો જતો એક સમુદાય હિંસામાં માને છે અને એ મુજબ આચરણ કરવા તૈયાર હોય છે. બીજો અતિ મોટો એક વર્ગ હંમેશા રહ્યો છે જે હિંસામાં આસ્થા ધરાવે છે ખરો, પણ, હમણાના આંદોલનની નિષ્ફળતાના કડવા અનુભવ પછી, એમની એ આસ્થા આચરણમાં પરિણમતી નથી. કાર્યસિદ્ધિ માટે જબરદસ્તી સિવાય બીજા માર્ગ એમની પાસે હોતા નથી. હિંસામાં એમનો ઇતબાર એવો જડબેસલાક હોય છે કે બીજાં બધાં કામો કરવાને અને કશાનો ભોગ આપવાને રસ્તે જતા એ અટકે છે. આ બેઉ અનિષ્ટ જબરાં છે. હિંસાનાં તમામ સ્વરૂપોને આપણે તિલાંજાલિ નહીં આપીએ અને ઇતર પરિબળને આપણું ચાલકબળ નહીં બનાવીએ ત્યાં સુધી આપણી આ માતૃભૂમિના નવનિર્માણની આશા મિથ્યા છે. હિંસાચારના નકારનો તકાજો આજે છે એટલો કદી નહોતો. આ ધ્યેયસિદ્ધિ માટે શ્રી ગાંધીના આ વિખ્યાત પુસ્તકના પ્રકાશન અને તેના વિશાળ ફેલાવાથી બહેતર બીજો કયો રસ્તો હોઈ શકે? [હિંદ સ્વરાજ] - ચ. રાજગોપાલાચાર સત્યાગ્રહ સભા, મદ્રાસ, 6–6–’19

Satyana Prayogo athva Atmakatha

by Mahatma Gandhi

ગાંધીજીની આત્મકથા 'સત્ય ના પ્રયોગો' એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખ થી વધુ નકલો વેચાઇ ચુકી છે. તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી-વિચાર સમજવામાં પાયાના પત્થર જેવું કામ કરે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઇ-બુક ડિસ્કાઉંટ સાથે ઇ-શબ્દ પર...

F.Y. B.A. BCHEN 107 - Manav Paryavaran - Manvi Par Badlayela Paryavaranni Asaro 4 - BAOU, IGNOU: F.Y. B.Com.BCHEN 107 માનવ પર્યાવરણ – માનવી પર બદલાયેલા પર્યાવરણની અસરો – 4

by Baou Ignou

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ફરજીયાત વિષયનું છે.

Refine Search

Showing 251 through 275 of 581 results