Browse Results

Showing 476 through 500 of 581 results

Bhogve Eni Bhul: ભોગવે એની ભૂલ

by Dada Bhagwan

કોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણે જ. જો વ્યક્તિ સુખ માણે છે તો તે તેના સારા કર્મો નું ફળ છે. પરંતુ જગતનો કાયદો નિમિત્તને ( દેખીતો કર્તા – દુઃખ પહોંચાડનાર વ્યક્તિ ) દોષી જુએ છે. ભગવાનનો કાયદો, અસલી કુદરતનો કાયદો, અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે અને તેને કદી કોઈ બદલી શકે નહિ. આ દુનિયામાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને પણ દુઃખ આપી શકે, સરકારનો કાયદો પણ નહિ. જયારે આપણી કોઈ દેખીતી ભૂલ નથી હોતી અને આપણને કોઈ ભોગવટો આવે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને વારંવાર સવાલ પૂછીએ છીએ, શા માટે મને? મારી શું ભૂલ છે? કોની ભૂલ છે? લુંટનારની કે લુંટાનારની? આ દુનિયામાં કોની ભૂલ છે તે જો તમારે જાણવું હોય તો, કોણ ભોગવે છે અને તમારા ભોગવટાની પાછળ ક્યા કારણો છે? તે શોધો આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી બધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.

Bhillu

by Suresh Dalal

બાળક એટલે વિસ્મયની દુનિયાનો વિષ્ણુભગવાન. એની સૃષ્ટિમાં પૂર્ણવિરામનું મહત્ત્વ નથી, પણ આશ્ચર્યચિહ્નોનું સામ્રાજ્ય છે. તમે જો એની દુનિયા તરફ જુઓ તો બાળકાવ્યો કે બાળવાર્તાની ગંગોત્રી શોધવા માટે બહુ દૂર નહીં જવું પડે. ફરિયાદ તો એના હોઠ પર હોય જ. સુરેશ દલાલે એમની આગવી શૈલીમાં એમના ચૌદ બાળકાવ્ય સંગ્રહોમાં રજૂ કર્યા છે.

Bhavna Sudhare Bhavobhav: ભાવના સુધારે ભવોભવ

by Dada Bhagwan

ધર્મ અને ધાર્મિક ક્રિયામાં ઊંડા ઉતરેલા હોવા છતાંપણ આપણી વર્તણુંકમાં કેમ તેનું પ્રતિબિંબ પડતું નથી? શું તમે તેનાથી નાસીપાસ થયેલા અને મૂંઝાયેલા નથી? આની પાછળનું કારણ શું છે? પરમ પૂજ્ય દાદાશ્રીએ આવી મુંઝવણની પાછળના રહસ્યની ચોખવટ કરી છે. તેઓ કહે છે, બધું આચરણ અને વર્તણુંક એ ગયા અવતાર માં સેવેલા કારણોનાં ફળરૂપે છે. તે પરિણામ છે. ભાવ શબ્દ એ ઊંડા અંતરના હેતુ માટે છે, તે દેખાતો નથી. આ ભાવ એટલે કારણ. પરિણામ કોઈ બદલી ના શકે. જો કારણ બદલાશે તો પરીણામ બદલાશે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બધા શાસ્ત્રો નો સાર કાઢીને આપણને નવ કલમો રૂપે આપ્યો છે. આ નવ કલમો એ પાયાના સ્તરેથી ભાવ બદલવા માટેની ચાવીઓ છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી પણ ભાવમાં આવો બદલાવ નહિ આવે. હજારો લોકોએ આ કલમોના સરળ સંદેશથી ફાયદો મેળવ્યો છે. આ નવ કલમો બોલ્યા કરવાથી, અંદરના નવા કારણ સંપૂર્ણપણે બદલાય છે અને પોતે આજ જીવનમાં આંતર શાંતિ મેળવે છે. તે પોતાનાં જીવન માંથી બધી નકારાત્મકતા ધોઈ નાખશે. આ બધા ધર્મ નો સાર છે. મુક્તિ નો પંથ - આધ્યાત્મિક પ્રગતિ પછી સરળ થશે.

