Browse Results

Showing 351 through 375 of 581 results

Nachiketa

by Makrand Dave

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Nama na Mudtatvo (Bhag-1) class 12 - GSTB

by Gstb

Textbook: Accountancy Part-1 Class 12

Nama na Mudtatvo (Bhag-2) class 12 - GSTB

by Gstb

Textbook: Accountancy Part-2 Class 12

Navchetan Andhjan Mandal Samachar: નવચેતન અંધજન મંડળ સમાચાર

by Dipika Pindoriya Maru Jalpa Bharti Chavda Jogal Dilip Charvi Bhatt

આ મુખપત્ર શ્રી નવચેતન અંધજન મંડળ દ્વારા ચાલતી દિવ્યાંગ વિકાસની પ્રવૃત્તિઓ અને કાર્યનું પ્રતિબિંબ છે.

Navchetan Andhjan Mandal Samachar: નવચેતન અંધજન મંડળ સમાચાર (જુલાઈ-ઓક્ટોબર 2020)

by Laljibhai Prajapati Damjibhai Oza Maru Jalpa Bharti Chavda Charvi Bhatt

નવચેતન અંધજન મંડળ સમાચાર માસ – જુલાઈ, ઓગસ્ટ,સેપ્ટેમ્બર,ઓક્ટોબર 2020

Nijdosh Darshan Thi Nirdosh: નિજદોષ દર્શનથી નિર્દોષ

by Dada Bhagwan

તમે આ જ્ઞાન (આત્મસાક્ષાત્કાર નું જ્ઞાન) મેળવશો પછી, તમારી અંદર જે કંઈપણ થઇ રહ્યું છે તેને તમે જોઈ શકશો અને પૃથ્થકરણ કરી શકશો. આ તમારી અંદર નું પૃથ્થકરણ એ વિશ્વદર્શન ના જ્ઞાન પર પ્રકાશ પાડતું ક્ષેત્ર છે. સંપૂર્ણ વિશ્વદર્શન નું જ્ઞાન નહિ પણ તેનો અંશ કહી શકાય. તમે ગમતા અને અણગમતા બન્ને વિચારો જોઈ શકશો. સારા વિચારો પ્રત્યે રાગ નહીં અને ખરાબ વિચારો પ્રત્યે દ્વેષ નહીં. શું સારું છે અને શું ખરાબ છે એ જોવાની તમારે જરૂર નથી કારણકે એ તમારા વશ માં નથી. જ્ઞાનીઓ (આત્મજ્ઞાન પામેલા) શું જોતાં હશે? તેઓ જગત ને નિર્દોષ જુએ છે. જ્ઞાની જાણે છે કે આ જગત માં જે કંઈપણ થઇ રહ્યું છે તે પહેલાં જે ચાર્જ કરેલું તેનું ડીસ્ચાર્જ છે. તેઓ જાણે છે કે જગત દોષિત છે જ નહિ. તમને અપમાન મળે કે તમારા ઉપરી સાથે ઝગડો થાય તે તમારા પૂર્વ કર્મ (પ્રારબ્ધ,ભાગ્ય) નો ડિસ્ચાર્જ છે, તમારા ઉપરી તો ફક્ત નિમિત્ત છે. આ જગત માં કોઈ નો દોષ કાઢી ન શકાય.તમને જે બધી ભૂલો દેખાય છે તે તમારી પોતાની જ છે. તમારી જ મોટી અને નાની ભૂલો છે. જ્ઞાનીપુરુષ ની કૃપા થી નાની ભૂલો નાશ થાય છે. જે વ્યક્તિ પાસે આત્મજ્ઞાન (આધ્યાત્મિક ઉઘાડ) નથી હોતું, તેને હમેશાં બીજા ના દોષ દેખાય છે પણ પોતાની ભૂલ દેખાતી નથી. આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) ની દોષ રહિત દ્રષ્ટિ મેળવવા ની સમજણ, એની રીત, એનું મહત્વ અને એને ટકાવી રાખવા ની રીત રજુ કરવા માં આવી છે. જયારે તમે આત્મજ્ઞાન મેળવો છો ત્યારે તમે તમારા મન, વચન, કાયા પ્રત્યે પક્ષપાતી નથી રહેતા. આ નિષ્પક્ષપાતીપણા થી તમને તમારા પોતાના દોષો દેખાય છે અને તમે તમારી અંદર શાંતિ નો અનુભવ કરી શકો છો.

