Browse Results

Showing 451 through 475 of 581 results

Computer Adhyan class 9 - GSTB: કમ્પ્યુટર અધ્યન ધોરણ ૯ - GSTB

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૯ ના કોમ્પુટર અધ્યન વિષયનું છે જેમાં ૧૪ પ્રકરણ અને પરિશિષ્ટ આપેલ છે.

Computer Adhyan class 12 - GSTB: કોમ્પુટર અધ્યન ધોરણ 12 - જીએસટીબી

by Gstb

ધોરણ ૧૨ કોમ્પુટર અધ્યન વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં ૧૩ પ્રકરણ આપેલ છે.

Computer Adhyan class 11 - GSTB: કમ્પ્યૂટર અધ્યયન ધોરણ 11

by Gujrat Rajya Pathyapustak Mandal

ધોરણ ૧૧ ની કમ્પ્યુટર અધ્યન નું પાઠ્યપુસ્તક છે જેમાં 13 પ્રકરણ આપેલ છે.

Computer Adhyan class 10 - GSTB: કમ્પ્યુટર અધ્યયન ધોરણ ૧૦

by Gujrat Rajya Pathyapustak Mandal

ધોરણ ૧૦ ની કમ્પ્યુટર અધ્યન નું પાઠ્યપુસ્તક છે જેમાં 13 પ્રકરણ આપેલ છે.

Coffee Stories: Coffee સ્ટોરીઝ: એક સિપ હૂંફાળા સંબંધોને નામ!

by Raam Mori

આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટાયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ ખરેખર કોફીના કપ સાથે પુરી થઇ જાય અને કોફીની જેમ મગજ સતેજ કરી દે એવી વાર્તાઓનો સમુહ!

Chuskit Chaali Nishale

by Sujatha Padmanabhan

Nine year old Chuskit longed to go to school, to make friends, learn math and play games. But she could not... until Abdul decided to do something about it.

Chup Nahi Rahevay

by Chandrshankar Shukla

આ પુસ્તકમાં ટૉલ્સ્ટૉયના જુદે જુદે વખતે ને જુદા જુદા અનેક વિષય પર લખેલા કેટલાક નિબંધોનો અનુવાદ આપેલો છે. આત્માને જીવનદીપ બનાવી તે બતાવે તે રસ્તે ચાલવું; ધર્માચરણ કરતાં રાજાની નહીં પણ રામની આણ માનવી, ને તેમ કરતાં જે કષ્ટો ને યાતનાઓ વેઠવાં પડે તે વેઠવાં; બૂરાઈનો—હિંસાનો—પ્રતિકાર બૂરાઈથી નહીં પણ ભલાઈથી—અહિંસાથી—કરવો; પ્રેમધર્મ એ જ જીવનનો સર્વોચ્ચ નિયમ છે એમ માનવું ને તેને નિરપવાદપણે અનુસરવું; ને એટલા સારુ આપણા માનવબંધુઓનું શોષણ આપણે ન કરવું, એટલું જ નહીં પણ બીજાઓને હાથે પણ ન થવા દેવું; ને તેને માટે જીવનને શુદ્ધ, સાદું, ખડતલ ને નિષ્પાપ બનાવવું;—આ એમના કેટલાક મુખ્ય સિદ્ધાંતો તેમણે આ નિબંધો દ્વારા ઉપદેશેલા છે. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, “તેમનો ઉપદેશ આપણે કાને ધરવો ને અંતરમાં ઉતારવો ઘટે છે.” —ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ

Chulbulni Poonchadi

by Savitri

This story is about a squirrel who was bored of her tail.

Chitrakala class 12 - GSTB

by Gstb

Education book

Chitrakala class 10 - GSTB

by Gstb

Education book

Chinta: ચિંતા

by Dada Bhagwan

ચિંતાથી કામ બગડે છે, એ કુદરતનો નિયમ છે. ચિંતાથી મુક્તિ કામ સુધારે છે. ભણેલા-ગણેલા અને સાધન સંપન્ન લોકો પણ ઉંચા સ્તરની ચિંતા અને તનાવથી પીડાય છે. મજુરો ચિંતા કરતા નથી અને તેમને સારી ઊંઘ આવે છે, તેની સરખામણીમાં એમના ઉપરીઓને ઊંઘની ગોળીઓ લેવી પડે છે. જેઓ ચિંતા કરે છે તેઓ પોતાની મિલકત ગુમાવે છે. અહીં એક નાનો દાખલો પરમ પૂજ્ય દાદાશ્રીના શબ્દોમાં છે કે જયારે તેમને ધંધા માં ખોટ ગઈ ત્યારે તેઓ તેમની ચિંતાઓનો અંત કેવી રીતે લાવ્યા. “ એક વખત અમારા ધંધામાં ખોટ ગઈ. આ આત્મજ્ઞાન થયા પહેલાંની વાત છે. તે વખતે, હું ચિંતા કરીને આખી રાત અજંપામાં રહ્યો. પછી મને અંદરથી જવાબ મળ્યો. આ ખોટને લીધે અત્યારે બીજા કોણ કોણ ચિંતા કરે છે? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે અત્યારે ચિંતા ના કરતા હોય ! મે શોધી કાઢ્યું કે હું જ એકલો ચિંતા કરતો હતો. મારા બૈરી–છોકરાઓ બધા ભાગીદાર છે છતાંપણ તેઓ કોઈ શું થઇ રહ્યું છે તે જાણતા નથી. હવે એ બધા નથી જાણતા તોય એમનું ચાલે છે. હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું છું. જયારે બીજા, જેઓ મારા ભાગીદાર છે તેઓ ચિંતા નથી કરતા, તો ચિંતાનો બધો મારે એકલાએ શા માટે ઉપાડવો જોઈએ? ચિંતા શું છે? વિચારો એ સમસ્યા નથી. જયારે પોતે વિચારોમાં લાગણીવશ થઇ તન્મયાકાર થાય છે ત્યારે ચિંતા શરુ થાય છે.