Bhautik Vignan Part-3 class 10 - GSTB: ભૌતિક વિજ્ઞાન ભાગ-3 ધોરણ 10

by Navneet

NCERT ના અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 ના ભૌતિક વિજ્ઞાન માટેની પાઠયપુસ્તક.

Bhattnu Bhopadu (natak): ભટનું ભોપાળું

by Navalram Pandya

ભટનું ભોપાળુ હાસ્યપ્રધાન નાટક છે તે, ઢોંગી વૈદભુવાની ઠગાઇનું તથા કેટલીક નઠારી રૂઢીયોનું રમુજી ચિત્ર ફ્રેન્ચ મોલિયેરના નમુના ઉપરથી કરવા માં આવેલ છે

Bhagavan Mahavir

by Mira Bhatt

ભગવાન મહાવીર એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું પાંચમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Bhagavan Gauttam Buddha

by Arunika Manoj Daru

ભગવાન ગૌતમ બુદ્ધ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું દસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Bapuni Jhankhi

by Kakasaheb Kalelkar

પૂ. બાપુજી વિશે જે કાંઈ વાંચવાને મળે તે લોકોને આનંદદાયક હોય જ છે...આ સંસ્મરણોમાં પૂજ્ય બાપુના સંપૂર્ણ દર્શનની આશા વાચકો ન રાખે. પરંતુ એમના સમૃદ્ધ અને તેજસ્વી જીવનનાં કેટલાંક પાસાંઓનું યથાર્થ દર્શન એમને અહીં જરૂર થશે. ..આ પ્રસંગો મૂળે હિંદીમાં લખાયા હતા અને बापूकी झाँकियाँને નામે પ્રસિદ્ધ થયા હતા. એ ચોપડીનો આ ગુજરાતી અનુવાદ છે.

Bapune 10 Anjali

by Amrutlal Vegad

બાપુના જીવન સંબંધી વિશાળ સાહિત્ય-મંદિરમાં, કંઈક લજ્જા અને કંઈક સંકોચ સાથે, ભાઈ અમૃતલાલ પણ એમનો લઘુ પૂજાથાળ લાવ્યા છે. એની સાથે ન તો ઘંટા-ઝાલરનો ઘનઘોર ઘટાટોપ છે, ન સ્તવ-સ્તોત્રોનો સીમાહીન સંભાર. બસ નાનોશો — કદાચ માટીનો બનેલો — થાળ છે, થોડીશી દિવેટો, જેમાં પૂજારીની અન્તર્મુખી દૃષ્ટિનો સ્નિગ્ધ પ્રકાશ છે. અમૃતલાલ વ્યવસાયે શિલ્પી છે, એટલે રંગ-રૂપ-રેખાઓના પેલા આંતરિક વિરહ-મિલનનો ભેદ તેઓ જાણે છે, સુરુચિ અને સહૃદયતાના રસથી શિલ્પી જેને ભીંજવે છે. એટલે જ એમને સંતુલન સુલભ છે, અને સુષમા પણ. સ્વભાવથી અમૃતલાલ સાધક છે, એટલે મંગલની કલ્પના એમને અનુપ્રેરિત કરે છે. એમની શૈલી આમ શિલ્પીની સૂઝ અને સાધકની બૂજનાં તત્ત્વોથી આપોઆપ ઘડાઈ ઊઠી છે. બાપુ જો કેવળ સંગ્રહાલયમાં સજાવીને રાખવાની વસ્તુ ન હોય, તો અમૃતલાલની આ રચનાઓ આપને જરૂર ગમશે. — મોહનલાલ બાજપેયી