Niranjan: નિરંજન

by Jhaverchand Meghani

આ વાર્તા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક સ્નેહીઓને પણ એ ગમી હતી. ૪૩ પ્રકરણ માં વાર્તા બહુ રસપ્રદ રીતે લખાયેલી છે.

Nitidharma Athva Dharmaniti

by M. K. Gandhi

આ પુસ્તકમાં ગાંધીજીએ નીતિ અને ધર્મ વિશે વિચારો રજુ કર્યા છે.

Nitya Manan

by M. K. Gandhi

રોજ રોજ મનન કરવા જેવા આ સુવિચારો ગાંધીજી રોજ એક એક કરીને, તા. 2.-11-’44થી શરૂ કરી, લગભગ બે વરસ સુધી નિયમથી લખતા હતા. આમ લખવાની શરૂઆત તેમણે શ્રી હિંગોરાણી કરીને એક ભાઈ ઘરભંગના દુ:ખથી ઘવાયા હતા તેમના મનની શાંતિ નિમિત્તે કરી હતી. આ વિચારોમાંથી (તા. 2.-11-’44 થી 19-4-’45 સુધીનો) પહેલો હપતો શ્રી હિંગોરાણીએ મૂળ હિંદીમાં છપાવ્યો છે. મૂળ હિંદી સાથે તેનો ગુજરાતી અનુવાદ નવજીવને અગાઉ પ્રસિદ્ધ કર્યો હતો અને તેને વાચકો તરફથી સારો આવકાર મળ્યો હતો. આ આવૃત્તિમાં માત્ર ગુજરાતી ભાષામાં જ આ વિચારો આપ્યા છે.

No Return Suspense Thriller Novel in Gujarati : નો રીટન પ્રવિણ પીઠડિયા

by Pravin Pithadiya

ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે " નો રીટર્ન ". સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે...એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે " નો રીટર્ન ". અમિત...એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે...અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા...જેનું અનુસંધાન જોડાય છે એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.

Okhaharana

by Mahakavi Premanand

મહાકવિ પ્રેમાંનદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. બાણાસુરનો મદ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરુદ્ધનું થયું છતાં કહેવાયું ઓખાહરણ !

Paap Punya: પાપ પુણ્ય

by Dada Bhagwan

આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ - પુણ્યની માન્યતા સબંધી લંબાણથી ચર્ચા કરી છે. પોતાના સરળ શબ્દોમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ – પુણ્ય સમજાવતા કહ્યું છે કે બીજાને સુખ આપવાથી આપણે પુણ્ય બાંધીએ છીએ અને આપણા વચનોથી, કાર્યોથી, કે વર્તનથી, કોઈને તકલીફ આપવાથી, દુઃખ આપવાથી આપણે પાપ બાંધીએ છીએ. છતાંપણ જો આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે પાપનો નાશ કરી પુણ્ય બાંધીએ છીએ. પાપ – પુણ્યનો વિસ્તૃત અર્થ શું છે? તે પુનર્જન્મ સાથે કઈ રીતે સંકળાયેલ છે? પાપ – પુણ્યના પરિણામો શા છે? પાપ – પુણ્યના ફળો કઈ રીતે ભોગવવા પડે છે? પાપ – પુણ્યના પ્રકારો ક્યા છે? મોક્ષના પંથે પાપ – પુણ્ય શો ભાગ ભજવે છે? શું પુણ્ય મુક્તિ આપી શકે? પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ – પુણ્યના પુસ્તક માં આ બધાની ચર્ચા કરી છે. વાચકને આ વાંચન ચોક્કસપણે પાપ – પુણ્ય સબંધી જાગૃતિ વધારવા માં મદદ કરશે અને જીવનની ઘણી સમસ્યાઓના ઉત્તરો આપી મોક્ષની નજીક લઇ જશે.

