- Table View
- List View
Paryavaran Sau Ni Aspas class 5 - GSTB: પર્યાવરણ સોંની આસપાસ ધોરણ 5 - જીએસટીબી
by Gstbધોરણ 5નું સોની આસપાસ (પર્યાવરણ) વિષયનું પ્રસ્તુત પાઠયપુસ્તક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમક્ષ રજૂ કરતાં મંડળ આનંદ અનુભવે છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તકમાં સંકેત – પરિચય રંગ પૂરો / છાપકામ કરો, વાર્તા , વિચારો અને કહો, મેદાનની રમત, કોયડો, અભિનય કરો : , પ્રવૃત્તિ, વર્ગખંડની રમત, વાચન, ચર્ચા વગેરે ની ચિત્રો સાથે સરસ સમજ આપેલ છે. ત્યાર બાદ જાહેર મિલકત વિષે માહિતી આપેલ છે, હેન્ડ-વૉશિંગ ડે ? 15મી ઑક્ટોબરને “હેન્ડ-વૉશિંગ ડે' તરીકે ઊજવવામાં આવે છે. હાથની | ગંદકીથી ઘણા-બધા રોગ થતા હોય છે.ચિત્રો દ્વારા અવલોકન કરાવેલ છે. સૌ સાથે પથા માં ચિત્ર વાર્તા સાથે સરસ સમજુતી આપેલ છે. બીજી વિકાસ યાત્રા પાઠ માં ચિત્ર દ્વાર બીજ કેવી રીતે અંકુરિત થઇ મોટું વૃક્ષ બને છે તે સમજાવામાં આવ્યું છે. મારો જિલ્લો પાઠ માં જિલ્લા માં ઉજવવામાં આવતા તહેવારો વિષે માહિતી આપેલ છે ,5 માં પાઠ માં ચિત્રો દ્વારા સરસ સમજુતી આપેલ છે જળચર પ્રાણી અને અન્ય પ્રરાણીઓ વિષે. સોંના મદદગાર પાઠ માં ડોક્ટર, પોલીસ , શિક્ષક વગેરે બધાં વિષે ચિત્રો દ્વારા માહિતી આપેલ છે . આઈ લવ ગુજરાત પાઠ માં ગુજરાત વિષે અને ગુજરાત માં આવેલ પક્ષી અને પ્રાણીયો વિષે માહિતી આપેલ છે , રસોડાનું વિજ્ઞાન પાઠમાં આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે સારો અને પૌષ્ટિક ખોરાક જરૂરી છે. સ્વાથ્ય અને તંદુરસ્તી માટે રસોડાના વિજ્ઞાનની જાણકારી જરૂરી છે, જેમાં રસોડામાં વપરાતા વિવિધ મસાલા ઉપયોગી થઈ પડે છે. સરસ ઉપયોગી માહિતી ચિત્ર દ્વારા આપેલ છે . જમીન પાઠ માં એક વાર્તા દ્વારા જમીન નું મહત્વ દર્શાવેલ છે. દિવસ - રાત અને ઋતુઓઆપણે રોજ સુરજને ઊગતો અને આથમતો જોઈએ છીએ. પણ સુરજના ઊગવાનો અને આથમવાનો રોજનો સમય સરખો હોતો નથી. આપણે જુન મહિનામાં ‘મારું અવલોકન’-1 સપ્તેમ્બર મહિનામાં ‘મારું અવલોકન’-2 ડીસેમ્બર માસમાં ‘મારું અવલોકન’-૩ માં વિવિધ નોધ ત્યાર કરી છે. દેશનું ગૌરવ એક વાર્તા દ્વારા દેશ નું ગૌરવ બતાવ માં આવ્યું છે . આરીતે સરસ માહિતી સભર ૧૬ પાઠ આપેલ છે .