Bapuna Jivanvrato

by Dashrathlal Shah

ગાંધીજી જે જાતના સમાજની નવરચના કરવા માગતા હતા, એમાં આ એકાદશ વ્રતોના પાલનને સ્થાન હતું. આશ્રમ એની પ્રયોગશાળા કે તાલીમશાળા હતી. આશ્રમના નાનકડા સમુદાયમાં જો વ્રતો મૂતિર્મંત થાય તો વિશાળ જનસમાજ એને અપનાવશે એવી એમની શ્રદ્ધા હતી. આવી શ્રદ્ધા સાથે સત્યાગ્રહાશ્રમ, સાબરમતીમાં પંદર વર્ષ વ્રતપાલનનો એક સામુદાયિક પ્રયોગ એમણે કર્યો. આ અભિનવ પ્રયોગ દ્વારા એમણે બતાવી આપ્યું કે સત્ય અહિંસાદિ વ્રતો એ કંઈ મોક્ષમાર્ગી સાધુસંતોનો ઇજારો નથી; સામાન્ય જનસમાજ પણ એનું આચરણ કરી શકે છે. ગાંધીવિચારના હાર્દ સમા આ એકાદશ વ્રતોની મીમાંસા અનેકોએ અનેક રીતે કરી છે. પ્રસ્તુત પુસ્તિકા ‘મંગળપ્રભાત’નાં બાપુનાં એકાદશ વ્રતો વિશેના શ્રી દશરથલાલ શાહના લેખોનો સંગ્રહ છે. ગાંધીપ્રેમીઓ અને વિશેષ કરીને ગાંધીદર્શનના વિદ્યાર્થીઓને એ ઉપયોગી નીવડશે એવી શ્રદ્ધા છે. —મગનભાઈ જો. પટેલ

Bapuna Ashramman

by Haribhau Upadyay

આ પુસ્તક ઇતિહાસનું કે ચરિત્રનું નથી. સંસ્મરણોનું છે અને એ લખતી વખતે ભગવાન કૃષ્ણ પ્રત્યે ગોપીઓના આ મામિર્ક અને સાર્થક વચને મને સદા પ્રેરણા આપી છે: तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम्| श्रवणमडलं श्रीमदाततं भुवि गृणन्ति ते भूरिदा जना:|| હે વહાલા, તારી કથા તો અમૃતની ધારા છે. એ સંતાપમાં પડેલા જનોને જીવન, શાંતિ અને શીતળતા આપે છે. કવિઓએ એની ઘણી પ્રશંસા કરી છે. એ પાપનો નાશ કરનારી છે. એના શ્રવણથી મનુષ્યનું કલ્યાણ થાય છે. એ સમૃદ્ધ છે, અને નિત્ય છે. એથી જે કવિઓ એનું ગાન કરતા વિચરે છે, તેઓ જગતને એક અતિ કીમતી વસ્તુનું દાન કરે છે.

Bapu Mari Maa

by Manubahen Gandhi

કુમારી મનુબહેન ગાંધીના, भावनगर समाचारમાં પ્રસિદ્ધ થયેલા આ ડઝનેક લેખો વાંચનારને પસંદ પડ્યા વિના રહેશે નહીં. બહેન મનુનો લેખ લખવાનો, હું ધારું છું કે, આ પહેલો જ પ્રયાસ છે. પૂ. બાપુજીના સ્વભાવ અને છેવટના કાર્ય પર એ સારો પ્રકાશ નાખે છે એ એનું મહત્ત્વ છે. 1946ના અંતમાં પોતે પૂ. બાપુજી જોડે નોઆખાલીમાં જોડાયાં ત્યારથી એણે ત્યાંની ડાયરી પણ રાખી છે. તેનો કેટલોક ભાગ शिक्षण अने साहित्यમાં ક્રમશ: આવે છે. નોઆખાલીનું મિશન શરૂ થયું ત્યારથી પૂ. બાપુજી સાથે એ જ એક કાયમનાં સાથી હતાં, એ કારણથી એની નોંધ બહુ મહત્ત્વની થશે, અને વાચક એ બહેનને આ લખવા માટે ધન્યવાદ આપ્યા વિના રહેશે નહીં. પૂજ્ય બાપુજી જાતે જ બહેન મનુની ‘મા’ બન્યા હતા. આથી પુસ્તકના નામનો ખુલાસો થશે.