Pagni Hodi Hath Halesa

by Suresh Dalal

Collection of Children's Verses

Pahelo Patthar Kon Mare

by Radheshyam Sharma

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Paisa No Vyavahar (Granth): પૈસાનો વ્યવહાર (ગ્રંથ)

by Dada Bhagwan

આપણા જીવનમાં પૈસાનું પોતાનું મહત્વ છે. જગત પૈસા અને મિલકતને એક સૌથી મહત્વની વસ્તુ માને છે. કંઈ પણ કરવા માટે પૈસો જરૂરી છે તેથી લોકોને પૈસા ઉપર વધારે પ્રેમ છે. તેથી જગતમાં ચારેબાજુ નૈતિક કે અનૈતિક રસ્તે વધારે પૈસો મેળવવા માટે લડાઈઓ થઇ રહી છે. પૈસા અને મિલકતની અસમાન વહેચણીને લીધે લોકો પરેશાન છે. આ ભયંકર કળિયુગમાં, પૈસાની બાબતમાં નૈતિક અને પ્રમાણિક રહેવું બહુ મુશ્કેલ છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ જેવી જોઈ છે એવી પૈસાની દુનિયાને લગતા આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પૈસો, દાન, અને પૈસાના ઉપયોગને લગતા પોતાના વિચારો રજુ કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે પૈસો ગયા ભવના પુણ્યનું ફળ છે. જયારે તમે બીજાને મદદ કરો છો ત્યારે ધનસંપત્તિ તમારી પાસે આવે છે એ સિવાય નહિ. જેને બીજા સાથે વહેચવાની ઈચ્છા છે તેને ધનસંપત્તિ પ્રાપ્ત થાય છે. ચાર પ્રકાર ના દાન છે, અન્ન દાન, ઔષધ દાન, જ્ઞાન દાન અને અભય દાન. પૈસાના વિજ્ઞાનની અણસમજણને કારણે પૈસા માટેનો લોભ ઉભો થયો છે જેનાથી અવતાર પછી અવતાર થયા કરે છે. તેથી આ પુસ્તક વાંચો, સમજો અને પૈસા માટેના આધ્યાત્મિક વિચારો ગ્રહણ કરો.

Paisano Vyavahar (Sanxipt): પૈસાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

તમને ક્યારેય એવું અચરજ થયું છે કે શા માટે કેટલાક લોકો પાસે પૈસા છે અને કેટલાક પાસે નથી?, પૈસા અને આધ્યાત્મિકતા વચ્ચે શું સંબંધ છે? નીતિ એ જગતના વ્યવહારનું મુખ્ય તત્વ છે. તમારી પાસે બહુ પૈસા નથી, પરંતુ તમે નીતિવાન છો તો તમને મનમાં શાંતિ હશે અને તમારી પાસે બહુ પૈસો હોવા છતાં તમે અનીતિવાન છો તો તમે દુઃખી હશો. ‘ વેપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વેપાર ન હોવો જોઈએ’ એ વેપાર અને ધર્મ માં પાયાની નીતિ છે. પૂર્વેના કેટલાય ભવોના અનુભવોના ફળરૂપે થયેલા આત્મજ્ઞાનથી પરમ પૂજ્ય દાદાશ્રીને આ જગત માં થતા બધા પૈસાના વ્યવહારોનું પરમ જ્ઞાન હતું. પૈસો આવવો અને પૈસો જવો, નફો – ખોટ, માણસ મૃત્યુ પામે છે ત્યારે તે પોતાની સાથે શું લઇ જશે અને શું મૂકી જશે તેના ગુપ્ત સિદ્ધાંતો, અને પૈસાના નાનામાં નાના વ્યવહારને લગતા બધા સિદ્ધાંતોનું તેમને જ્ઞાન હતું. વાણીના માધ્યમથી બહાર પડેલા તેમના જીવનના અનુભવોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે. અમારી હાર્દિક આશા છે કે વાચકને તેનું જીવન શુદ્ધિ અને પરમ શાંતિથી જીવવાના પ્રયત્નોમાં આ પુસ્તક મદદરૂપ થાય.

Palash class 6 - GSTB: પલાશ ધોરણ ૬

by Gujarat Rajya Pathyapustak Mandal

ધોરણ 6 માટે પલાશ (ગુજરાતી પ્રથમ ભાષા) પાઠ્યપુસ્તક.