Pati Patni No Divya Vyavahar (Granth): પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ)
by Dada Bhagwanઆ કાળના પુરુષો અને સ્ત્રીઓમાં જન્મજાત સ્વભાવથી થતી સમસ્યાઓ ભરપૂર છે, જે મતભેદ, અથડામણ અને વાદવિવાદમાં પરિણમે છે. સતયુગમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે બહુ ઓછી સમસ્યાઓ હતી કારણ કે જન્મજાત સરળતાને કારણે તેઓ એકબીજા સાથે સહેલાઈથી એડજસ્ટ થઇ શકતા. અત્યારે કળિયુગમાં પુરુષો અને સ્ત્રીઓના વ્યક્તિગત સ્વભાવને કારણે હુંસાતુંસી થાય છે. પરણેલાઓને સતત એકબીજા સાથે મતભેદ થાય છે અને તેથી તેમને તેમના સહજીવનમાં સુમેળ લાગતો નથી. આ કળિયુગમાં સતત સંઘર્ષ અને તણાવ વચ્ચે પરણેલા કેવી રીતે સુમેળ અને સ્વતંત્રતા મેળવી શકે? આ પતિ – પત્ની નો દિવ્ય વ્યવહાર પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના વ્યવહારને લગતા દરેક જાતના પ્રશ્નોના જવાબ આપ્યા છે; જે તેમના સબંધની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે; જેથી તેઓ સુખી લગ્ન જીવન જીવી શકે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા, પરંતુ તેમને તેમની પત્ની જોડે આખા જીવનમાં એકપણ મતભેદ થયો ન હતો. આધ્યાત્મિક જ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધે પૂછાયેલા હજારો પ્રશ્નોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને જીવન સુમેળથી જીવવું છે, પોતાના જીવનનો હેતુ શોધવો છે અને શુદ્ધ પ્રેમ મેળવવો છે એવા બધા પરણેલા જોડકાઓને આત્મોદ્ધારના પંથે ચડાવવામાં પરમ પૂજ્ય દાદાશ્રી નિમિત્ત બન્યા છે.
Pati Patnino Divya Vyavahar (Sanxipt): પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત)
by Dada Bhagwanશાંતિ કેમ પ્રવર્તી શકે? શાંતિ માટે, તમારે ધર્મ (પોતાની ફરજો, નૈતિક આચરણના સિદ્ધાંતો ) સમજવો પડશે. તમારે ઘરમાં બધાને કહેવું, “ આપણે કંઈ એકબીજાના દુશ્મન નથી; કોઈના એકબીજા સાથે ઝઘડા ન હોવા જોઈએ. મતભેદની કોઈ જરૂર નથી. આપણી પાસે જે છે તેને એકબીજામાં વહેંચીને આપણે સુખી રહીએ.” આપણે આ રીતે વિચારવું અને કરવું જોઈએ. આપણે ઘરની વ્યક્તિઓ સાથે ક્યારેય પણ ઝઘડવું ન જોઈએ. જેમની સાથે એક જ ઘરમાં રહેવાનું છે તેમની સાથે આપણે શા માટે ઝગડીએ? બીજાને દુઃખી કરી ને કોઈ ક્યારેય સુખી થયું નથી. આપણે સુખ આપી ને સુખી થવા માંગીએ છીએ. ઘરમાં બીજાને સુખી કરીને જ આપણે સુખી થઈ શકીશું. આ સમજણ વડે અથડામણ ટાળશું તો આપણને સ્મિત સાથે સરસ મજાની ચા મળશે. નહિ તો આપણને ચા મળે તેનાથી પહેલાં જ તેઓ તેને બગાડી દેશે. “પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર” આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના સંબંધોની સમસ્યાઓ ઉકલી શકે અને સુખી લગ્ન જીવન જીવી શકાય, તેને લગતા દરેક જાતના સવાલોના જવાબો આપ્યા છે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા છતાં તેમને આખી જિંદગીમાં તેમના પત્ની સાથે એકપણ મતભેદ થયો ન હતો. આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધી પૂછાયેલા સવાલ-જવાબનો સંગ્રહ કરાયો છે. લગ્ન જીવન ને સુખી કરવાની બધી ચાવીઓ ‘અક્રમ વિજ્ઞાન’માં મળશે.
Payani Kelavani: પાયાની કેળવણી
by Gandhijiપ્રસ્તુત પુસ્તકમાં ગાંધીજીએ પાયાની કેળવણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. જેવાં કે પુનર્ઘટનનો સિદ્ધાંત , વર્ધા શિક્ષણ પરિષદ , વર્ધા શિક્ષણ યોજના, કેટલાંક નોંધપાત્ર પ્રયોગો, આગળનું કામ વગેરે આવાં બીજાં ખંડો વિશે પોતાનાં વિચારો વ્યક્ત કર્યાં છે.
