- Table View
- List View
Arthashastra class 12 - GSTB Guidebook: અર્થશાસ્ત્ર ધોરણ ૧૨ - ગાઇડબૂક
by Navneetધોરણ ૧૨ ગુજરાતી માધ્યમ માટે નવનીત અર્થશાસ્ત્ર ડાયજેસ્ટ. ગુજરાત રાજ્ય બોર્ડના અભ્યાસક્રમ મુજબ.
Arthsastra Apexit Prashnshangrah class 12 - GSTB: અર્થશાસ્ત્ર અપેક્ષિત પ્રશ્નસંગ્રહો ધોરણ 12
by Navneetઅર્થશાસ્ત્ર અપેક્ષિત પ્રશ્નસંગ્રહો (2023) - ધોરણ 12
Arthshashtra class 12 - GSTB - 23: અર્થશાસ્ત્ર ધોરણ ૧૨ - २३
by Gujrat Rajya Pathyapustak Mandalગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 12 માટે અર્થશાસ્ત્ર વિષયનો સારાંશ પ્રકાશિત કર્યો છે. પુસ્તકનો હેતુ વિદ્યાર્થીઓને આર્થિક ખ્યાલો, નાણાકીય વિશ્લેષણ અને આર્થિક વ્યવહારોનું જ્ઞાન આપવાનો છે. ધોરણ 12 અર્થશાસ્ત્રની પાઠ્યપુસ્તકમાં આર્થિક ગણતરીઓ, નાણાકીય વિશ્લેષણ, માનકીકરણ, આર્થિક સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તેમજ આર્થિક અને વ્યવસાય-સંબંધિત મુદ્દાઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે. તે વિદ્યાર્થીઓને આર્થિક ઘટનાઓનું વિશ્લેષણ અને સમજવાની ક્ષમતાથી સજ્જ કરે છે. અભ્યાસક્રમ અર્થશાસ્ત્ર અને વહીવટી સેવાઓમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓને પણ પૂરી પાડે છે. તે અદ્યતન વિષયોને બાકાત રાખે છે પરંતુ આર્થિક વિશ્લેષણ, વ્યવહાર પ્રક્રિયાઓ, કાર્યક્ષમતા અને નીતિઓનો સમાવેશ કરે છે. વધુમાં, ધોરણ 12 અર્થશાસ્ત્રની પરીક્ષાઓમાં વૈજ્ઞાનિક સાધનો જેવા કે આર્થિક પ્રવાહો, ગણતરીઓ અને આલેખનો સમાવેશ થાય છે. સારાંશનો હેતુ વિદ્યાર્થીઓની આર્થિક વિશ્લેષણની સમજ વધારવાનો છે અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં વધુ અભ્યાસ માટે પાયો પૂરો પાડે છે.
Arthshastra class 11 Guide Book - GSTB: અર્થશાસ્ત્ર ધોરણ 11 - જીએસટીબી
by Navneetધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયની ગાઈડ બુક છે.
Arvachin Gujarati Sahityano Itihas Semester 5 - Kutch University Guidebook: અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સેમિસ્ટર 5 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક
by KutchUniversityઆ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
Asapas Paryavaran Abhyas class 3 - GSTB: આસપાસ પર્યાવરણ અભ્યાસ ધોરણ ૩ - જીએસટીબી
by Rinku Sutharધોરણ ૩ પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં ૨૫ પાઠ આપેલ છે અને છેલ્લે ફન પેજ પણ આપેલ છે.
Asapasa Paryavaraṇa Abhyasa class 4 - GSTB: આસપાસ પર્યાવરણ અભ્યાસ ધોરણ ૪ – જીએસટીબી
by Gstbપ્રસ્તુત પુસ્તક ધોરણ ૪ આસપાસ પર્યાવરણ અભ્યાસ વિષયનું પાઠ્યપુસ્તક છે, જેમાં ૨૫ પ્રકરણ આપેલ છે.
Asha Ane Dhiraj
by Gopaldas Patelઅદ્ભુત રોમાંચક કથા તરીકે, (મૂળ ફ્રેંચ) નવલકથા ‘કાઉન્ટ ઑફ મોન્ટે-ક્રિસ્ટો’એ લાખો લોકોને રસમાં તરબોળ કર્યા છે અને હજુ પણ કરે છે. માનવહૃદયની બે મોટી લાગણીઓ—પોતાને કરવામાં આવેલા નુકસાનનો બદલો લેવો, અને તે માટે જોઈતી સાધનસામગ્રી મેળવવા મથવું,—એ બેને કલ્પનાનો છૂટો દોર આપીને આ કથાનો મશહૂર ફ્રેંચ લેખક ડૂમા એવો તો રસ-વમળ ચગાવે છે, કે જે વાચકને બીજો વિચાર કરવાની તક આપ્યા વિના સીધો પોતાની અંદર ખેંચી લે છે.