Banyu Tej Nyay: બન્યું તે જ ન્યાય

by Dada Bhagwan

જો તમે બન્યું તે ન્યાય કહેશો તો તમારા બધા પ્રશ્નો દૂર થઇ જશે. છતાંપણ, લોકો ન્યાય ખોળે છે અને મુક્તિની ઈચ્છા પણ રાખે છે. આ વિરોધાભાસ છે. તમને બન્નેના મળી શકે. જ્યાં સમસ્યાઓ પૂરી થાય છે ત્યાં મુક્તિની શરૂઆત થાય છે. આ આપણા અક્રમ વિજ્ઞાન ( ક્રમ વિનાનું આત્માનું જ્ઞાન ) તરીકે ઓળખાતા વિજ્ઞાનમાં કોઈ પ્રશ્નો રહેતા નથી. તેથી લોકો માટે આ માર્ગે ચાલવું સહેલું છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ આ જગતને અસામાન્ય શોધ આપી છે કે આ જગત માં ક્યારેય પણ અન્યાય થતો જ નથી. જે બન્યું તે જ ન્યાય. કુદરત ક્યારેય ન્યાય થી વિરુદ્ધ ગઈ નથી. કુદરત એ કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે જે કોઈ પ્રભાવ હેઠળ હોય. કુદરત એટલે સાયન્ટીફીક સરકમસ્ટેનસીયલ એવીડન્સીસ. એક કાર્ય પૂરું થવા માટે ઘણા બધા સંજોગો ભેગા થવા જોઈએ.

Balshrusti September 2020: બાલસૃષ્ટી સપ્ટેમ્બર ૨૦૨૦

by Shree P. Bharti

બાલસૃષ્ટિ અંક : ૯,સપ્ટેમ્બર, ૨૦૨૦

Balshrusti October-November - 2020: બાલસૃષ્ટિ ઑક્ટોબર-નવેમ્બર - ૨૦૨૦

by Shree P. Bharti

બાલસૃષ્ટિ વર્ષ : ૨૧ અંક : ૧૦-૧૧. ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૨૦

Balshrusti December - 2020: બાલસૃષ્ટિ ડિસેમ્બર - ૨૦૨૦

by Shree P. Bharti

બાલસૃષ્ટિ વર્ષ : ૨૧ અંક : ૧૨ ડિસેમ્બર, ૨૦૨૦

Balshrusti August 2020: બાલસૃષ્ટી ઑગસ્ટ ૨૦૨૦

by Shree P. Bharti

બાલસૃષ્ટી અંક ઑગસ્ટ,૨૦૨૦  

Balshrusti April and May 2020: બાલસૃષ્ટિ અપ્રિલ અને મે ૨૦૨૦

by Shree P. Bharti

બાલસૃષ્ટી સંયુક્ત અંક અપ્રિલ અને મે ૨૦૨૦

Bakhadjantar

by Suresh Dalal

Gujarati Rhymes and Verses for Children

Bai

by Capt. Narendra

Memoires in the form of a diary written in 1967 by Vimlabai Edited and translated into Gujarati from original Marathi by Capt. Narendra.

Ba ane Bapu

by Mukul Kalarthi

મારી સ્ત્રી પ્રત્યેનો મારો ભાવ હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ પ્રત્યેનો મારો ભાવ વર્ણવી શકું. મારી સ્ત્રી મારા અંતરને જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની બીજી કોઈ સ્ત્રી હલાવી શકે એમ નથી. એક અતૂટ મમતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. —બાપુ મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું. —બા

Atmvrutant: મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું "આત્મવૃત્તાંત"

by Manilal Dwivedi

મણીલાલ દ્વિવેદી નું આત્મવૃતાંત ૨ વિભાગ માં વર્ણવેલું વિભાગ ૧ પૂર્વ કથા માં ૫ પ્રકરણ છે અને ૨ ડાયરીમાં ૨૭ પ્રકરણ છે .