Pracina Bharatano Itihasa Pragaaitihasik Yugathi Anuvaidik Sudhi Vibhag -1 First Year (B.A.) - BAOU: પ્રાચીન ભારતનો ઈતિહાસ પ્રાગઐઈતિહાસિક યુગથી અનુવૈદિક સુધી વિભાગ ૧ પ્રથમ વર્ષ (બી.એ.) – BAOU
by Babasaheb Ambedkar Open Universityઆ પાઠયપુસ્તક ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપક્રમે વિદ્યાર્થીલક્ષી સ્વઅધ્યયન હેતુથી; દૂરવર્તી શિક્ષણના ઉદ્દેશને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે. પ્રથમ વર્ષ B,A. ઈતિહાસ પેપર ૧ પ્રાચીન ભારતનો ઈતિહાસ પ્રાગઐઈતિહાસિક યુગથી અનુવૈદિક સુધી વિભાગ -૧ નું પાઠ્યપુસ્તક છે.
Prajavatsal Rajvi
by Gambhirsinh GohilBiography of H.H. Krishnakumarsinhji, Maharaja of Bhavnagar. A good biography is always a source of inspiration. Some parts of the book are a rare kind of literary presentation. The writer has narrated royal happenings of the past never to be seen again. The chapters on falconry, shikar, Ooty hunt, painting, horse-riding, cricket and cow-breeding are the ones which people will like to read again and again. Bapu loved his people and people of Bhavnagar state were devoted to him. They flocked around to have a glimpse of him. Some people even worshiped him like a deity. Bapu in turn tried hard for the upliftment of all the ranks of people whether they were farmers, traders, labourers, officers or businessmen. He had keen interest in various schemes of people’s welfare. The book has given full scope for such descriptions. The writer has provided a historical framework for the growth and development of Gohil rule by various princes of the past, giving a proper exposure to some decades of 20th century. It will be greatly helpful to the students of history.
Pratah Smaranika ane Stotro: પ્રાત સ્મરણિકા અને સ્તોત્રો
by Shri Vaijanathaસોમવાર થી રવિવાર સુધી ના બધાજ પ્રાતઃ સ્મરણિકા અને સ્તોત્રો આપેલ છે.
Pratikraman (Granth): પ્રતિક્રમણ (ગ્રંથ)
by Dada Bhagwanપોતાની ઈચ્છા ન હોવા છતાં દરેક મનુષ્ય ભૂલો કરે છે. લોકો પોતાની ભૂલોમાં સપડાય છે અને સતત ભોગવટામાં રહે છે. તેમને એનાથી મુક્ત થવાની, આંતરશાંતિ મેળવવાની, અને મુક્તિના રસ્તે આગળ વધવાની અંતરથી ઈચ્છા હોય છે. તીર્થંકરો અને જ્ઞાનીઓએ આ જગતને આવા દુઃખો માંથી છૂટવાનું એકમાત્ર સાધન (શસ્ત્ર) આપ્યું છે, અને તે સાધન (શસ્ત્ર) એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન (આલોચના – પોતાની ભૂલોની કબુલાત કરવી; પ્રતિક્રમણ – ભૂલોની માફી માગવી; અને પ્રત્યાખ્યાન – ભૂલો ફરી નહિ કરવાનો દ્રઢ નિશ્ચય). અસંખ્ય લોકો એ આ સાધન (શસ્ત્ર)થી નફરત અને વેરભાવના વિશાળ વટવૃક્ષના મૂળ નો નાશ કરી મુક્તિરૂપી સંપતિ મેળવી છે. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને પોતાની વાણી વડે પ્રતિક્રમણનું આ વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. તેમના કહેલા શબ્દો આ અને બીજા ઘણા પુસ્તકો માં જોવા મળશે; સત્ય અને મુક્તિના આકાંક્ષી માટે આ શબ્દો અમુલ્ય પુરવાર થશે.