Pale pale rahasya sarjati romancake katha “CRIME SCENE": પળે પળે રહસ્ય સર્જતી રોમાંચક કથા "CRIME SCENE"

by Agatha Christie Nitin Bhatt

આ પુસ્તકમાં અદમ્ય આકર્ષણ છે દસ વ્યક્તિ મૃત્યુ પામે છે એ વાત એવી રીતે કહેવાની હતી કે તે હાસ્યાસ્પદ ન લાગે અને એ સાથે જ એમના મૃત્યુનું કારણ પણ દેખાઈ ન આવે. ખુબજ રોમાંચક કથા છે.

Panditji - Potane Vishe

by Ramnarayan Chuadhri

એક મહાપુરુષના કહેવાથી આપણે એક મહાન પ્રયોગ શરૂ કર્યો હતો. એ મહાન યજ્ઞની સફળતામાં ગાંધીજી પછી, મારા ખ્યાલ મુજબ, જે એક પુરુષનો સૌથી વધારે હાથ હતો, તેના આત્મકથન વિશે આ બે બોલ છે. મને છેલ્લાં પાંચ-છ વરસ દરમ્યાન નેહરુજીને સેંકડો વાર મળવાની સંધિ મળી છે. આ મુલાકાતો બે મિનિટથી માંડીને બે કલાક ચાલેલી. તેમાં દરેક જાતની ચર્ચાઓ થઈ. અનેક પ્રકારના સવાલો સામા આવ્યા. મારા પર એક ચીજની ખાસ અસર થઈ. તે એ કે તેમને કોઈને વિશે નીચો મત બાંધતાં વાર લાગતી હશે, પણ તે દૂર કરતાં વાર નથી લાગતી. બીજી વાત મને એ લાગી કે લોકો તેમને બરાબર સમજ્યા નથી. કેટલાક લોકો તેમના અંધભક્ત છે, તો કેટલાક લોકો નર્યા ટીકાકાર છે. મોટા ભાગના લોકો એવા છે જે તેમની આગળ સ્પષ્ટ વાત નથી કરતા, તેમની જલદી નારાજ થઈ જવાની આદતથી ડરી જાય છે. આ કારણને લઈને ઘણાખરા લોકો નેહરુજીને સાચા સ્વરૂપમાં જોઈ શકતા નથી. નેહરુજીને મેં જે રૂપમાં જોયા ને જે રીતે તેમને હું સમજ્યો તે રૂપમાં તેમને દુનિયા આગળ રજૂ કરવાની મને મારી ફરજ લાગી. આશા છે કે આ પુસ્તકથી આ મહાપુરુષને સાચી રીતે સમજવામાં મદદ થશે.

Parab - December 2020: પરબ - ડીસેમ્બર ૨૦૨૦

by Yogesh Joshi

પરબ ડીસેમ્બર –૨૦૨૦

Param Sakha Mrityu

by Kakasaheb Kalelkar

'પરમ સખા મૃત્યુ' કોણ કહે છે કે દુનિયામાં દુ:ખ નથી ? દુનિયામાં દુ:ખ જ્યાંત્યા ફેલાયેલું છે પણ જીવન આખું દુઃખથી ભરેલું છે.એમ કહેવું તે જીવન પ્રત્યે અન્યાય કરવા જેવું છે. દુનિયામાં સુખ પણ છે અને દુ:ખ પણ છે. ખાસ જાણવા જેવી વાત એ છે કે કેટલાંક સુખ સુખકર હોવા છતાં ઈચ્છવા જેવા હોતા નથી. એ તો ટાળવા જ સારા, કેમ કે અમુક સુખ માણસને ઉતારનારું, પાડનારું અને હીન બનાવનારું હોય છે. જે સુખ પ્રારંભમાં એટલે કે ભોગવતી વખતે અમૃત જેવું લાગે, પણ પરિણામે ઝેર જેવું હોય, તે સુખને ગીતાએ ટાળવા જેવું ગણ્યું છે. મુત્યુંમાંત્રની બીક રાખવી માણસને માટે યોગ્ય નથી. માણસ પોતાના મૃત્યુની કલ્પનાથી ડરે, અકળાય એ તો કાયરતા જ છે. કોક કોક વાર સત્યાગ્રહી તરીકે, દેશરક્ષણના અર્થે અથવા સજ્જનોના બચાવને અર્થ પ્રાણ અર્પણ કરવાનો વારો આવે ત્યારે માણસ પ્રસન્નતાપૂર્વક મુત્યુને ભેટવા તૈયાર થઇ જાય.