Chhuk Chhuk Chhak

by Vinita Krishna

નાનીની દોડતી ગાડીમાં ચઢી જાઓ. છુક-છુક-છક-છક!

Chhakamchhalo

by Suresh Dalal

Gujarati Rhymes and Verses for Children.

Charitra ane Rashtra Nirman

by M K Gandhi

પ્રસ્તુત પુસ્તકમાં આશ્રમનાં વ્રતોનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.

Chanakya Niti (Chanakya Sutra Sahit): ચાણક્ય નીતિ (ચાણક્ય સૂત્ર સહિત)

by Acharya Rajeshwar Mishra

જેમણે ભારતની આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થાને સુનિયોજીત બનાવી રાખવાની એક ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો. પોતાની કૂટનીતિઓથી શત્રુઓનું દમન કર્યું, પોતાની પ્રતિભાથી સંસ્કૃત સાહિત્યને મહત્વપૂર્ણ બનાવ્યું. ત્યાગ અને બુદ્ધિમત્તાથી ભારતનું ગૌરવ વધાર્યું, જેમણે આજીવન ચરિત્ર, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને પ્રમુખતા આપી, એ પુરુષશિરોમણીનું નામચાણક્ય છે. તેઓ બુદ્ધિથી તીક્ષ્ણ, ઈરાદાના પાક્કા, પ્રતિભાના ધની, દૂરદર્શી અને યુગ - નિર્માતા હતા, એમના જીવનનો એક ઉદ્દેશ્ય હતો. પ્રસ્તુત સંસ્કરણ વાચકોને સરળતાથી સમજમાં આવી જાય એ માટે સરળ, સુસ્પષ્ટ અને બોધગમ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મારું માનવું છે કે આ અથાગ જ્ઞાનરૂપી ગ્રંથનું અધ્યયન મનુષ્યએ પોતાના જીવનકાળમાં એક વાર અવશ્ય કરવું જોઈએ.

Chamkto Taro

by Abdulla Kamal

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Chamatkar: ચમત્કાર

by Dada Bhagwan

આજનાં અતિ આધુનિક અને વૈજ્ઞાનિક કાળમાં પણ લોકો કંઈક ચમત્કાર થશે તેવી ભ્રાંતિમાં રાચે છે. તેઓ કોઈક અલૌકિક ઘટનાઓ ઘટવાની રાહ જુએ છે. ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગની પ્રજા ચમત્કારોમાં માને છે, તે ઘણી અંધશ્રદ્ધાઓ, ભ્રાંતિ અને ભયને જન્માવે છે. જે દેશની પ્રજા ચમત્કારોને માનતી, રાચતી ને પૂજતી થાય તે દેશના આધ્યાત્મનું પતન ક્યાં જઈ ને અટકશે તેની કલ્પના જ થાય તેમ નથી. ચમત્કાર કહેવો કોને ?સામાન્ય માણસની બુદ્ધિથી ના સમજાય તેવી બહારની ક્રિયા થઈ તે ચમત્કાર ? પણ તેમાં બુદ્ધિની સમજની સાપેક્ષતા માણસે માણસે ભિન્ન હોય. એકની બુદ્ધિમાં ના સમાય તો બીજાની બુદ્ધિમાં સમાય. બુદ્ધિની સીમા ય દરેકની ભિન્ન ભિન્ન જ ને ! ચમત્કાર પરનું પ્રસ્તુત પુસ્તક - શું આવા ચમત્કારોનું આપણા જીવનમાં ખરેખર કોઈ મહત્વ છે? ચમત્કારનો સહારો લઈને અંતે આપણને મળ્યું શું? તેનાં પર પ્રકાશ પાડે છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ ચમત્કારની યથાર્થ ‘ડેફીનેશન’(વ્યાખ્યા), સિદ્ધિ અને ચમત્કાર વચ્ચેનો તફાવત, ચમત્કારમાં માન્યતા અને ધર્મ વચ્ચેનો સંબંધ, શું ચમત્કાર ખરેખર આપણું કંઈક સારું કરે છે કે તે માત્ર એક કલ્પના જ છે ? શું ચમત્કારો આપણા જીવન અને ધર્મને અસર કરે છે ? શું તે આપણા જીવનને સારું કે ખરાબ બનાવી શકે? શું આપણે ચમત્કારો કરીને ભગવાનને રાજી કરી શકીએ? વગેરે તે સર્વ બાબતો સમજાવી છે. દાદાશ્રી વાચકને મોક્ષમાર્ગ તરફ વાળે છે, જ્યાં (કહેવાતા)ચમત્કારનું કોઈ જ સ્થાન નથી, કારણકે આત્મા આ બધાથી પર છે. પ્રસ્તુત પુસ્તક સુજ્ઞ વાચકને ચમત્કારનો ખરો મતલબ ખોળવામાં અને આધ્યાત્મના સાચા માર્ગ પર ચાલવામાં સહાયક થશે.