Pratikran (Sanxipt): પ્રતિક્રમણ (સંક્ષિપ્ત)
by Dada Bhagwanપોતાની ઈચ્છા ન હોવા છતાં દરેક મનુષ્ય ભૂલો કરે છે. લોકો પોતાની ભૂલોમાં સપડાય છે અને સતત ભોગવટામાં રહે છે. તેમને એનાથી મુક્ત થવાની, આંતરશાંતિ મેળવવાની, અને મુક્તિના રસ્તે આગળ વધવાની અંતરથી ઈચ્છા હોય છે. તીર્થંકરો અને જ્ઞાનીઓએ આ જગતને આવા દુઃખો માંથી છૂટવાનું એકમાત્ર સાધન (શસ્ત્ર) આપ્યું છે, અને તે સાધન (શસ્ત્ર) એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન (આલોચના – પોતાની ભૂલોની કબુલાત કરવી; પ્રતિક્રમણ – ભૂલોની માફી માગવી; અને પ્રત્યાખ્યાન – ભૂલો ફરી નહિ કરવાનો દ્રઢ નિશ્ચય). અસંખ્ય લોકો એ આ સાધન (શસ્ત્ર)થી નફરત અને વેરભાવના વિશાળ વટવૃક્ષના મૂળ નો નાશ કરી મુક્તિરૂપી સંપતિ મેળવી છે. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને પોતાની વાણી વડે પ્રતિક્રમણનું આ વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. તેમના કહેલા શબ્દો આ અને બીજા ઘણા પુસ્તકો માં જોવા મળશે; સત્ય અને મુક્તિના આકાંક્ષી માટે આ શબ્દો અમુલ્ય પુરવાર થશે.
Prem: પ્રેમ
by Dada Bhagwanપ્રેમથી આખી જિંદગીમાં પત્ની અને સંતાનોની ભૂલ ક્યારેય પણ નહિ દેખાય. પ્રેમમાં કોઈ ભૂલો દેખાતી જ નથી. લોકો એકબીજાની ભૂલો કેમ જુએ છે તે જુઓ, ‘તું આવો છે’ ‘ના, તું આવો છે.’ જગતે પ્રેમનો એક અંશ પણ જોયો નથી. આ બધું મોહ અને આસક્તિ છે. શુદ્ધ પ્રેમ વધતો કે ઘટતો નથી. શુદ્ધ પ્રેમ બિનશરતી હોય છે. પ્રેમમાં કોઈ અપેક્ષા નથી હોતી. પ્રેમ ક્યારેય કોઈ અપેક્ષા રાખતો નથી. જગતના વ્યવહારમાં, ફક્ત પ્રેમ જ બાળકો, કામદારો અને બીજા બધાને જીતી શકે છે. બીજા બધા ઉપાયો અંતે નિરર્થક પુરવાર થશે. તમે છોડ ઉગાડો છો, તેને પણ તમારે પ્રેમથી સિંચન કરવું પડે છે. ફક્ત પાણી નાખીને તેની પર બુમો પાડવાથી નહિ ચાલે. જો પ્રેમથી ઉછેરવામાં આવે, તેની સાથે પ્રેમથી વાતો કરવામાં આવે, તો તે તમને મોટા સુંદર ફૂલો આપશે! તો અનુમાન કરો, મનુષ્યો પર આ પ્રેમ કેટલી મોટી અસર કરી શકે!. જગતે અગાઉ ક્યારેય જોયો, સાંભળ્યો, માન્યો કે અનુભવ્યો નથી તેવો પરમ પ્રેમ આપણે જોઈતો હોય તો પ્રેમની જીવતી મૂર્તિ એવા જ્ઞાની પુરુષની ભક્તિ કરવી જોઈએ. તમારા જીવન ને પ્રેમ અને સુખથી ભરી દેવા વાંચો....
Prismatic Jane Eyre: Close-Reading a World Novel Across Languages
by Matthew Reynolds OthersJane Eyre, written by Charlotte Brontë and first published in 1847, has been translated more than five hundred times into over sixty languages. Prismatic Jane Eyre argues that we should see these many re-writings, not as simple replications of the novel, but as a release of its multiple interpretative possibilities: in other words, as a prism. Prismatic Jane Eyre develops the theoretical ramifications of this idea, and reads Brontë’s novel in the light of them: together, the English text and the many translations form one vast entity, a multilingual world-work, spanning many times and places, from Cuba in 1850 to 21st-century China; from Calcutta to Bologna, Argentina to Iran. Co-written by many scholars, Prismatic Jane Eyre traces the receptions of the novel across cultures, showing why, when and where it has been translated (and no less significantly, not translated – as in Swahili), and exploring its global publishing history with digital maps and carousels of cover images. Above all, the co-authors read the translations and the English text closely, and together, showing in detail how the novel’s feminist power, its political complexities and its romantic appeal play out differently in different contexts and in the varied styles and idioms of individual translators. Tracking key words such as ‘passion’ and ‘plain’ across many languages via interactive visualisations and comparative analysis, Prismatic Jane Eyre opens a wholly new perspective on Brontë’s novel, and provides a model for the collaborative close-reading of world literature. Prismatic Jane Eyre is a major intervention in translation and reception studies and world and comparative literature. It will also interest scholars of English literature, and readers of the Brontës.