Paryavaran Aaspaas class 5 - GSTB: પર્યાવરણ આસપાસ ધોરણ 5 - જીએસટીબી

by Ku. Rinku C. Suthara

પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ ૫ નું પર્યાવરણ આસપાસ છે. આ પાઠયપુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો શ્રી અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યાં છે. જેમાં ૨૩ પ્રકરણ આપેલ છે.

Paryavaran Sau Ni Aspas class 5 - GSTB: પર્યાવરણ સોંની આસપાસ ધોરણ 5 - જીએસટીબી

by Gstb

ધોરણ 5નું સોની આસપાસ (પર્યાવરણ) વિષયનું પ્રસ્તુત પાઠયપુસ્તક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમક્ષ રજૂ કરતાં મંડળ આનંદ અનુભવે છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તકમાં સંકેત – પરિચય રંગ પૂરો / છાપકામ કરો, વાર્તા , વિચારો અને કહો, મેદાનની રમત, કોયડો, અભિનય કરો : , પ્રવૃત્તિ, વર્ગખંડની રમત, વાચન, ચર્ચા વગેરે ની ચિત્રો સાથે સરસ સમજ આપેલ છે. ત્યાર બાદ જાહેર મિલકત વિષે માહિતી આપેલ છે, હેન્ડ-વૉશિંગ ડે ? 15મી ઑક્ટોબરને “હેન્ડ-વૉશિંગ ડે' તરીકે ઊજવવામાં આવે છે. હાથની | ગંદકીથી ઘણા-બધા રોગ થતા હોય છે.ચિત્રો દ્વારા અવલોકન કરાવેલ છે. સૌ સાથે પથા માં ચિત્ર વાર્તા સાથે સરસ સમજુતી આપેલ છે. બીજી વિકાસ યાત્રા પાઠ માં ચિત્ર દ્વાર બીજ કેવી રીતે અંકુરિત થઇ મોટું વૃક્ષ બને છે તે સમજાવામાં આવ્યું છે. મારો જિલ્લો પાઠ માં જિલ્લા માં ઉજવવામાં આવતા તહેવારો વિષે માહિતી આપેલ છે ,5 માં પાઠ માં ચિત્રો દ્વારા સરસ સમજુતી આપેલ છે જળચર પ્રાણી અને અન્ય પ્રરાણીઓ વિષે. સોંના મદદગાર પાઠ માં ડોક્ટર, પોલીસ , શિક્ષક વગેરે બધાં વિષે ચિત્રો દ્વારા માહિતી આપેલ છે . આઈ લવ ગુજરાત પાઠ માં ગુજરાત વિષે અને ગુજરાત માં આવેલ પક્ષી અને પ્રાણીયો વિષે માહિતી આપેલ છે , રસોડાનું વિજ્ઞાન પાઠમાં આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે સારો અને પૌષ્ટિક ખોરાક જરૂરી છે. સ્વાથ્ય અને તંદુરસ્તી માટે રસોડાના વિજ્ઞાનની જાણકારી જરૂરી છે, જેમાં રસોડામાં વપરાતા વિવિધ મસાલા ઉપયોગી થઈ પડે છે. સરસ ઉપયોગી માહિતી ચિત્ર દ્વારા આપેલ છે . જમીન પાઠ માં એક વાર્તા દ્વારા જમીન નું મહત્વ દર્શાવેલ છે. દિવસ - રાત અને ઋતુઓઆપણે રોજ સુરજને ઊગતો અને આથમતો જોઈએ છીએ. પણ સુરજના ઊગવાનો અને આથમવાનો રોજનો સમય સરખો હોતો નથી. આપણે જુન મહિનામાં ‘મારું અવલોકન’-1 સપ્તેમ્બર મહિનામાં ‘મારું અવલોકન’-2 ડીસેમ્બર માસમાં ‘મારું અવલોકન’-૩ માં વિવિધ નોધ ત્યાર કરી છે. દેશનું ગૌરવ એક વાર્તા દ્વારા દેશ નું ગૌરવ બતાવ માં આવ્યું છે . આરીતે સરસ માહિતી સભર ૧૬ પાઠ આપેલ છે .