Athadaman Talo: અથડામણ ટાળો
by Dada Bhagwanરોજિંદા જીવનમાં અથડામણ ટાળવી જોઈએ. શા માટે આપણે ઝઘડો કરીને બધું બગાડવા માગીએ છીએ? આપણને આ ગમતું નથી. લોકો ટ્રાફીકના ખૂબ કડક કાયદાનું પાલન કરે છે. તેઓ પોતાના અર્થઘટન પ્રમાણે ગાડી નથી ચલાવતા, શું તેઓ ચલાવે છે? તેઓ અકસ્માતથી બચે છે, કારણકે તેઓ ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે. તેવી જ રીતે, તમારા રોજિંદા જીવનમાં તમારે અથડામણ ટાળનારા કાયદાનું પાલન કરવું જોઈએ. તમે તમારા પોતાના કાયદા અને તેના અર્થ પ્રમાણે ચાલો છો તેથી અથડામણ થાય છે. જયારે લોકો ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે ત્યારે ટ્રાફીકના સંચાલનમાં કોઈ તકલીફ નથી પડતી. જો તમે તમારા રોજિંદા વ્યવહારમાં આ સમજણ સાથે એ જ કાયદાનો અમલ કરશો તો તમે ફરી ક્યારેય મુશ્કેલીમાં નહિ આવો. તમારી પોતાની મર્યાદિત સમજણના આધારે તમે જિંદગીના કાયદાનું અર્થઘટન કરો છો તેથી પ્રશ્નો ઉભા થાય છે. જિંદગીના કાયદા સમજવામાં મૂળભૂત ભૂલ થાય છે. જે આ કાયદા સમજાવે છે તેને આ કાયદાઓ નો સંપૂર્ણ અનુભવ હોવો જોઈએ. શા માટે ઝઘડા થાય છે, ઝઘડાના પ્રકારો કયા છે, સંબંધોમાં ઝઘડા કેમ ટાળવા અને તમારા માનસમાં વધારે પોઝીટીવ પરિવર્તન લાવે, તેવી ઝઘડા વગરની જિંદગી માટેના ઉકેલ શોધવા આગળ વાંચો. તમારી જિંદગી ને શાંતિ અને આનંદથી ભરી દેવાનો, આધ્યાત્મિકતાના પથ પર અડગતાથી ચાલવા નો અને અંતે મોક્ષ મેળવવાનો હેતુ છે.
Atmvrutant: મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું "આત્મવૃત્તાંત"
by Manilal Dwivediમણીલાલ દ્વિવેદી નું આત્મવૃતાંત ૨ વિભાગ માં વર્ણવેલું વિભાગ ૧ પૂર્વ કથા માં ૫ પ્રકરણ છે અને ૨ ડાયરીમાં ૨૭ પ્રકરણ છે .
Ba ane Bapu
by Mukul Kalarthiમારી સ્ત્રી પ્રત્યેનો મારો ભાવ હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ પ્રત્યેનો મારો ભાવ વર્ણવી શકું. મારી સ્ત્રી મારા અંતરને જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની બીજી કોઈ સ્ત્રી હલાવી શકે એમ નથી. એક અતૂટ મમતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. —બાપુ મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું. —બા
Bai
by Capt. NarendraMemoires in the form of a diary written in 1967 by Vimlabai Edited and translated into Gujarati from original Marathi by Capt. Narendra.