Pujya Shri Mota
by Ku Kashmirabahen Vaziraniપૂજ્ય શ્રીમોટા એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું વીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Punragaman Sampurn Shayari Mariz: પુનરાગમન સંપૂર્ણ શાયરી ‘મરીઝ’
by Apurv Aasharપુનરાગમન સંપૂર્ણ શાયરી ‘મરીઝ’
Rajyashastra class 11 - GSTB: રાજયશાસ્ત્ર ધોરણ ૧૧ - જીએસટીબી
by Shri Patel Hema Jikadra Gajendra Shukla Baldev Agaja Pvt. Patelરાજયશાસ્ત્રને આપણે સામાજિક શાસ્ત્રો પૈકીના એક શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. સમાજનો અભ્યાસ કરનારાં વિવિધ શાસ્ત્રો જેવાં કે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ઇતિહાસ વગેરેની જેમ રાજ્યશાસ્ત્ર પણ આવું જ એક શાસ્ત્ર છે, ઓ બધાં સામાજિક શાસ્ત્રો મનુષ્યના સમાજ જીવનના કોઈ ને કોઈ પાસાને સ્પર્શે છે. તેથી જ તો તે સામાજિક શાસ્ત્રો કહેવાય છે, સમાજજીવનનાં જુદાં-જુદાં પાસાંનો વિશિષ્ટ અને સમગ્રતયા અભ્યાસ કરનારાં આ શાસ્ત્રોમાં રાજ્યશાત્રે આગવું સ્થાન ધરાવે છે, અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને પોલિટિકલ સાયન્સ (Political Science) કહેવામાં આવે છે, પોલિટિકલ શબ્દ ગ્રીક ભાષાના ‘પોલિટી’શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને ‘પોલિટી’કહેતાં. આથી રાજ્યશાસ્ત્ર એટલે નગરજીવનની ચર્ચા કરતું શાસ્ત્ર એમ માનવામાં આવતું હતું. એ વખતે નગરરાજજ્યો હતાં, આજે એવાં નગરરાજ્ય રહ્યાં નથી અને તેનું સ્થાન નાનાં-મોટાં વિશાળ રાજ્યોએ લીધું છે તેમ કહી શકાય. પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે
Ramnam
by M. K. Gandhiરામનામ વિશેની શ્રદ્ધાનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઈ રંભા હતી. એ વિશેનો ઉલ્લેખ ગાંધીજીએ પોતે ‘આત્મકથા’માં કર્યો છે. બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાનાં વર્ષો દરમિયાન ઉત્તરોત્તર વિકસતું ગયું. આધ્યાત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાનાં લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. છેવટનાં વર્ષોમાં નિસર્ગોપચારનું કામ માથે લીધા બાદ તેમણે ઘણી વાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓને શમાવવાનો રામબાણ કુદરતી ઇલાજ રામનામ છે.
Rasayan Vignan Part-1 class 10 - GSTB Guidebook: રસાયણ વિજ્ઞાન ભાગ-૧ ધોરણ 10
by Navneet Education Limitedધોરણ 10 ની નવનીત છે જેમાં 5 પ્રકરણ આપેલ છે.
Rashtravad
by Ravindranath Thakur૧૯૧૬ માં જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમ્યાન રબીન્દ્રનાથ ટાગોરે આપેલાં પ્રવચનો.