Pati Patni No Divya Vyavahar (Granth): પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ)

by Dada Bhagwan

આ કાળના પુરુષો અને સ્ત્રીઓમાં જન્મજાત સ્વભાવથી થતી સમસ્યાઓ ભરપૂર છે, જે મતભેદ, અથડામણ અને વાદવિવાદમાં પરિણમે છે. સતયુગમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે બહુ ઓછી સમસ્યાઓ હતી કારણ કે જન્મજાત સરળતાને કારણે તેઓ એકબીજા સાથે સહેલાઈથી એડજસ્ટ થઇ શકતા. અત્યારે કળિયુગમાં પુરુષો અને સ્ત્રીઓના વ્યક્તિગત સ્વભાવને કારણે હુંસાતુંસી થાય છે. પરણેલાઓને સતત એકબીજા સાથે મતભેદ થાય છે અને તેથી તેમને તેમના સહજીવનમાં સુમેળ લાગતો નથી. આ કળિયુગમાં સતત સંઘર્ષ અને તણાવ વચ્ચે પરણેલા કેવી રીતે સુમેળ અને સ્વતંત્રતા મેળવી શકે? આ પતિ – પત્ની નો દિવ્ય વ્યવહાર પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના વ્યવહારને લગતા દરેક જાતના પ્રશ્નોના જવાબ આપ્યા છે; જે તેમના સબંધની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે; જેથી તેઓ સુખી લગ્ન જીવન જીવી શકે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા, પરંતુ તેમને તેમની પત્ની જોડે આખા જીવનમાં એકપણ મતભેદ થયો ન હતો. આધ્યાત્મિક જ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધે પૂછાયેલા હજારો પ્રશ્નોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને જીવન સુમેળથી જીવવું છે, પોતાના જીવનનો હેતુ શોધવો છે અને શુદ્ધ પ્રેમ મેળવવો છે એવા બધા પરણેલા જોડકાઓને આત્મોદ્ધારના પંથે ચડાવવામાં પરમ પૂજ્ય દાદાશ્રી નિમિત્ત બન્યા છે.

Pati Patnino Divya Vyavahar (Sanxipt): પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

શાંતિ કેમ પ્રવર્તી શકે? શાંતિ માટે, તમારે ધર્મ (પોતાની ફરજો, નૈતિક આચરણના સિદ્ધાંતો ) સમજવો પડશે. તમારે ઘરમાં બધાને કહેવું, “ આપણે કંઈ એકબીજાના દુશ્મન નથી; કોઈના એકબીજા સાથે ઝઘડા ન હોવા જોઈએ. મતભેદની કોઈ જરૂર નથી. આપણી પાસે જે છે તેને એકબીજામાં વહેંચીને આપણે સુખી રહીએ.” આપણે આ રીતે વિચારવું અને કરવું જોઈએ. આપણે ઘરની વ્યક્તિઓ સાથે ક્યારેય પણ ઝઘડવું ન જોઈએ. જેમની સાથે એક જ ઘરમાં રહેવાનું છે તેમની સાથે આપણે શા માટે ઝગડીએ? બીજાને દુઃખી કરી ને કોઈ ક્યારેય સુખી થયું નથી. આપણે સુખ આપી ને સુખી થવા માંગીએ છીએ. ઘરમાં બીજાને સુખી કરીને જ આપણે સુખી થઈ શકીશું. આ સમજણ વડે અથડામણ ટાળશું તો આપણને સ્મિત સાથે સરસ મજાની ચા મળશે. નહિ તો આપણને ચા મળે તેનાથી પહેલાં જ તેઓ તેને બગાડી દેશે. “પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર” આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના સંબંધોની સમસ્યાઓ ઉકલી શકે અને સુખી લગ્ન જીવન જીવી શકાય, તેને લગતા દરેક જાતના સવાલોના જવાબો આપ્યા છે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા છતાં તેમને આખી જિંદગીમાં તેમના પત્ની સાથે એકપણ મતભેદ થયો ન હતો. આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધી પૂછાયેલા સવાલ-જવાબનો સંગ્રહ કરાયો છે. લગ્ન જીવન ને સુખી કરવાની બધી ચાવીઓ ‘અક્રમ વિજ્ઞાન’માં મળશે.

Refine Search

Showing 351 through 375 of 581 results