Balshrusti April and May 2020: બાલસૃષ્ટિ અપ્રિલ અને મે ૨૦૨૦
by Shree P. Bhartiબાલસૃષ્ટી સંયુક્ત અંક અપ્રિલ અને મે ૨૦૨૦
Balshrusti December - 2020: બાલસૃષ્ટિ ડિસેમ્બર - ૨૦૨૦
by Shree P. Bhartiબાલસૃષ્ટિ વર્ષ : ૨૧ અંક : ૧૨ ડિસેમ્બર, ૨૦૨૦
Balshrusti October-November - 2020: બાલસૃષ્ટિ ઑક્ટોબર-નવેમ્બર - ૨૦૨૦
by Shree P. Bhartiબાલસૃષ્ટિ વર્ષ : ૨૧ અંક : ૧૦-૧૧. ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૨૦
Balshrusti September 2020: બાલસૃષ્ટી સપ્ટેમ્બર ૨૦૨૦
by Shree P. Bhartiબાલસૃષ્ટિ અંક : ૯,સપ્ટેમ્બર, ૨૦૨૦
Banyu Tej Nyay: બન્યું તે જ ન્યાય
by Dada Bhagwanજો તમે બન્યું તે ન્યાય કહેશો તો તમારા બધા પ્રશ્નો દૂર થઇ જશે. છતાંપણ, લોકો ન્યાય ખોળે છે અને મુક્તિની ઈચ્છા પણ રાખે છે. આ વિરોધાભાસ છે. તમને બન્નેના મળી શકે. જ્યાં સમસ્યાઓ પૂરી થાય છે ત્યાં મુક્તિની શરૂઆત થાય છે. આ આપણા અક્રમ વિજ્ઞાન ( ક્રમ વિનાનું આત્માનું જ્ઞાન ) તરીકે ઓળખાતા વિજ્ઞાનમાં કોઈ પ્રશ્નો રહેતા નથી. તેથી લોકો માટે આ માર્ગે ચાલવું સહેલું છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ આ જગતને અસામાન્ય શોધ આપી છે કે આ જગત માં ક્યારેય પણ અન્યાય થતો જ નથી. જે બન્યું તે જ ન્યાય. કુદરત ક્યારેય ન્યાય થી વિરુદ્ધ ગઈ નથી. કુદરત એ કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે જે કોઈ પ્રભાવ હેઠળ હોય. કુદરત એટલે સાયન્ટીફીક સરકમસ્ટેનસીયલ એવીડન્સીસ. એક કાર્ય પૂરું થવા માટે ઘણા બધા સંજોગો ભેગા થવા જોઈએ.
Bapu Mari Maa
by Manubahen Gandhiકુમારી મનુબહેન ગાંધીના, भावनगर समाचारમાં પ્રસિદ્ધ થયેલા આ ડઝનેક લેખો વાંચનારને પસંદ પડ્યા વિના રહેશે નહીં. બહેન મનુનો લેખ લખવાનો, હું ધારું છું કે, આ પહેલો જ પ્રયાસ છે. પૂ. બાપુજીના સ્વભાવ અને છેવટના કાર્ય પર એ સારો પ્રકાશ નાખે છે એ એનું મહત્ત્વ છે. 1946ના અંતમાં પોતે પૂ. બાપુજી જોડે નોઆખાલીમાં જોડાયાં ત્યારથી એણે ત્યાંની ડાયરી પણ રાખી છે. તેનો કેટલોક ભાગ शिक्षण अने साहित्यમાં ક્રમશ: આવે છે. નોઆખાલીનું મિશન શરૂ થયું ત્યારથી પૂ. બાપુજી સાથે એ જ એક કાયમનાં સાથી હતાં, એ કારણથી એની નોંધ બહુ મહત્ત્વની થશે, અને વાચક એ બહેનને આ લખવા માટે ધન્યવાદ આપ્યા વિના રહેશે નહીં. પૂજ્ય બાપુજી જાતે જ બહેન મનુની ‘મા’ બન્યા હતા. આથી પુસ્તકના નામનો ખુલાસો થશે.
Bapuna Ashramman
by Haribhau Upadyayઆ પુસ્તક ઇતિહાસનું કે ચરિત્રનું નથી. સંસ્મરણોનું છે અને એ લખતી વખતે ભગવાન કૃષ્ણ પ્રત્યે ગોપીઓના આ મામિર્ક અને સાર્થક વચને મને સદા પ્રેરણા આપી છે: तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम्| श्रवणमडलं श्रीमदाततं भुवि गृणन्ति ते भूरिदा जना:|| હે વહાલા, તારી કથા તો અમૃતની ધારા છે. એ સંતાપમાં પડેલા જનોને જીવન, શાંતિ અને શીતળતા આપે છે. કવિઓએ એની ઘણી પ્રશંસા કરી છે. એ પાપનો નાશ કરનારી છે. એના શ્રવણથી મનુષ્યનું કલ્યાણ થાય છે. એ સમૃદ્ધ છે, અને નિત્ય છે. એથી જે કવિઓ એનું ગાન કરતા વિચરે છે, તેઓ જગતને એક અતિ કીમતી વસ્તુનું દાન કરે છે.