Ravindra Saurabh
by Kaka Kalelkarસ્વરાજ્યની હિલચાલના છેવટના કટોકટીના દિવસોમાં જેલજીવન દરમ્યાન જે થોડીક સાહિત્યપ્રવૃત્તિ કરી શક્યો તેમાં રવીન્દ્રનાથની કવિતાનું મનન અને लिपिका નામે પ્રસિદ્ધ થયેલાં એમનાં ગદ્યકાવ્યોના અથવા નિબંધોના સંગ્રહનો અનુવાદ ગણાવી શકાય. लिपिकाનું ભાષાંતર મૂળ મેં પોતે મરાઠીમાં લખ્યું અને ગુજરાતી અનુવાદ ચિ. સરોજિનીએ કર્યો. लिपिकाમાં આવેલાં તમામ ગદ્યકાવ્યો નાજુક પીંછીથી ચીતરેલાં છે. એમાં જીવનાનુભૂતિ છે, કાવ્ય છે, અને કાવ્યમય તત્ત્વજ્ઞાન પણ છે. તેથી એ હળવામાં હળવું છતાં ભારેમાં ભારે સાહિત્ય ગણી શકાય. આની અસર આ જમાનાના લેખકો ઉપર અજાણતાં, પણ વધારેમાં વધારે થવાની છે.
Rip Van Winkle
by Jitendra Desaiવૉશિંગ્ટન ઇર્વિંગ કૃત ‘રિપ વાન વિંકલ’ પરથી સરળ વાર્તારૂપે રજૂ. આ પુસ્તકમાં આપેલી વાત વૉશિંગ્ટન ઇર્વિંગે લખેલી ‘રિપ વાન વિંકલ’ની વાતનો અક્ષરશ: અનુવાદ નથી. પણ તેમાં મૂળ વાર્તાના કથાનકને આધારે અને તેનો રસ જાળવી રાખી, આખી વાર્તા, તેમાં ઝાઝી છૂટછાટ લીધા વિના, સરળ ગુજરાતીમાં મેં મારી રીતે ઉતારેલી છે. - જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
Rumniya
by Rukmini Banerjiरुमनिमा आणि आजी ही मजेदार जोडी आहे, कारण त्यांना माहीत आहे शेवटी सगळं ठीकठाक होते. रुमनियाची ही सुंदर गोष्ट वाचा!
Sachhaini Jeet
by Gulam Sufi Haidariઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Sadhu Vasvani
by Priyakant P Sukalaસાધુ વાસવાણી એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ઓગણીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Sahajata: સહજતા
by Dada Bhagwanમોક્ષ કોને કહેવાય? પોતાના શુદ્ધાત્મા પદને પ્રાપ્ત કરવું તે. – જે કુદરતી રીતે સ્વાભાવિક છે- જે સહજ છે. જો કે કર્મબંધનનાં અને અજ્ઞાનતાના કારણે આપણને આપણા શુધ્ધ સ્વરૂપનું ભાન નથી – જે સ્વભાવથી જ સહજ છે - શુદ્ધાત્મા છે. તો સહજતા કેવીરીતે પ્રાપ્ત કરવી ? જ્ઞાની પુરુષ પાસે તેનો ઉપાય છે અને આવા મહાન જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ આપણને સહજતા પ્રાપ્ત કરવાની ચાવીઓ આપી છે. તેમણે આપણને પોતાના શુદ્ધ સ્વરૂપનો પરિચય કરાવ્યો(આત્મજ્ઞાન આપ્યું). મૂળ આત્મા તો સહજ છે, શુદ્ધ જ છે. લોકો ઈમોશનલ(ચંચળ/અસહજ) બને છે કારણકે તેઓ વિચાર, વાણી અને વર્તન (મન-વચન-કાયા) સાથે તન્મયાકાર થઈ જાય છે. તેને જુદાં રાખવાથી અને તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તમે સહજતા પ્રાપ્ત કરી શકશો. એકવાર જ્ઞાન પ્રાપ્ત કર્યા (જ્ઞાનવિધિ દ્વારા) પછી પોતાનો શુદ્ધાત્મા(જે સહજ છે અને રહેશે) જાગૃત થાય છે. પછી મન-બુદ્ધિ-અહંકાર-શરીરની સહજ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દાદાશ્રીએ પાંચ આજ્ઞાઓ આપી છે. પ્રસ્તુત પુસ્તકમાં દાદાશ્રીએ સહજતાનો અર્થ, સહજ સ્થિતિમાં વિક્ષેપનાં કારણો અમે જ્ઞાતા-દ્રષ્ટા રહીને સહજતા કેવીરીતે પ્રાપ્ત કરવી આ બધાનું સંપૂર્ણ વિજ્ઞાન આપ્યું છે. આ પુસ્તકનું વાંચન અવશ્ય આપણને સહજ સ્વરૂપ બનાવશે અને શાંતિપૂર્ણ જીવન તરફ દોરી જશે.