Budhdha Ane Mahavir

by Kishorlal Mashruwala

બુદ્ધ અને મહાવીર પુસ્તક માં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર એવા બે મહાપુરુષો વિશે આલેખન કર્યુ છે.

Brahmacharya (Sanxipt): બ્રહ્મચર્ય (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

તમને ચોરી કરવી ગમે? તમને જુઠું બોલવું ગમે? તમને કોઈને મારી નાખવાનું (હિંસા) ગમે? તો પછી વિષયમાં એવું શું છે કે તે પોતાને ગમે છે? તે ફક્ત રોંગ બિલીફના કારણે છે. બીજાઓએ કહ્યું તેથી તમે પણ માનો છો કે વિષયમાં પરમ સુખ છે. પણ તે સત્ય નથી. સ્વાભાવિક રીતે વિચારો, શું તમારી બીજી ઇન્દ્રિયોને તે ગમે છે? શું આંખોને તે ગમે છે? શું કાનો સાંભળે છે ત્યારે તેમને તે ગમે છે? શું જીભ ચાટે તો તે મીઠું લાગે છે? નાકને તે ખરેખર ગમતું હશે, નહિ? કોઈ પણ ઇન્દ્રિયને તે ગમતું નથી. દરેક માણસે વિષયનું પરીણામ શું છે અને બ્રહ્મચર્ય પાળવાના શા ફાયદા છે તે ઓળખવા જોઈએ. પોતાના કાયદેસરના સાથીદાર સાથે પણ ફક્ત એક વખત વિષય ભોગવવાથી, લાખો જીવોની હિંસા થાય છે; અને પોતાના લગ્નના સાથીદાર સિવાય બીજા કોઈ સાથેનો વિષય નરકમાં જવાનું કારણ છે. દરેક જણ સહમત થાય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરંતુ તે પાળવું કેમ? કોઈએ કદી તેનો રસ્તો બતાવ્યો નથી. આ પુસ્તકમાં તમે જોશો કે બ્રહ્મચર્ય પાળવાના સચોટ અને સ્પષ્ટ રસ્તા બતાવ્યા છે. વર્તમાન અને ભવિષ્યના વિષયના ભયંકર જોખમ વાંચીને લોકોને ધક્કો લાગશે અને તેઓ કહેશે “અમને આની જાણ જ ન હતી.”

Blue Book 1: બ્લ્યુ બુક ૧

by Kaajal Oza Vaidya

આ પુસ્તક’ બ્લ્યુ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશમાથી જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન છે

Bindaas

by Suresh Dalal

બાળકાવ્યો બાળકની ભાષામા

Bhugol class 12 - Guidebook - GSTB: ભૂગોળ ધોરણ ૧૨ - નવનીત

by Navneet

ધોરણ ૧૨ ના ભૂગોળ વિષયની ગાઈડ બુક છે.

Bhugol class 12 - GSTB

by Gstb

Education book

Bhugol class 11 - GSTB: ભૂગોળ ધોરણ ૧૧ - જીએસટીબી

by Dr Shri Vishnubhai B. Patel Shri Ghanshyambhai K. Shri Fateh Singh K. Chaudhary S Chaudhary

આ ધોરણ ૧૧ના ભૂગોળ વિષય નું પાઠ્યપુસ્તક છે જેમાં ૧૭ પ્રકરણ આપેલ છે.

Bhugol (Apexit) class 12 - GSTB - Navneet: ધોરણ ૧૨ ભૂગોળ પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)

by Navneet Ltd.

ધોરણ ૧૨ ભૂગોળ અપેક્ષિતમાં ૫ પ્રશ્નસંગ્રહો આપેલ છે અને ૨ આદર્શ પ્રશ્નપત્ર આપેલ છે.

Refine Search

Showing 451 through 475 of 581 results