Bapuna Jivanvrato
by Dashrathlal Shahગાંધીજી જે જાતના સમાજની નવરચના કરવા માગતા હતા, એમાં આ એકાદશ વ્રતોના પાલનને સ્થાન હતું. આશ્રમ એની પ્રયોગશાળા કે તાલીમશાળા હતી. આશ્રમના નાનકડા સમુદાયમાં જો વ્રતો મૂતિર્મંત થાય તો વિશાળ જનસમાજ એને અપનાવશે એવી એમની શ્રદ્ધા હતી. આવી શ્રદ્ધા સાથે સત્યાગ્રહાશ્રમ, સાબરમતીમાં પંદર વર્ષ વ્રતપાલનનો એક સામુદાયિક પ્રયોગ એમણે કર્યો. આ અભિનવ પ્રયોગ દ્વારા એમણે બતાવી આપ્યું કે સત્ય અહિંસાદિ વ્રતો એ કંઈ મોક્ષમાર્ગી સાધુસંતોનો ઇજારો નથી; સામાન્ય જનસમાજ પણ એનું આચરણ કરી શકે છે. ગાંધીવિચારના હાર્દ સમા આ એકાદશ વ્રતોની મીમાંસા અનેકોએ અનેક રીતે કરી છે. પ્રસ્તુત પુસ્તિકા ‘મંગળપ્રભાત’નાં બાપુનાં એકાદશ વ્રતો વિશેના શ્રી દશરથલાલ શાહના લેખોનો સંગ્રહ છે. ગાંધીપ્રેમીઓ અને વિશેષ કરીને ગાંધીદર્શનના વિદ્યાર્થીઓને એ ઉપયોગી નીવડશે એવી શ્રદ્ધા છે. —મગનભાઈ જો. પટેલ
Bapune 10 Anjali
by Amrutlal Vegadબાપુના જીવન સંબંધી વિશાળ સાહિત્ય-મંદિરમાં, કંઈક લજ્જા અને કંઈક સંકોચ સાથે, ભાઈ અમૃતલાલ પણ એમનો લઘુ પૂજાથાળ લાવ્યા છે. એની સાથે ન તો ઘંટા-ઝાલરનો ઘનઘોર ઘટાટોપ છે, ન સ્તવ-સ્તોત્રોનો સીમાહીન સંભાર. બસ નાનોશો — કદાચ માટીનો બનેલો — થાળ છે, થોડીશી દિવેટો, જેમાં પૂજારીની અન્તર્મુખી દૃષ્ટિનો સ્નિગ્ધ પ્રકાશ છે. અમૃતલાલ વ્યવસાયે શિલ્પી છે, એટલે રંગ-રૂપ-રેખાઓના પેલા આંતરિક વિરહ-મિલનનો ભેદ તેઓ જાણે છે, સુરુચિ અને સહૃદયતાના રસથી શિલ્પી જેને ભીંજવે છે. એટલે જ એમને સંતુલન સુલભ છે, અને સુષમા પણ. સ્વભાવથી અમૃતલાલ સાધક છે, એટલે મંગલની કલ્પના એમને અનુપ્રેરિત કરે છે. એમની શૈલી આમ શિલ્પીની સૂઝ અને સાધકની બૂજનાં તત્ત્વોથી આપોઆપ ઘડાઈ ઊઠી છે. બાપુ જો કેવળ સંગ્રહાલયમાં સજાવીને રાખવાની વસ્તુ ન હોય, તો અમૃતલાલની આ રચનાઓ આપને જરૂર ગમશે. — મોહનલાલ બાજપેયી
Bapuni Jhankhi
by Kakasaheb Kalelkarપૂ. બાપુજી વિશે જે કાંઈ વાંચવાને મળે તે લોકોને આનંદદાયક હોય જ છે...આ સંસ્મરણોમાં પૂજ્ય બાપુના સંપૂર્ણ દર્શનની આશા વાચકો ન રાખે. પરંતુ એમના સમૃદ્ધ અને તેજસ્વી જીવનનાં કેટલાંક પાસાંઓનું યથાર્થ દર્શન એમને અહીં જરૂર થશે. ..આ પ્રસંગો મૂળે હિંદીમાં લખાયા હતા અને बापूकी झाँकियाँને નામે પ્રસિદ્ધ થયા હતા. એ ચોપડીનો આ ગુજરાતી અનુવાદ છે.
Bhagavan Gauttam Buddha
by Arunika Manoj Daruભગવાન ગૌતમ બુદ્ધ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું દસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.