Athadaman Talo: અથડામણ ટાળો

by Dada Bhagwan

રોજિંદા જીવનમાં અથડામણ ટાળવી જોઈએ. શા માટે આપણે ઝઘડો કરીને બધું બગાડવા માગીએ છીએ? આપણને આ ગમતું નથી. લોકો ટ્રાફીકના ખૂબ કડક કાયદાનું પાલન કરે છે. તેઓ પોતાના અર્થઘટન પ્રમાણે ગાડી નથી ચલાવતા, શું તેઓ ચલાવે છે? તેઓ અકસ્માતથી બચે છે, કારણકે તેઓ ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે. તેવી જ રીતે, તમારા રોજિંદા જીવનમાં તમારે અથડામણ ટાળનારા કાયદાનું પાલન કરવું જોઈએ. તમે તમારા પોતાના કાયદા અને તેના અર્થ પ્રમાણે ચાલો છો તેથી અથડામણ થાય છે. જયારે લોકો ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે ત્યારે ટ્રાફીકના સંચાલનમાં કોઈ તકલીફ નથી પડતી. જો તમે તમારા રોજિંદા વ્યવહારમાં આ સમજણ સાથે એ જ કાયદાનો અમલ કરશો તો તમે ફરી ક્યારેય મુશ્કેલીમાં નહિ આવો. તમારી પોતાની મર્યાદિત સમજણના આધારે તમે જિંદગીના કાયદાનું અર્થઘટન કરો છો તેથી પ્રશ્નો ઉભા થાય છે. જિંદગીના કાયદા સમજવામાં મૂળભૂત ભૂલ થાય છે. જે આ કાયદા સમજાવે છે તેને આ કાયદાઓ નો સંપૂર્ણ અનુભવ હોવો જોઈએ. શા માટે ઝઘડા થાય છે, ઝઘડાના પ્રકારો કયા છે, સંબંધોમાં ઝઘડા કેમ ટાળવા અને તમારા માનસમાં વધારે પોઝીટીવ પરિવર્તન લાવે, તેવી ઝઘડા વગરની જિંદગી માટેના ઉકેલ શોધવા આગળ વાંચો. તમારી જિંદગી ને શાંતિ અને આનંદથી ભરી દેવાનો, આધ્યાત્મિકતાના પથ પર અડગતાથી ચાલવા નો અને અંતે મોક્ષ મેળવવાનો હેતુ છે.

Asha Ane Dhiraj

by Gopaldas Patel

અદ્ભુત રોમાંચક કથા તરીકે, (મૂળ ફ્રેંચ) નવલકથા ‘કાઉન્ટ ઑફ મોન્ટે-ક્રિસ્ટો’એ લાખો લોકોને રસમાં તરબોળ કર્યા છે અને હજુ પણ કરે છે. માનવહૃદયની બે મોટી લાગણીઓ—પોતાને કરવામાં આવેલા નુકસાનનો બદલો લેવો, અને તે માટે જોઈતી સાધનસામગ્રી મેળવવા મથવું,—એ બેને કલ્પનાનો છૂટો દોર આપીને આ કથાનો મશહૂર ફ્રેંચ લેખક ડૂમા એવો તો રસ-વમળ ચગાવે છે, કે જે વાચકને બીજો વિચાર કરવાની તક આપ્યા વિના સીધો પોતાની અંદર ખેંચી લે છે.

Asapasa Paryavaraṇa Abhyasa class 4 - GSTB: આસપાસ પર્યાવરણ અભ્યાસ ધોરણ ૪ – જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પુસ્તક ધોરણ ૪ આસપાસ પર્યાવરણ અભ્યાસ વિષયનું પાઠ્યપુસ્તક છે, જેમાં ૨૫ પ્રકરણ આપેલ છે.

Refine Search

Showing 476 through 500 of 581 results